
Image Source: Twitter
- હેલો ડેડી ફિલ્મમાં નિતિન ગોપીના પાત્ર અને અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
નવી દિલ્હી, તા. 04 જૂન 2023, રવિવાર
કન્નડ સિનેમાના ફેમસ અભિનેતા નીતિન ગોપીનું નિધન થયું છે. 39 વર્ષીય અભિનેતાનું શુક્રવારે હાર્ટ એટેકના કારણે નિધન થઈ ગયુ હતું. નીતિનના આકસ્મિક નિધનથી તેમના પરિવારને ઘેરો શોક લાગ્યો છે. ચાહકો પણ તેને ભારે હૃદય અને ભીની આંખો સાથે યાદ કરી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નીતિન ગોપી બેંગ્લોરમાં પોતાના ઘરે હતો ત્યારે અચાનક તેમને છાતીમાં દુખાવો થવા લાગ્યો. અભિનેતાની તબિયત બગડતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ હોસ્પિટલમાં તેમનું નિધન થઈ ગયું અને આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું. તમામ પ્રયાસો બાદ પણ ડોક્ટર નીતિનને બચાવી ન શક્યા.
નીતિન ગોપી કન્નડ ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીના ફેમસ અભિનેતા હતા. હેલો ડેડી ફિલ્મમાં તેના પાત્ર અને અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ ઉપરાંત નીતિન Keralida Kesari, Mutthinantha Hendati, Nishabdha જેવી ફિલ્મોમાં પણ નજર આવ્યા હતા. નીતિને પોપ્યુલર સિરીઝ પુનર્વિવાહમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમનો આ શો હિટ રહ્યો હતો.
ફિલ્મો ઉપરાંત નીતિને ટીવી પર પણ ઘણું કામ કર્યું છે. અભિનેતાએ સીરીયલ હર હર મહાદેવના કેટલાક એપિસોડમાં કેમિયો કર્યો હતો અને કેટલાક તમિલ શોમાં પણ અભિનય કર્યો હતો. નીતિનના નિર્દેશનને લઈને પણ ઘણી યોજનાઓ હતી. પરંતુ તેમના આકસ્મિક મૃત્યુથી સમગ્ર કન્નડ ઈન્ડસ્ટ્રીને મોટો આંચકો લાગ્યો છે. નીતિનનું જવું કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે મોટી ખોટ છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3L6w7Og
ConversionConversion EmoticonEmoticon