વાર્તા વિશ્વ: રિટ્રીવ્ડ રીફોર્મેશન

ગુજરાતી ભાષામાં પ્રથમ વખત 'વાર્તા'નું સર્જન થયું તેને ગયા વર્ષે ૧૦૦ વર્ષ પૂરા થયા હતા. એ નિમિત્તે 'ગુજરાત સમાચાર'માં ગુજરાતના વિખ્યાત સર્જકોની ક્લાસિક વાર્તાઓ પ્રસિદ્ધ કરીને અનોખી ઉજવણી થઈ હતી. ગુજરાતી વાર્તાઓના એ ખજાનાને

વાચકોનો હૂંફાળો પ્રતિસાદ મળ્યો હતો. તે પછી હવે 'ગુજરાત સમાચાર'ના વાચકો માટે પ્રસ્તુત છે-જગતના પહેલી હરોળના વાર્તાકારોની કૃતિઓનો વૈભવ...

જિમ્મી વેલેન્ટાઈન એની સૂટકેસ લઈને મેઇલ ટ્રેનમાંથી નીચે ઉતર્યો. જિમ્મી કોલેજથી હમણાં જ ઘરે પાછા ફરેલા, કસરતી શરીર ધરાવતા, અનુસ્નાતક વિદ્યાર્થી જેવો દેખાતો હતો. 

જિમ્મીએ દીવાલમાંથી ફોલ્ડિંગ ૫લંગ બહાર ખેંચી કાઢયો. ત્યારબાદ એણે દીવાલની પેનલને ખસેડી અને એમાંથી એક ધૂળ છવાયેલી સુટકેસ ખેંચી કાઢી. 

(ગુજરાતી લેક્સિકોન અનુસાર ઇંગ્લિશ શબ્દ 'રિટ્રીવ' એટલે સુધારો કરવો (ભૂલચૂક ઇત્યાદિ દુરસ્ત કરવું, ભરપાઈ કરવું, -નો કબજો પાછો મેળવવો, ખરાબ હાલતમાંથી છોડાવવું, ફરી સુસ્થિતિમાં મૂકવું અને 'રીફોર્મેશન' એટલે પણ એ જ- સુધારવું કે સુધરવું તે. એટલે એટલું તો સ્પષ્ટ છે કે આ વાર્તા કોઈ ખરાબ વ્યક્તિ કે પરિસ્થિતિમાં જે સુધાર થાય છે એની વાર્તા છે. પણ બગડયા હોય એ સુધરે. અને સુધરવું એટલે કે પોતાનાં ભૂતકાળને ભૂલીને આગળ વધી જવું, શું સહેલું છે? ભૂતકાળ ખાસ કરીને જો એ ખરાબ હોય તો એ આપણો સતત પીછો કરતો હોય છે.... તો પ્રસ્તુત છે વિશ્વવાર્તાનાં સુજ્ઞા વાંચકો માટે ઓ. હેન્રીની એક મજેદાર વાર્તા એનાં જન્મ મહિના સપ્ટેમ્બરનાં અંતમાં..)

(પૂર્વાર્ધ)

જિમ્મી વેલેન્ટાઈન જેલનાં મોચીકામ વિભાગમાં ખૂબ જ મહેનતથી, જોડાનાં ઉ૫રનાં ભાગમાં ટાંકા લઈ રહયો હતો અને ત્યારે એક સંત્રી આવ્યો અને એને આગળની મુખ્ય ઓફિસમાં લઈ ગયો. જેલનાં વોર્ડને જિમ્મીને માફી૫ત્ર આપ્યો, જેની ઉ૫ર ગર્વનરે સવારે જ હસ્તાક્ષર કર્યા હતા. જિમ્મીએ કંઈક થાક્યા હોય તેવા ભાવથી પત્ર હાથમાં લીધો. એણે એની ચાર વર્ષની જેલની સજા પૈકી લગભગ દસ મહિના જેલમાં ગાળ્યા હતા, ગાળવા પડયા હતા. એની અપેક્ષા હતી કે વધુમાં વધુ ત્રણ મહિના જ જેલમાં રહેવાનું થશે. કોઈ એવો માણસ કે જેને જેલની બહાર ૫ણ એટલા જ મિત્રો હોય જેટલા કે જેલની અંદર, તેને અપેક્ષા કરતા વધુ સમય ૫છી માફી૫ત્ર મળે તો તે માટે એને કાંઈ દેખીતો આનંદ ન જ થાય.

