
- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ
- 'સંસ્કૃતના અધ્યયન વિના કોઈ સાચો ભારતીય સાચો વિદ્વાન બની શકતો નથી.' જે સંસ્કૃતમાં નથી તે ક્યાંય નથી. અજ્ઞાની લોકો અકારણ સંસ્કૃત ભાષાને કઠીન કહે છે. ...
- संस्कृत भाषा सरला, भव्या च मधुरासा
रमणीया, ललिता, सुलाधवेन युक्ता
हे अज्ञजनाः तां तु कथयन्ति कढिनां
વિ શ્વમાં ભાષા વૈવિધ્ય બહુ વિશાળ ફલકમાં વિસ્તૃત પામેલું છે. ભારતની જ માત્ર વાત કરીએ તો પણ અનેક ભાષાઓ વ્યવહારમાં બોલાય છે પરંતુ આ તમામ ભાષાઓમાં સંસ્કૃત સૌથી પ્રાચીન ભાષા ગણાય છે જે અનેક ભાષાઓની માતા છે. સંસ્કૃત ભાષા દેવવાણી છે. જે ભારતીય સંસ્કૃતિના ઉત્તમ અને ઉદ્દાત વિચારોથી ભરપુર, કલ્યાણકારી જીવનપાથેય પૂરું પાડનાર, અલૌકિક જ્ઞાનના વારસાની અનુભૂતિ કરાવે છે. જેમાં જ જ્ઞાન અને વિજ્ઞાનનો, અંકશાસ્ત્ર કે ખગોળશાસ્ત્ર, રસાયણ વિજ્ઞાન કે ભૌતિક વિજ્ઞાન, વાસ્તુકલા કે એન્જીનીયરિંગ, એલોપથી કે આયુર્વેદ, થીએટર, નૃત્ય, સંગીત કે શીલ્પકલા દરેક વિષય પર જ્ઞાનો અમૂલ્ય ખજાનો સચવાયેલો છે. આશ્ચર્યચકિત કરી દે એવું અગાધ જ્ઞાન સંસ્કૃત ભાષાના વેદો, પુરાણો, નીતિશાસ્ત્ર, જ્યોતિષ કે ચિકિત્સાશાસ્ત્ર જેવા અનેક ગ્રંથોમાં સમાયેલું છે. મહાત્મા ગાંધી તો કહે છે કે 'સંસ્કૃતના અધ્યયન વિના કોઈ સાચો ભારતીય સાચો વિદ્વાન બની શકતો નથી.' જે સંસ્કૃતમાં નથી તે ક્યાંય નથી. અજ્ઞાની લોકો અકારણ સંસ્કૃત ભાષાને કઠીન કહે છે. ...
संस्कृत भाषा सरला, भव्या च मधुरासा
रमणीया, ललिता, सुलाधवेन युक्ता
हे अज्ञजनाः तां तु कथयन्ति कढिनां
વ્યાકરણના જટિલ નિયમોને અનુસરીને આ ભાષામાં અદભુત કાવ્ય કૃતિઓ રચાઈ છે. આ રમણીય ચમત્કાર માત્ર સંયોગથી નથી ઘટયો પરંતુ પણ તે સમયે ઘણા વિદ્વાન લેખકો હશે જેમણે ગદ્ય અને પદ્ય બંને વિધામાં આવા ઉત્કૃષ્ટ સર્જનો કર્યા હશે. લગભગ ૪૫૦ વર્ષ પહેલાં સૂર્યકવિ નામના પંડિતે લખેલા ૧૬મી સદીમાં 'રામકૃષ્ણકાવ્યમ્' નામના ગ્રંથમાં અજાયબીની પરાકાષ્ટા છે. વિશ્વની કદાચ એકમાત્ર કવિતા છે જેમાં દરેક પંક્તિ, જો સીધી વાંચવામાં આવે તો, ભગવાન રામચંદ્રનું વર્ણન કરે છે અને જો તે જ મૂળ સંસ્કૃત પંક્તિને ઉલટા ક્રમમાં વાંચવામાં આવે તો, તે ભગવાન કૃષ્ણનું વર્ણન કરે છે.
