અભિનેત્રી સ્વરા ભાસ્કરે આપ્યા ગુડ ન્યુઝ, લગ્નના ત્રણ મહિના બાદ કરી પ્રેગનન્સીની જાહેરાત


( Image Source : Instagram )

નવી મુંબઇ,તા. 6 જૂન 2023,મંગળવાર 

બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે ત્રણ મહિના પહેલા સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા હતા. ત્યારથી ફેન્સ અભિનેત્રીના સારા સમાચારની રાહ જોઈ રહ્યા હતા. એકટ્રેસ સ્વરા ભાસ્કરે હવે ફેન્સને બીજા એક ગુડ ન્યુઝ આપ્યા છે. 

અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. બીજી તરફ સ્વરાએ આ ખુશખબર શેર કરતાની સાથે જ ચાહકો અભિનંદન આપી રહ્યા છે.

સ્વરાએ સોશિયલ મીડિયા પર પ્રેગ્નન્સીની જાહેરાત કરી 

સ્વરાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર સાથે પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. ફોટામાં સ્વરા તેના પતિ ફહાદ સાથે જોવા મળી રહી છે. તેણે પિંક કલરનો આઉટફિટ પહેર્યો છે જેમાં તેનો બેબી બમ્પ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

તસવીર શેર કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, કે "ક્યારેક તમારી બધી પ્રાર્થનાઓ એકસાથે જવાબ આપવામાં આવે છે! જ્યારે આપણે સંપૂર્ણ નવી દુનિયામાં પગ મુકીએ છીએ!" બ્લેસ,એક્સાઇટેડ, ગ્રેટિટ્યુડ...

સ્વરા ભાસ્કરે તેની પ્રેગ્નેન્સીની જાહેરાત કરતાની સાથે જ તેને તમામ સેલેબ્સ અને ફેન્સ તરફથી ખૂબ ખૂબ અભિનંદન મળી રહ્યા છે. મહત્વનું છેકે, સ્વરા ભાસ્કરે સપા નેતા ફહાદ અહેમદ સાથે પ્રથમ કોર્ટ મેરેજ કરીને બધાને ચોંકાવી દીધા હતા. આ પછી સ્વરા અને અહેમદે માર્ચમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. અભિનેત્રીએ તેની હલ્દી રસમ, મહેંદી, સંગીત અને લગ્નથી લઈને રિસેપ્શન સુધીની તમામ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદેટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ સ્ટુડન્ટ યુનિયનના જનરલ સેક્રેટરી તરીકે સેવા આપી છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/J95e1bY
Previous
Next Post »