ચિત્રકથા : જેનું ખાય એનું ગાય


એક ઊંટ લીમડાના છાંયડા નીચે શાંતિથી બેઠું હતું. તેને વિચાર આવ્યોઃ મિત્ર વિના કેમ ચાલે? જીવનમાં એક સારો દોસ્તાર તો હોવો જ જોઈએ. 

ઊંટે ટોમીને પોતાનો દોસ્ત બનાવ્યો. એ ભૂલી ગયો કે ભૂતકાળમાં શિયાળ સાથેની દોસ્તી મોંઘી પડી હતી. શિયાળે એવું કશુંક કર્યું હતું કે જેના કારણે ઊંટની ઊંચકાયેલી ખૂંધ ભાંગી ગઈ હતી. 

ખેતરના એક ખૂણે એક ઝૂંપડી હતી. તેમાં ખેડૂત અને એની પત્ની ભોજન કરી રહ્યાં હતાં. ટોમી ભસ્યો એટલે ખેડૂત ઝૂંપડીમાંથી બહાર આવ્યો. એણે ટોમીને એક આખો રોટલો ખાવા માટે આપ્યો. ટોમીનું પેટ ભરાઈ ગયું. 

બીજા દિવસે ટોમી ઊંટને મળવા આવ્યો. ઘાયલ ઊંટ રાતોપીળો થઈને કહેઃ તું શું કામ ખેડૂતની ઝૂંપડીની બહાર જઈને ભસ્યો? તારો અવાજ સાંભળીને ખેડૂત બહાર આવ્યો ને મારા પર લાકડી ફેંકી. તારે કારણે મને માર પડયો. તું દોસ્ત નથી, ગદ્દાર છો!

એવામાં એક કૂતરો આવ્યો. ઊંટે પૂછ્યું: તારું નામ? કૂતરો કહેઃ ટોમી. ઊંટ કહેઃ તું મારો દોસ્ત બનીશ, ટોમી? ટોમી કહેઃ હા. હંુ પણ એક સરસ ફ્રેન્ડ શોધી રહ્યો છું. 

એક દિવસ ટોમી ઊંટને કહેઃ ચાલ, હું તને બાજરીના લીલાછમ ખેતરમાં લઈ જાઉં. બન્ને ખેતરમાં ગયાં. ઊંટ તો કૂણા કૂણા છોડ ખાવા લાગ્યું. ટોમી લટાર મારવા નીકળ્યું. 

દરમિયાન ખેડૂતની નજર દૂર ચરી રહેલા ઊંટ પર પડી. એ ક્રોધે ભરાઈને પોતાની ડાંગ લઈને ઊંટ તરફ દોડયો. ટોમી પણ એની સાથે સાથે પડયો. ખેડૂતે ડાંગનો છૂટ્ટો ઘા કર્યો. ડાંગ અથડાઈ સીધી ઊંટની ખૂંધ પર!

ટોમી કહેઃ અમે તો જેનું ખાઈએ એને વફાદાર રહીએ. ખેડૂતે મને અગાઉ પણ ઘણી વાર ખવડાવ્યું છે એટલે હું તો એને વફાદાર રહું જ ને! આટલું કહીને ટોમી જતો રહ્યો. ઊંટ વિચારવા લાગ્યો : મારે હવે નવેસરથી દોસ્તની શોધ કરવી પડશે...



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/FtudbDf
Previous
Next Post »