
- નીલમ લિઓનાર્ડો કરતાં ૨૦ વર્ષ નાની છે
- લંડનમાં માતા અને નીલમની સાથે જાહેરમાં દેખાતાં અટકળો ઃ કાન ફેસ્ટિવલમાં પણ બંને સાથે હતાં
મુંબઈ: હોલીવૂડ સ્ટાર લિઓનાર્ડો દિ કેપ્રિયો ભારતીય મૂળની મોડલ નીલમ ગિલ સાથે રિલેશનશિપમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તાજેતરમાં તે નીલમ અને પોતાની માતા સાથે એક રેસ્ટોરાંમાં દેખાયો હતો. તે પરથી આ અટકળો વ્યક્ત થઈ રહી છે.
તાજેતરમાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ નીલમ લિઓનાર્ડોની સાથે હતી. કાનમાં લિઓનાર્ડોની ફિલ્મ 'કિલર ઓફ ધી ફલાવર મૂન'નાં સ્ક્રીનીંગ વખતે નીલમ તેની સાથે જોવા મળી હતી.
નીલમ થોડા સમય પહેલાં મુંબઈમાં પણ એક ઈવેન્ટમાં આવી ચુકી છે.
૪૮ વર્ષના લિઓનાર્ડોથી ૨૦ વર્ષ નાની નીલમના માતા-પિતા યુકેમાં જ જન્મેલાં છે પરંતુ તેના દાદા-દાદી મૂળ ભારતનાં પંજાબનાં છે. તે મોડલ તરીકે અનેક આંતરરાષ્ટ્રીય એસાઈનમેન્ટ કરી ચૂકી છે અને આંતરરાષ્ટ્રીય ફેશન મેગેઝિન્સમાં નિયમિત રીતે ચમકતી હોય છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/XI1LlDQ
ConversionConversion EmoticonEmoticon