
- રામાયણ ફિલ્મના મેકિંગની હવે નવી કથા
- સાઈ પલ્લવીને પડતી મૂકાતાં લોકોનો આક્રોશઃ નિતેશ તિવારીનું મગજ બહેર મારી ગયું છે
મુંબઇ : નિતેશ તિવારીએ રણબીર કપૂર અને સાઈ પલ્લવીની 'રામાયણ' ફિલ્મ અભેરાઈ પર ચઢાવી દીધી હોવાના અહેવાલોને બીજા જ દિવસે એક નવી વાત બહાર આવી હતી કે વાસ્તવમાં આ ફિલ્મમાં નિતેશ તિવારીએ સાઈને પડતી મુૂકી આલિયા ભટ્ટને સીતા તરીકે નક્કી કરી છે. આ સમાચાર પ્રસરતાં જ ઈન્ટનેટ પર લોકોનો આક્રોશ ભડક્યો હતો અને નિતેશે મગજ ગૂમાવી દીધું છે કે શું એવી કોમેન્ટસ પાસ કરી હતી.
આલિયા ભટ્ટ અને નિતેશ તિવારીની મુલાકાતનો વીડિયો વાયરલ થયા બાદ અટકળ પ્રસરી હતી કે 'રામાયણ'માં સીતા તરીકે આલિયા ભટ્ટ નક્કી થઈ ગયી છે. એવી પણ વાત ચાલી હતી કે કેજીએફના યશનો રાવણની ભૂમિકા માટે સંપર્ક કરાયો છે. રણબીર કપૂરે તો રામના રોલ માટે તૈયારી પણ શરુ કરી દીધી હોવાની વાત છે.
આ સમાચાર પ્રસરતાં જ લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. લોકોએ કહ્યું હતું કે રણબીર અને આલિયા એક અર્બન કપલ તરીકેની ભૂમિકામાં ચાલી શકે પરંતુ રામ અને સીતા તરીકે તેમની કલ્પના કરવી મુશ્કેલ છે. રણબીરની છાપ એક પ્લેબોય પ્રકારના કલાકારની છે અને તે રામની ભૂમિકામાં યોગ્ય નહીં ગણાય જ્યારે સીતા તરીકે સાઈ પલ્લવી આલિયા કરતાં લાખ દરજ્જે યોગ્ય છે એવો મત લોકોએ વ્યક્ત કર્યો હતો.
જોકે, આ બધી હજુ ચર્ચા છે અને હજુ સુધી ફિલ્મની કાસ્ટ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/nIgUjyM
ConversionConversion EmoticonEmoticon