કોરોનાનો કેર અને આયુર્વેદ - જહાનવીબેન ભટ્ટ


ઘરેહેન્ડસેનેટાઇઝર બનાવવા એક   બોટલમાં એલોવેરા જેલ નાખો, તેને પાતળુ કરવા થોડું પાણી નાખો પછી તેમાં ટીટ્રી ર્ંૈન કે નીલગીરીના તેલના પાંચ ટીપા નાખો ત્યારબાદ તેમાં લવન્ડર  Oil નાં ૫-૭ ટીપાં નાખો અને બધું જ Mix કરી દો. તમારું કેમિકલ વગરનું પ્રાકૃતિક હેન્ડ સેનિટાઇઝર તૈયાર થઇ જશે.

આજે 'કોરોના'ની બિમારી જ્યારે વૈશ્વિક મહામારી બની રહી છે. ત્યારે આ રોગ વિશે જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. આ રોગના કારણો, લક્ષણો, સારવાર અને સાવધાની જો સમાજમાં હોય તો સરળતાથી આ રોગ ને હાથતાળી દેવામાં સફળતા મળે છે. આજે વાંચકમિત્રોને કોરોના વાયરસ ઉપર એવા સરળ અને ઘરગથ્થુ ઉપચારો બતાવવા જઇ રહી છું કે જેનાથી સરળતાથી આ રોગથી બચી શકાશે.

ચીનના 'વુહાન' શહેરમાંથી ફેલાવેલો આ રોગ ધીરે ધીરે સમગ્ર વિશ્વમાં જ્યારે પોતાનું સ્થાન જમાવતો જાય છે ત્યારે સૌ પ્રથમ આ રોગનાં લક્ષણો વિશે તથા તેના થવાના કારણો વિશે ચર્ચા કરીશું.

કોરોના એટલે ભર્િુહ. આ રોગના વાયરસ તાજની જેમ રીંગ ધરાવતા હોય છે. અને આ વાઇરસ શરીરનાં કોષોમા જઇ કોષોનાં સંરક્ષક પ્રોટીન વર્ગીય તત્ત્વ પર કબજો કરીને તત્કાલિક પોતાનો ફેલાવો શરીરમાં કરે છે.

કોરોના સાથે માનવજાતનો પ્રથમ પરિચય ડીસેમ્બર-૨૦૧૯માં થયો તેથી તેને કોવિડ-૧૯ એટલે કે, કોરોના વાઇરસ ડિસેમ્બર-૨૦૧૯ નામ આપવામાં આવ્યું છે. આ રોગમા શરદી-ખાંસી જેવા લક્ષણો થાય છે. આ ઉપરાંત નાકમાંથી પાણી પડવું, ઉધરસ આવવી, ગળામાં ખારાશ લાગવી, આંખોમાં બળતરા, માથું દુઃખવું, શ્વાસ ચઢવો, અશક્તિ અનુભવાવી વગેરે જેવા લક્ષણો પણ થાય છે. આ લક્ષણો વધી જાય તો ત્યારબાદ ફેફસાંમાં સોજો આવવો વગેરે પણ થઇ શકે છે. અને તેની સાથે સાથે કીડની લીવર જેવા અંગો પર પણ અસર પડી શકે છે. ઘણીવાર દર્દીને કૃત્રિમ શ્વસન મશીન એટલે કે, વેન્ટીલેટર ઉપર લેવો પડે છે.

આ રોગ ડ્રોપલેટ દ્વારા ફેલાતો હોવાથી અસરગ્રસ્ત વ્યક્તિનાં સંપર્કમાં આવવાનું ટાળવું જોઇએ. અસરગ્રસ્ત વ્યક્તિનાં શ્વાસોચ્છવાસથી તેની સાથે હાથ મીલાવવાથી પણ તે ફેલાઈ શકવાની શક્યતા છે. ઉપરાંત દર્દીનાં કફ, ખાંસી, શરદી કે લાળ કે થૂંક દ્વારા પણ તે ફેલાઈ શકે છે. જેથી જ્યાં ત્યાં થૂંકવાનું પણ ટાળવું જોઇએ.

વૃધ્ધો, બાળકો, તથા પ્રેગનન્ટ વુમનમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેઓ આ રોગની જપેટમાં આવી જાય તેવી પૂરી શક્યતા છે. જેથી આવી મહામારી સમયે આવા લોકોએ માસ્ક પહેરી રાખવું જોઇએ. આ ઉપરાંત અસરગ્રસ્ત વ્યક્તિની સારવાર કરી રહેલા સ્વસ્થ વ્યક્તિએ પણ માસ્ક પહેરવું જોઇએ. આ ઉપરાંત ડાયાબિટીસ, બી.પી., કેન્સર, એચ.આઈ.વી. વગેરે રોગનાં દર્દીઓએ પણ માસ્ક પહેરવું જોઇએ. ભીડમાં જવાનું થાય ત્યારે પણ માસ્ક પહેરવું જોઇએ.

સારવાર ઃ જ્યારે આ રોગની કોઈ રસી શોધાઈ નથી ત્યારે આપણી પોતાની ઇમ્યુનિટી જ આપણને રોગનાં સંક્રમણથી બચાવી શકે છે. જેમ ઇમ્યુનીટી પ્રબળ તેમ રોગપ્રતિકારક શક્તિ વધારે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઘણાં બધા ઉપાયો આયુર્વેદમાં બતાવ્યા છે, જેમાં ષણપાન્નય પીવાનો આગ્રહ રાખવો જોઇએ. એટલે મુસ્તા, નાગરમોથ, પિત્તપાપડો, ખસ, ચંદન અને સુગંધીવાળો આ છ દ્રવ્યો ૧૦ ગ્રામ લઇ તેને ૧ લિટર પાણીમાં ઉકાળી જ્યારે પાણી અડધો બળી જાય ત્યારે તેને ઠંડુ પાડી તેનાં બાટલા ભરી લેવા જોઇએ.

