'હમ હે કેસરી, ક્યા બરાબરી': ફિલ્મ આદિપુરુષનું નવુ પોસ્ટર રિલીઝ


                                                             Image Source: Twitter

મુંબઈ, તા. 02 જૂન 2023 શુક્રવાર

ડાયરેક્ટર ઓમ રાઉતની માઈથોલોજિકલ ફિલ્મ આદિપુરુષની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર આદિપુરુષ આ મહિને 16 જૂને થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મથી સતત નવી અપડેટ સામે આવી રહી છે. ફિલ્મના ટ્રેલરથી લઈને આના ઘણા ગીત રિલીઝ કરી દેવાયા છે. દરમિયાન હવે બજરંગ બલીનું નવુ પોસ્ટર રિલીઝ કરી દેવાયુ છે. આ પોસ્ટરમાં વીર બજરંગીનું વિકરાળ રૂપ જોવા લાયક છે.

ડાયરેક્ટર ઓમ રાઉતે ટ્વીટર પર આદિપુરુષ ફિલ્મથી બજરંગ બલીનું નવુ પોસ્ટર રિલીઝ કર્યુ છે. આ પોસ્ટરમાં બજરંગી વિકરાળ રૂપમાં ખભા ઉપર ગદા મૂકેલા જોવા મળી રહ્યા છે. આને શેર કરતા ઓમ રાઉતે કેપ્શનમાં લખ્યુ, હમ હૈં કેસરી, ક્યા બરાબરી! આની પર સતત પોતાની પ્રતિક્રિયા આપતા લોકો જય શ્રી રામ લખી રહ્યા છે.

આદિપુરુષ 16 જૂન 2023એ થિયેટરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મ માટે વધતા ક્રેઝને જોતા મેકર્સ ટૂંક સમયમાં જ આની એડવાન્સ બુકિંગ ઓપન કરી શકે છે. પેન ઈન્ડિયા રિલીઝ આ ફિલ્મને હિંદી અને તેલુગુની સાથે-સાથે તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં પ્રભાસ ભગવાન રામ, કૃતિ માતા સીતા, સૈફ અલી ખાન લંકેશ અને સની સિંહ લક્ષ્મણના પાત્રમાં જોવા મળશે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/e75bCNS
Previous
Next Post »