નવું શું છે? .


-  શાહિદ કપૂર, સંજય કપૂર, ડાયના પેન્ટી, રોનિત રોય, રાજીવ ખંડેલવાલ, ઝિશાન કાદરી અને બીજાંઓ જેમાં હોય એ ફિલ્મ નામે 'બ્લડી ડેડીૅ' સીધી ઓટીટી પર આવે એ મોટી વાત. એને જોઈ શકાશે જિયો સિનેમા પર. અલી અબ્બાસ ઝફરની આ ફિલ્મ થિયેટરમાં કેમ ના પહોંચી એનો જવાબ તો જોઈને જ મળશે. 

-  'આદિપુરુષ' થિયેટરમાં આવી છે અને એ હિટ છે કે નહીં એ નક્કી થઈ રહ્યું છે. જોકે એને પ્રાઇમ વિડિયોએ રૂ. ૨૫૦ કરોડમાં ખરીદી છે એ વાત સાચી હોય તો ફિલ્મ સફળ જ ગણાય. શું કહો છો? 

-  અનિલ કપૂર અને આદિત્ય રોય કપૂરની 'ધ નાઇટ મેનેજર'ની પહેલી સીઝન કેટલી સફળ એ અલગ વાત છે. એની બીજી સીઝન ૩૦ જૂને આવી રહી છે. ટ્રેલર ઓલરેડી આવી ગયું છે. 

-  'શાર્ક ટેન્ક ઇન્ડિયા'ની નવી સીઝન સોની લિવ પર આવવાની છે. ઓટીટી પર એનો આનંદ તો એ આવે ત્યારે માણીશું. અત્યારે સમય છે એમાં પોતાની આઇડિયાને રજૂ કરવા માટે મેદાનમાં ઊતરવાનો. સોની લિવ પર એ માટે રજિસ્ટ્રેશન શરૂ છે. અજમાવો નસીબ. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/DInRZKa
Previous
Next Post »