
- પુરૂષોને મોહિત કરતો સેક્સી પરિધાન
નગ્ન શરીર કરતાં અર્ધનગ્ન શરીર વધુ સેક્સી દેખાય છે તે વાત સાથે રંગીન મિજાજ ધરાવતી પ્રત્યેક વ્યક્તિ સહમત થાય છે. શ્રૂંગાર કરેલી પ્રત્યેક નારી સુંદર દેખાય છે પરંતુ શરીરના અંગ-ઉપાંગો ડોકિયાં કરતા હોય તેવા વસ્ત્રો પહેરેલી માનુની સેક્સી દેખાય છે. આમ તો એવા ઘણા પરિધાન છે જેનાથી આકર્ષક દેહ માદક દેખાય છે પરંતુ 'સ્લિપ' નારીદેહને એકદમ કામુક દેખાવ આપે છે.
સ્ત્રી-પુરુષના અંગત જીવનમાં સંતોષ અને સુખ અત્યંત જરૂરી છે. જો તેમનું જાતીય જીવન સંતુષ્ટ હશે તો જીવન પણ ખળખળ વહેતી નદીની ધારાની જેમ વહેતું રહેશે. જાતીય જીવનને કામુક બનાવવામાં સ્ત્રીના વસ્ત્રો પણ સારો એવો ભાગ ભજવે છે. પ્રિયતમના પ્રેમની ચરમસીમાને પામવા માટે સજીધજીને તૈયાર થયેલી મહિલાના અંતઃ વસ્ત્રો પણ સેક્સી હોવા જોઇએ. સેક્સી અંતઃવસ્ત્રો સુંદર શરીરને નીખારે છે. આ જ કારણસર બજારમાં રંગબેરંગી તથા જાતજાતની ડિઝાઇનના અંતઃ વસ્ત્રોમાં બ્રા-પેન્ટી બાદ સ્લિપ આવે છે.
લેસ મૂકેલી સ્લિક સાટીન કે અન્ય સિન્થેટિક કાપડની સ્તનયુગ્મના સૌંદર્યને વધારતી ટચૂકડી સ્લિપની કલ્પનાથી પણ રોમાંચિત થઇ જવાય છે. છેલ્લા થોડા સમયથી ફેશનેબલ વસ્ત્રોની શ્રેણીમાંથી સ્લિપ ગાયબ થઇ ગઇ હતી પરંતુ વળી પાછી આજની યુવાપેઢી સેક્સી સ્લિપનું મહત્વ સમજીને તેના તરફ વળી છે. છતાં હજી આજે પણ ઘણી માનુનીઓ મોટા સ્ટોરમાં જઇને સેક્સી સ્લિપની ખરીદી કરતાં અચકાય છે.
સ્લિપ શબ્દ સાંભળતાં જ સહુ પ્રથમ પારદર્શક પરિધાન નીચે પહેરવામાં આવતી સ્લિપની યાદ આવી જાય છે. ડ્રેસ નીચે પહેરવામાં આવતી સ્લિપ તદ્દન વેગળી જ હોય છે. એક સમયે ગરમીના દિવસોમાં બેડરૂમમાં પહેરવા માટે ખાસ એવી સ્લિપ બનાવવામાં આવતી હતી. તે જ પ્રમાણે કોઇક ડ્રેસને સેક્સી લુક આપવા માટે પણ અંદર ખાસ આ પ્રકારની લેસવાળી સ્લિપ પહેરવામાં આવતી હતી. સામાન્ય રીતે સ્લિપમાં લેસના પટ્ટા હોય છે તથા તેના ઉપરના ભાગમાં પણ એવી રીતે લેસ લગાડવામાં આવે છે કે તેનાથી ઉરોજની સુંદરતા વધે છે. તેની લંબાઇ નિતંબ સુધીની હોય છે એટલે ખુલ્લા પગ અત્યંત સેક્સી દેખાય છે. હાલમાં તો વિવિધ ફેશન ડિઝાઇનરો દ્વારા અત્યંત સેક્સી સ્લિપ બનાવવામાં આવે છે. જે પહેરેલી નારીને જોઇને પુરૂષ ઉત્તેજીત થઇ જાય છે. આજે સેક્સી પરિધાનોની યાદીમાં રંગીન સ્લિપનું નામ પહેલાં ક્રમાંકે આવે છે.