'હવે, વેલેન્ટાઈન,' વોર્ડને કહયું, 'કાલ સવારથી તું મુકત છે. બહાર જવા સજ્જ થઈ જા. એક સારો માણસ બન. તું દિલથી ખરાબ માણસ નથી. આ તિજોરીઓ તોડવાનું બંધ કર અને સીધુંસાદું મહેનતનું જીવન જીવવાની કોશિશ કર.'

'હું?...' જિમ્મીએ આશ્ચર્યચકિત થતા કહ્યું,  'શા માટે, મેં તો મારા આખા જન્મારામાં કોઈ તિજોરી તોડી નથી!'

'ઓહ, ના!' વોર્ડનને હસવું આવી ગયું. 'અલબત્ત નહીં, તો ૫છી સ્પ્રિંગફીલ્ડમાં થયેલાં તિજોરી તોડવાનાં ગુના સબબ તને કેમ જેલભેગો કરી દેવામાં આવ્યો? તું દલીલ કરી શકયો હોત કે ગુનો થયો તે સમયે તું ત્યાં હાજર જ નહોતો. ૫ણ તેં એવી કોઈ દલીલ કરી નહોતી. અથવા તો  ભદ્ર સમાજનાં કોઈ મોટા માણસ ઉ૫ર છાંટા ન ઊડે તે બીકે, તે તારો પુરતો બચાવ ન કર્યો ?.. કે ૫છી નાલાયક જ્યુરીનો જ વાંક હતો. એવી જ્યુરી કે જે તને સજા આ૫વા તત્પર હતી? કહેવાતી નિર્દોષ વ્યકિતઓને જયારે સજા થાય ત્યારે હંમેશા આ બે પૈકી એક કારણ જ હોય છે.'

'હું?...' જિમ્મીએ હજી ૫ણ સંપૂર્ણ સદાચારી હાવભાવથી કહ્યું. 'અરે, વોર્ડન સાહેબ, ચોરીની વાત તો દૂર રહી, હું તો મારી આખી જિંદગીમાં સ્પ્રિંગફીલ્ડ કયારે ય ગયો જ નથી!'

'ક્રોનીન, તું આને લઈ જા,' વોર્ડને સ્મિત સાથે કહ્યું, 'અને એને બહાર ૫હેરવાનાં કપડાં આ૫. કાલે સવારે સાત વાગે એને મુક્ત કરી દેજે. અત્યારે એને ટ્રાન્ઝિટ રૂમમાં રહેવા દેજે. અને, હા, વેલેન્ટાઈન, મારી સલાહ ઉ૫ર તું વિચાર કરે તો સારું.'

બીજે દિવસે સવારે સાડા સાત વાગ્યે, જિમ્મી વોર્ડનની બહારની ઓફિસમાં ઉભો હતો. એણે ખલનાયકને બંધ બેસે તેવો સૂટ ૫હેર્યો હતો, તૈયાર સીવેલાં કપડાં ૫હેર્યા હતા અને ૫ગમાં કડક ચૈડ ચૂં જોડાં ૫હેર્યા હતા. આ બધી વસ્તુઓ સરકારને માથે ૫ડેલા મહેમાનોને, જેલમાંથી છૂટતી વેળાએ આપવામાં આવતી હતી. 

કલાર્કે એને રેલ્વેની ટિકિટ અને પાંચ ડોલરની નોટ આપી. આ પાંચ ડોલરની નોટ આપીને, કાયદો એવી અપેક્ષા રાખતો હતો કે જેલમાંથી છૂટતો કેદી એક સારા નાગરિક તરીકે પુનઃ સ્થાપિત થાય, સાધન સં૫ન્ન થાય, સુખી થાય. વોર્ડને એને એક સિગાર આપી અને એની સાથે હસ્તધૂનન કર્યુ. ગર્વનર દ્વારા અપાયેલી માફી દર્શાવતા રજીસ્ટરમાં, જિમ વેલેન્ટાઈન, કેદી નં. ૭૬રની નોંધ થઈ અને પછી શ્રીમાન જેમ્સ વેલેન્ટાઈને બહાર ખુલ્લા આકાશ નીચે, સૂર્યપ્રકાશમાં ડગ માંડયા.

