અજમાવી જૂઓ .


 - કેળાને તાજા રાખવા મુલાયમ કપડામાં વીંંટાળી રેફ્રિજરેટરમાં રાખવા.

- ઇડલી-ઢોસાના મિશ્રણમાં એક ચમચો સરકો ભેળવવાથી રંગ નિખરે છે.

- મેથીના પરાઠાનો લોટ બાંધતી વખતે તેમાં થોડું દહીં નાખવાથી પરોઠા પોચા તથા ક્રિસ્પી થશે.

- જૂટની થેલીમાં લસણ રાખવાથી લાંબા સમય સુધી બગડતું નથી.

- ગરમ મસાલામાં ચપટી હિંગ નાખવાથી લાંબા સમય સુધી ગરમ મસાલો બગડતો નથી.

- દૂધમાં કપડું ભીંજવી ચામડાની ચીજો સાફ કરવાથી ચકચકિત થાય છે.

- મીણબત્તીની વાટ પર સરસવનું તેલ લગાડવાથી જ્યોત તેજ પ્રકટે છે.

- ગુંદરનો વપરાશ કાયમ હોતો નથી તેથી તે સુકાઇ જતો હોય છે આમ ન થાય માટે તેમાં થોેડા થોડા વખતે સરસવના તેલના થોડા ટીપાં નાખવા.

- થરમોસમાંથી ખાદ્યપદાર્થની ગંધ દૂર કરવા અડધો કપ સરકો નાખી એક-બે કલાક રાખી સાફ કરવું.

- આમલી પર મીઠું લગાડી ગોળા વાળી રાકવાથી બે વરસ સુધી સારી રહે છે.

- કોફીની શીશી રેફ્રિજરેટરમાં રાખવાથી તે લાંબા સમય સુધી તાજી રહે છે.

- આમલેટ માટે ઇંડું ફીણતી વખતે તેમાં બ્રેડનો ટુકડો નાખવાથી આમલેટ સ્વાદિષ્ટ થાય છે.

- ધૂળ ખંખેરી સરકાના પાણીમાં ભીંજવેલા કપડાથી ગાલીચો લૂછવાથી નવા જેવો થશે.

- મૂળાને પાન સાથે રાખવાથી લાંબા સમય સુધી તાજો રહે છે.

- પાણીને વધુ સમય ગરમ રાખવા તેમાં મીઠું ભેળવવું.

- રાત્રે ભેંસના દુધમંા આખા ચણા પલાળી રાખી સવારે ખાવાથી શક્તિ અને વજન વધે છે

- લસણની કળી ઘીમાં શેકીને ખાવાથી તુટેલું હાડકું સંધાય છે અને ફ્રેકચરની પીડા મટે છે.

- લીંબુનું શરબત સાકર નાખી પીવાથી થાક તો ઉતરશે સાથે સાથે સ્ફૂર્તિ પણ આવશે.

- ખાવાનો સોડા અને મીઠું બંને સાથે ભેળવીને કે સરસવના તેલમાં મીઠુંું નાખી દાંત સાફ કરવાતી તે ચમકીલા થાય છે.

- મીનાક્ષી તિવારી



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/wmCd5if
Previous
Next Post »