
નવી દિલ્હી, તા.04 મે-2023, રવિવાર
બોલિવૂડ અને મરાઠી ફિલ્મોમાં ભૂમિકા નિભાવનાર સદાબહાર ફિલ્મ અભિનેત્રી સુલોચના લાટકરનું 94 વર્ષની વયે નિધન થયું છે. મુંબઈની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. રવિવારે તેમને અંતિમ શ્વાસ લીધા છે. તેમનો ઉંમર સંબંધીત બિમારીઓ હતી. હવે તેમનું નિધન થઈ ગયું છે. સુલોચનાના અંતિમ સંસ્કાર સોમવારે દાદરના સ્મશાન ગૃહમાં કરવામાં આવશે. તેમની પુત્રી કંચન ધાણેકરે માતાના નિધનની પુષ્ટી કરી છે.
સુલોચનાએ અમિતાભ, ધર્મેન્દ્ર, દિલીપ કુમાર સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું
સુલોચના લાટકરે 1946માં આઈ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. તેમને પદ્મશ્રી પુરસ્કારથી પણ સન્માનિત કરાયા છે. તેમણે ફિલ્મ અબ દિલ્લી દૂર નહીં, બંદિની, દેવર, કટી પતંગ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. સુલોચનાએ અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને દિલીપ કુમાર સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. સુલોચના ફિલ્મોમાં આ ત્રણેય દિગ્ગજ અભિનેતાની માતાના રોલમાં ભૂમિકા અદા કરી હતી. તેમના નિધન પર બોલિવૂડના ઘણા કલાકારોએ શોક વ્યક્ત કર્યો છે.
સુલોચનાએ ધર્મેન્દ્રની માતાની ભૂમિકા નિભાવી
સુલોચના લાટકરે 1966માં આવેલી ફિલ્મ ‘આએ દિન બહાર કે’માં ધર્મેન્દ્રની માતાની ભૂમિકા નિભાવી હતી. ત્યારબાદ તેમણે 19 વર્ષ બાદ ફરી 1985માં આવેલી ફિલ્મ ‘ગુલામી’માં માતાની ભૂમિકા નિભાવી હતી. તેમની ફિલ્મોના ગીતો પણ ખુબ પસંદ કરવામાં આવતા હતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમનું ખુબ સન્માન કરવામાં આવતું હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/kQZdP18
ConversionConversion EmoticonEmoticon