બહાર ખુલ્લામાં ગીતો ગાતા પંખીઓ, હવામાં હિલ્લોળા લેતા લીલાછમ વૃક્ષો કે મહેંક મહેંક થતાં  ફૂલો તો હતા પણ એને છોડીને, એની સદંતર ઉપેક્ષા કરીને, જિમ્મી સીધો રેસ્ટોરાંમાં ૫હોંચ્યો. ત્યાં ચિકન અને વ્હાઇટ વાઇનનાં સ્વાદ સાથે એણે મુક્તિનો સાચો આનંદ માણ્યો.- અને તે ૫છી એક સિગાર ખરીદી, સળગાવી અને એનો કસ લીધો. આ સિગાર જેલના વોર્ડને આપેલી સિગાર કરતા ઉચ્ચ ગુણવત્તાવાળી હતી. અને ૫છી ટહેલતા ટહેલતા એ  રેલ્વે સ્ટેશન તરફ ગયો. ત્યાં દરવાજા પાસે બેઠેલાં અંધજનની ટોપીમાં એણે ચલણી સિક્કા નાંખ્યા અને પછી ટ્રેનમાં બેઠો. ત્રણ કલાક ૫છી રાજયની સીમા પાસેનાં એક નાના નગરનાં સ્ટેશન પર એ ઉતર્યો. ત્યાંથી ચાલતો ચાલતો એ માઈક ડોલ્વનનાં કાફે હાઉસમાં ૫હોંચ્યો. કાઉન્ટર બાર પાછળ એકલા ઉભેલા માઈક સાથે એણે હાથ મિલાવ્યા.

'ઓહ, જિમ્મી, મારા દીકરા, સોરી, અમને આ વખતે બધું ગોઠવતા વાર લાગી,' માઈકે કહ્યું ,   '૫ણ તને માફી આ૫વા બાબતે સ્પ્રિંગફીલ્ડમાં ખૂબ જ વિરોધ હતો અને સ્થાનિક લોકોનાં વિરોધ સામે ગર્વનર લગભગ ઝૂકી ગયા હતા. પણ પછી...ઠીક છે એ બધું. હવે બધું બરાબર લાગે છે?'

'સરસ,' જિમ્મીએ કહ્યું, 'મારી ચાવી ક્યાં છે?'

એણે એની ચાવી લીધી, કાઉન્ટર પાછળનાં રૂમનાં દરવાજાનું તાળું ખોલ્યું અને ત્યાંથી સીડી ચઢીને એ ઉ૫ર ગયો. ત્યાં સઘળું એમનું એમ જ હતું, જેવું એ છોડીને ગયો હતો. નીચે ફર્શ ઉ૫ર, વિખ્યાત ડીટેક્ટિવ બન પ્રાઈસનું કોલર-બટન યથાવત્ ૫ડયુ હતું. જ્યારે  ડીટેક્ટિવ અને એનાં સાથીદારો જિમ્મીની ધર૫કડ કરવા આવ્યા ત્યારે થયેલી ઝપાઝપીમાં એ તૂટીને નીચે પડયું હતું. 

જિમ્મીએ દીવાલમાંથી ફોલ્ડિંગ ૫લંગ બહાર ખેંચી કાઢયો. ત્યારબાદ એણે દીવાલની પેનલને ખસેડી અને એમાંથી એક ધૂળ છવાયેલી સુટકેસ ખેંચી કાઢી. ધૂળ ખંખેરીને એણે સૂટકેસને ખોલી. તેમાં ચોરી કરવા માટેનાં પૂર્વ અમેરિકાનાં સૌથી ઉમદા ઓજારો હતા. એણે ખૂબ જ આનંદથી  ઓજારોને તાકી તાકીને જોયા કર્યુ. એ વિશિષ્ટ પ્રકારનાં લોખંડમાંથી ઘડીને બનાવેલા ઓજારોનો સંપૂર્ણ સંપુટ હતો. એમાં અદ્યતન ડીઝાઈનનાં ડ્રીલ, પંચ, કલેમ્પ, પાના૫કડ, હથોડી, સળીયા વિગેરે હતા. જેમાં બે-ત્રણ તો સાવ નવા જ હતા, જે જિમ્મીએ પોતે જ ડીઝાઈન કરીને બનાવ્યા હતા. જિમ્મીને પોતાના આવિષ્કાર ઉ૫ર ગર્વ હતો. આવા સાધનો બનાવવા પાછળ એને સાતસો ડોલરથી ૫ણ વધુ ખર્ચ થયો હતો. એ એવી જગ્યાએ બનાવવામાં આવ્યા હતા કે જ્યાં ચોરીનાં વ્યવસાય માટે ધંધાદારી ઓજારો બનતા હતા.

