ફન ટાઈમ .


કનુ : તને ખબર છે, ચીનની દીવાલને શા માટે દુનિયાની સાત અજાયબી ગણવામાં આવે છે? 

મનુ : ના. બોલ. 

કનુ : અરે, ચીનની આ એક માત્ર એવી વસ્તુ છે, જે તકલાદી નથી અને અત્યાર  સુધી ટકી રહી છે, એટલે!

પપ્પાએ રાજુની જડતી લીધી તો ખિસ્સામાંથી સિગારેટનું પાકીટ અને તમાકુના પાઉચ નીકળ્યું. પપ્પા રાતાપીળા થઈ ગયા. એકદમ ઊંચા અવાજે તેઓ કહે : 'શું છે આ બધું? ક્યારથી ચાલે છે આ?' રાજુ કહે : 'પપ્પા, જુઓ તો ખરા. આ મારું નહીં, તમારું જેકેટ છે!'

રોમી : તંુ કઈ બ્રાન્ડનો સાબુ વાપરે છે?

ટોમી : હું જેકી છાપ સાબુ, જેકી છાપ ટૂથપેસ્ટ અને જેકી છાપ શેમ્પૂ વાપરું છું. 

રોમી : આ કઈ બ્રાન્ડ? મેં તો પહેલી વાર નામ સાંભળ્યું. જેકી અમેરિકન બ્રાન્ડ છે? 

ટોમી : અરે ના ના... જેકી મારા રુમમેટનું નામ છે!



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Hs4jNdm
Previous
Next Post »