(૨) સૂંઠ, મરી, પીપર, તુલસી, અરડુસી, હળદર અને લીમડાની ગળો આ ૭ દ્રવ્યોને ૧ ગ્લાસ પાણીમાં નાખી અડધુ બળી જાય એટલે સવાર સાંજ પીવું જોઇએ.

(૩) કાળી (મુનક્કા) દ્રાક્ષને રાત્રે પાણીમાં પલાળી સવારે તેનાં ૨થી ૩ દાણા ધીરે ધીરે ચૂસવાથી જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.

(૪) તુલસી અને અરડુસીના રસમાં મઘ મેળવી દરરોજ લેવાથી પણ Immue system Boost થાય છે.

(૫) ત્રિકટુ ચૂર્ણ ૨ ગ્રામની માત્રામાં મધ સાથે ચાટવાથી પણ રોગથી બચી શકાય છે.

(૬) સંશમની વટી ૨-૨ ગોળી સવાર-સાંજ હુંફાળા પાણી સાથે લેવી જોઇએ.

(૭) જો તાવ આવતો હોય તો મહાસુદર્શન ઘનવટીની ગોળી સવાર-સાંજ લેવી. મહાસુદર્શન ચૂર્ણનો ઉકાળો બનાવીને સવાર-સાંજ લેવાથી જ્વર-તાવ સામે રક્ષણ મળે છે, ઇમ્યુનીટી પણ વધે છે.

(૮) શરદી થઇ હોય તો મહાલક્ષ્મીવિલાસ રસની ૧-૧ ગોળી સવાર-સાંજ લેવી જોઇએ.

(૯) આવી મહામારીના સમયે પાણી પુષ્કળ પીવું જોઇએ. શક્ય હોય તો સૂંઠ ને ઉકાળી તે પાણીને ઠંડુ પાડી તેના બાટલા ભરી લેવા જોઇએ.

(૧૦) નાકમાં ગાયનું ઘી કે તલનાં તેલનાં ૪-૪ ટીપાં સવાર-સાંજ નાખવા જોઇએ.

(૧૧) ઔષધયુક્ત ધૂમવર્તિ કે જેમાં નાક વાટે ધૂમાડો અંદર લઇ મોં દ્વારા બહાર કાઢવાનો હોય છે. તેનાથી શરીર કોઈપણ વાયરસથી સંક્રમિત થતું નથી.

(૧૨) લીમડાને અને તુલસીને ૧ લિટર પાણીમાં નાખી ઉકાળો અડધું પાણી બળી જાય ત્યારે તેમાં ફટકડી, કપૂર કે લીંબુનો રસ નાખી દઇ તે પાણી નહાવામાં કે હાથ ધોવામાં ઉપયોગ કરીએ તો વાયરસ જન્ય રોગો સામે રક્ષણ મળી શકે છે.

(૧૩) ઘરે જ હેન્ડસેનેટાઇઝર બનાવવા એક ખાલી બોટલમાં એલોવેરા જેલ નાખો, તેને પાતળુ કરવા થોડું પાણી નાખો પછી તેમાં ટીટ્રી ર્ંૈન કે નીલગીરીના તેલના પાંચ ટીપા નાખો ત્યારબાદ તેમાં લવન્ડર  Oil નાં ૫-૭ ટીપાં નાખો અને બધું જ સ્ૈટ કરી દો. તમારું કેમિકલ વગરનું પ્રાકૃતિક હેન્ડ સેનિટાઇઝર તૈયાર થઇ જશે.

(૧૪) આલ્કોહોલવાળું હેન્ડસેનેટાઇઝર બનાવવા એક ખાલી બોટલમાં ૬૦% સુધી રબીંગ આલ્કોહોલ ભરો. તેમાં ૩૫% સુધી એલોવેરા જેલ ઉમેરો અને તેમાં કોઈપણ એસેંશીયલ Oilનાં ૫ ટીપાં નાખો. અને પછી બધું જ  સ્ૈટ કરો.

(૧૫) ભસ્ત્રિકા પ્રાણાયામ, અનુલોમ-વિલોમ અને કપાલભાતિ પ્રાણાયામ તથા સૂર્યનમસ્કારથી પણ શરીરની Immunity ખૂબ વધે છે અને રેસ્પીરેટરી સીસ્ટમ મજબૂત થાય છે. તો આ પ્રાણાયામ દરરોજ ૫થી ૧૦ મિનિટ કરવાં.

(૧૬) કોરોનાના સંક્રમણ વખતે જો ગળામાં ખારાશ ઉત્પન્ન થયેલ હોય તો, હળદર અને મીઠાના પાણીનાં કોગળા કરવા.

(૧૭) અજમો, રાઈ અને મીઠાને ગરમ પાણીમાં નાખી તેની વરાળને નાકમાં લેવાથી પણ આવા સંક્રમિક રોગોમાં સારું પરિણામ મળી શકે છે.

આયુર્વેદનાં ખજાનામાંથી આવા નાના નાના ઉપાયો કાઢી આવી મહામારીઓ વખતે અજમાવવાથી આપણે આપણું તો રક્ષણ કરી જ શકીએ છીએ, તેમાં બે મતને સ્થાન નથી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eimsQ5
Previous
Next Post »