ગેંગસ્ટર છોટા રાજને વેબ સિરીઝ Scoopની રિલીઝ પર રોક લગાવવા બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી, જાણો સમગ્ર મામલો


                                                        Image Source: Wikipedia


મુંબઈ, તા. 02 જૂન 2023 શુક્રવાર

જેલમાં કેદ ગેંગસ્ટર રાજેન્દ્ર નિકલ્જે ઉર્ફે છોટા રાજને વેબ સિરીઝ 'સ્કૂપ' વિરુદ્ધ ગુરૂવારે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ સિરીઝ બે જૂને ઓટીટી પ્લેટફોર્મ પર નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. છોટા રાજને કહ્યુ કે તેની પૂર્વ સંમતિ વિના તેની છબીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે જે માનહાનિની સાથે-સાથે તેના વ્યક્તિગત અધિકારોના ઉલ્લંઘન સમાન છે.

છોટા રાજને શુ કહ્યુ?

છોટા રાજન વર્તમાનમાં તિહાડ જેલમાં કેદ છે. તેણે કોર્ટને સિરીઝની રિલીઝ પર રોક લગાવવા અને તેનું ટ્રેલર હટાવવાના આદેશની વિનંતી કરી છે. તેણે હંસલ મહેતા અને નેટફ્લિક્સ એન્ટરટેઇનમેન્ટ સર્વિસિસ ઈન્ડિયા સહિત સિરીઝના નિર્માતાઓને તેમના વ્યક્તિગત અધિકારોનું ઉલ્લંઘન કરવાથી રોકવા માટે એક આદેશની પણ માંગણી કરી. છોટા રાજને આ સાથે જ એક રૂપિયા વળતરની પણ માંગણી કરી જેની ચૂકવણી તેને કરવામાં આવે અથવા નિર્માતાઓ દ્વારા સિરીઝના ટ્રેલરના પ્રસારણના માધ્યમ દ્વારા થયેલી કમાણીનો 'જનહિત કે સમાજના ઉત્થાન' માટે ઉપયોગ કરવા માટે જમા કરવામાં આવે.

અરજીમાં કહી આ વાત

છોટા રાજને પોતાની અરજીમાં કહ્યુ કે મે 2023માં તેને તેની પત્નીએ સિરીઝના ટ્રેલર વિશે જણાવ્યુ હતુ. અરજીમાં જણાવાયુ કે સિરીઝના નિર્માતાઓને ક્યારેય પણ છોટા રાજનનું નામ અને છબીના ઉપયોગ/દુરુપયોગ કરવા, તેને કોઈ પણ અવાજ અને/અથવા કોઈ પણ કાર્યક્રમ સાથે જોડવાની પૂર્વ પરવાનગી નહોતી.

અરજીમાં કહેવામાં આવ્યુ છે કે તેથી છોટા રાજનની પૂર્વ સંમતિ પ્રાપ્ત કર્યા વિના તેના વ્યક્તિત્વની વિશેષતાઓનો ઉપયોગ કે દુરુપયોગ, જેમાં તેનુ નામ, કેરિકેચર, છબી અને/અથવા કોઈ અન્ય પ્રત્યક્ષ/અપ્રત્યક્ષ સંદર્ભ સામેલ છે, તે તેના વ્યક્તિત્વના અધિકારોનું ઉલ્લંઘન છે અને સાથે માનહાનિ લાયક છે. હાઈકોર્ટની એક વેકેશન બેન્ચ આ અરજી પર શુક્રવારે સુનાવણી કરી શકે છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/jKSOvE6
Previous
Next Post »