મોટેભાગે હોલીવુડની ફિલ્મોની અભિનેત્રીઓ સ્લિપમાં જોવા મળે છે. પિટર જેક્સને બનાવેલી 'કિંગકોન'માં ફિલ્મની હિરોઇન એન ડેરો રૂપેરી રંગની લેસ મૂકેલી સિલ્કની સ્લિપમાં સુંદર દેખાતી હતી. વિદેશી સુંદરીઓને સ્લિપમાં જોઇને ભારતીય નારીઓ પણ તેનું અનુકરણ કરતી થઇ છે. 'કેટ ઓન અ હોટ ટીન રુફ'માં લીઝ ટેલર સ્લિપમાં અત્યંત સેક્સી દેખાય છે. તેને જોઇને ઘણી ભારતીય સુંદરીઓ રાત્રે સેક્સી સ્લિપ પહેરી લીઝની જેવી ફેશન કર્યાનો સંતોષ માને છે.
ઐતિહાસિક રીતે હોલીવુડે સ્લિપને એકદમ સેક્સી બનાવી છે. પુરૂષને વશમાં કરવાના પેંતરા અજમાવતી ગોરી મેમ સેક્સી સ્લિપ પહેરીને તેને પોતાના મોહમાં લપેટતી હતી. લાલ, કાળા, ગુલાબી, પીળા કે ભૂરા રંગની સ્લિપ પહેરેલી સ્ત્રી પુરૂષને જાતીય રીતે ઉશ્કેરવા માટે પૂરતી છે, એમ ડિઝાઇનરો પણ માને છે.
એક સમયે બ્રાનું ચલણ નહોતું ત્યારે સ્લિપ જ પહેરવામાં આવતી હતી. પરંતુ સ્લિપને કારણે સ્તનનું ફિટિંગ રહેતું નહી અને તેથી ડ્રેસનું ફિટિંગ પણ બગડી જતું હતું તે કારણે પુશ-અ૫ બ્રા ચલણમાં આવી હતી. પરંતુ રાત્રે બ્રાના ફિટિંગથી સ્તનને મુક્ત કરી રાહતનો શ્વાસ લેવા માટે સ્લિપ પહેરવામાં આવતી હતી. ધીમેધીમે તેનો ઉપયોગ બેડરૂમમાં પહેરવાના વસ્ત્ર તરીકે થવા લાગ્યો હતો. સાટીનની લેસ મૂકેલી સ્લિપ પુરૂષોને ઉત્તેજીત કરતી હોવાથી તેને સેક્સી ડ્રેસનું બિરૂદ મળ્યું હતું. કેટલીક માનુનીઓ આ લિંગરીને દાદીમાના જમાનાની સ્ટાઇલ ગણીને હોંશેહોંશે પહેરે છે. જ્યારે અન્ય કેટલીક તો તેને ડ્રેસ તરીકે પણ ખપાવી દે છે. કેટલીક ફેશનપરસ્ત માનુનીઓ તો જિન્સ પર કે કાર્ડિંગન નીચે સ્લિપ પહેરતાં અચકાતી નથી.
આજકાલ અંગપ્રદર્શન કરતાં ડ્રેસની કમી નથી. ઘણા ફેશન ડિઝાઇનરો પણ વેસ્ટર્ન ડ્રેસના નામે અત્યંત ટૂંકા અને સેક્સી ડ્રેસ બનાવે છે તે કારણે કદાચ સ્લિપનું મહત્વ થોડું ઓછું થતું જાય છે. છતાં રાત્રે પહેરાતાં સેક્સી વસ્ત્રોમાં તેનું સ્થાન અડીખમ છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/YghIm0o
ConversionConversion EmoticonEmoticon