![]() |
|
image : Twitter |
નિર્દેશક એસએસ રાજામૌલીની બ્લોકબસ્ટર ફિલ્મ RRRમાં વિલનની ભૂમિકા ભજવનાર અભિનેતા રે સ્ટીવનસનનું નિધન થઈ ગયું છે. તેઓ 58 વર્ષના હતા. 25 મેના રોજ તેઓ તેમનો 59મો જન્મદિવસ ઉજવવાના હતા. અહેવાલો અનુસાર રેની પીઆર એજન્સી ઈન્ડિપેન્ડન્ટ ટેલેન્ટે તેમના નિધનના અહેવાલની પુષ્ટિ કરી છે. જોકે આ અંગે કોઈ વિગતો શેર કરાઈ નથી.
RRRમાં વિલનની ભૂમિકા ભજવી હતી
રે સ્ટીવનસને વિશ્વ સ્તરે હિટ ફિલ્મ RRR માં વિલન સ્કોટ બક્સટનની ભૂમિકા ભજવી હતી. તેમણે પોતાની ભૂમિકા જબરદસ્ત રીતે ભજવી અને દુનિયાભરના દર્શકોના દિલ જીતી લીધા. RRR સિવાય તેમણે માર્વેલની ફિલ્મ 'થોર'માં પણ કામ કર્યું હતું. તાજેતરમાં રે સ્ટીવનસન ઐતિહાસિક ડ્રામા ફિલ્મ '1242: ગેટવે ટુ ધ વેસ્ટ'માં જોવા મળ્યા હતા. ટૂંક સમયમાં તે ડિઝની પ્લસ હોટસ્ટારની શ્રેણી અહસોકાનો ભાગ બનવા જઈ રહ્યા હતા.
કેવી રીતે શરૂ થઈ ફિલ્મી સફર?
અભિનેતા રે સ્ટીવનસનનો જન્મ 25 મે 1964ના રોજ ઉત્તર આયરલેન્ડના લિસ્બર્નમાં થયો હતો. તેમણે 1990 ના દાયકાની શરૂઆતમાં તેમની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. પછી તે યુરોપિયન ટીવી સિરીઝ અને ફિલ્મોમાં દેખાયા હતા. તેમનો પહેલો મોટો બ્રેક 1998માં આવેલી ફિલ્મ 'ધ થિયરી ઓફ ફ્લાઇટ'માં હતો. ત્યારબાદ તે 'કિંગ આર્થર' (2004), 'પનિશરઃ વોર ઝોન' (2008), 'ધ બુક ઓફ એલી' (2010) અને 'ધ અધર ગાય' (2010) જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/STNgmvc

ConversionConversion EmoticonEmoticon