પીવાનું પાણી ક્લોરીનથી કેવી રીતે શુદ્ધ થાય છે? .


ક્લોરીન વાયુ શ્વાસમાં લેવાય તો ઝેરી અસર કરે છે. પરંતુ પીવાનું પાણી શુદ્ધ કરવા માટે પણ ક્લોરીન વપરાય છે. ક્લોરીન થોડો ઘણો ઝેરી હોવાથી પાણીમાંના જીવાણુઓનો નાશ કરવા માટે વપરાય છે. જો કે પાણીમાં ભળવાથી ક્લોરીન જુદી જુદી અસર કરે છે. ક્લોરીન તેના બે મોલક્યુલનો બનેલો છે. તેના બે મોલક્યુલમાંથી એક પાણીમાં ક્લોરાઈડમાં ફેરવાય છે તો બીજો તેનો એસિડ બનાવે છે.

આ એસિડ ઓક્સિડાઈઝીંગ એજન્ટ છે એટલે બેક્ટેરિયાના કોષની દીવાલનો નાશ કરે છે અને બેક્ટેરિયાને નિષ્ક્રિય બનાવે છે. બેક્ટેરિયાન નાશ કરવો મુશ્કેલ કામ છે. તે નજરે દેખાતાં નથી વળી ગાળીને પણ દૂર થઈ શકતાં નથી. પાણી ગરમ કરવાથી પણ બધા બેક્ટેરિયાનો નાશ શક્ય નથી. મોટા જથ્થામાં પાણી ઉકાળીને પીવું તે વ્યાવહારિક નથી. બેક્ટેરિયાનો નાશ કરવા માટે ક્લોરિન રાસાયણિક પ્રક્રિયા ઝડપી, સરળ અને ઓછી ખર્ચાળ છે. એટલે પાણી શુધ કરવા માટે ક્લોરીનની ટેબ્લેટ વપરાય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/kgZUKYG
Previous
Next Post »