બે-બે પંક્તિના સંસ્કૃત સુભાષિતો તો કંઠસ્થ થઇ શકે તેવા સરળ મુક્તકો જેવા છે. જેનો પ્રવચનપટુતા માટે ખૂબ અસરકારક, વાક્ચાતુર્ય માટે પ્રભાવશાળી ઉપયોગ થઇ શકે. કારણ કે સુભાષિતો લાઘવપૂર્વક ટૂંકમાં જ બહુ મોટી વાત કહી જાય છે, મામક અને સચોટ હોય છે જેમાં પરંપરાગત અનુભવોનો નીચોડ હોય છે. નૈતિક મૂલ્યની દ્રષ્ટીએ એ લાખેણા છે. તેમાં સમાજને ઉપદેશ, ઠપકો, પ્રશંસા, નીતિમત્તા અને વ્યવહારનું જ્ઞાન મધ સાથે અપાતી ઔષધિની જેમ ગળે ઉતારે છે, કૌશલ્યપૂર્વક સરળતાથી સમજાવે છે. આવા સુભાષિતોનો તો અખૂટ ભંડાર છે.
દેશની અનેક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ કે ભારત સરકારના વિવિધ વિભાગોએ પોતાના આદર્શ તરીકે સંસ્કૃત ભાષાની અમૂલ્ય અને ગહન અર્થો ધરાવતી સૂક્તિઓને પોતાના મુદ્રાલેખ તરીકે અપનાવી છે. એ સૂત્રને આદર્શ માનીને અને કેન્દ્રમાં રાખીને તેઓ પોતાનો વ્યવહાર અને વહીવટ ચલાવે છે. આવી સુક્તિઓ ખૂબ ટૂંકી હોવા છતાં ખૂબ મર્મવેધક હોય છે. પ્રત્યેક સૂક્તિઓ આપણને કોઈ ને કોઈ હકારાત્મક વિચાર આપે છે. જે 'માઈલસ્ટોન' બનીને માણસના જીવનમાં પથદર્શક બની રહે છે. 'સત્યમેવ જયતે' ભારત સરકારનો મુદ્રાલેખ છે. વાયુસેનાનું સૂત્ર છે 'નભઃ સ્પૃશં દીપ્તમ'. ગુજરાત યુનિવસટીનું સૂત્ર છે-'યોગઃ કર્મસુ કૌશલમ્'. ભારતીય જીવનવીમા નિગમનું સૂત્ર 'યોગક્ષેમ વહામ્યહં' છે. એટલે જ અમેરિકી ઇતિહાસકાર અને દાર્શનિક વિલ ડયુરન્ટ જેવા વિદ્વાન પણ કહે છે કે 'ભારત અમારી જાતિની માતૃભૂમિ હતી અને સંસ્કૃત એ યુરોપની ભાષાઓની માતા છે... ભારત માતા ઘણી રીતે આપણા બધાની માતા છે.'
સંસ્કૃત ભાષા આપણી સંસ્કૃતિનો ધબકાર છે. પૂર્ણભાષા છે. આ ભાષાના કવિઓ અર્ધી માત્રાની છૂટ પણ નથી લેતા. પાણિનીનું પાણી આજે પણ પી રહ્યા છીએ. કાલીદાસની કમાલ અને ભાસની ભવ્યતા આગળ આકાશ પણ ટૂંકુ પડે. આજે પણ વ્યાસનું ઉછીનું લઇ સર્જકો લખે છે. અનેક વૃક્ષોની કલમ કરીએ અને દરિયાની શાહી કરીએ તો પણ સંસ્કૃત ભાષાની વિશેષતાની લખી ન શકીએ.
અંતે...
ઘડપણ માણસના ચહેરા કરતા મગજમાં વધારે કરચલીઓ પાડી દે છે. -મિશેલ મોન્તેન
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/za0TQWL
ConversionConversion EmoticonEmoticon