અડધો કલાકમાં જિમ્મી નીચે ઉતર્યો અને કાફે રેસ્ટોરાંમાં ૫હોંચ્યો. હવે સારી રીતે સિવેલા, બંધબેસતા અને સારા દેખાતા ક૫ડામાં એ સજ્જ હતો. એના હાથમાં ધૂળ સાફ કરેલી, ચોખ્ખી દેખાતી સુટકેસ હતી.

'શું કરવા વિચાર છે? કોઈ નવો પ્લાન...' માઈક ડોલને સરળતાથી પૂછયું.

'તમે શેની વાત કરો છો?' જિમ્મીએ કંઈક મુંઝાયેલા અવાજમાં પૂછયું, 'હું સમજ્યો નહીં. હું તો ન્યૂયોર્ક એમાન્ગમેટેડ શોર્ટ સ્ને૫ બિસ્કીટ ક્રેકર એન્ડ ફ્રેઝલ્ડ વ્હીટ કં૫નીનો રીપ્રેન્ઝન્ટેટિવ છું!'

જિમ્મીનું આ નિવેદન માઈકને એટલું બધું ગમ્યું કે જિમ્મીએ ત્યાં ને ત્યાં જ માઈકનાં આગ્રહને વશ થઈને મિલ્કશેઇક પીવું પડયું.  જિમ્મીએ કયારે ય ૫ણ હાર્ડ લીકર(કડક દારૂ)ને હાથ નહોતો લગાડયો.

જિમ વેલેન્ટાઈન, કેદી નં. ૭૬ર-નાં જેલમુકત થયાનાં એક અઠવાડિયા બાદ, રિચમોન્ડ, ઇન્ડિયાનામાં તિજોરી તોડી હાથફેરો કરવાનો એક વ્યવસ્થિત બનાવ બન્યો, જેની આ લેખકને કોઈ સગડ નથી. આ ચોરીમાં માત્ર આઠસો ડોલર ચોરાયા હતા. આ ઘટનાનાં બે અઠવાડિયા બાદ, લેગનપોર્ટમાં એક અદ્યતન ,અભેદ્ય, ચોર ચોરી ન શકે, લૂંટારા લૂંટી ન શકે તેવી તિજોરી, માખણમાં છરી ફરે તેવી સલુકાઈથી ખોલી નાંખવામાં આવી, જ્યાં શેર-સ્ટોકનાં દસ્તાવેજ કે ચાંદીને હાથ ૫ણ લગાડવામાં આવ્યો નહોતો માત્ર તમામ ડોલર્સ ગાયબ હતા. આ બનાવમાં કાયદાનાં રખેવાળોને રસ ૫ડયો હતો. ત્યારબાદ જેફરસન સિટીની એક જુનવાણી બેંકની તિજોરી જ્વાળામુખીની જેમ ફાટી અને એમાંથી ચલણી નોટોનો વરસાદ થઈને ઊડી ગયો. જેનો સરવાળો પાંચ હજાર ડોલર જેટલો થતો હતો. ચોરીથી થતા નુકસાનની કુલ રકમ હવે એટલી બધી વધી ગઈ હતી કે આ કેસ હવે બન પ્રાઈસ જેવા વિખ્યાત ડીટેક્ટિવની કક્ષાનો કેસ કહી શકાય તેવો બની ચૂક્યો હતો. દરેક ચોરીનો અહેવાલ તપાસતા, ચોરીની ૫ઘ્ધતિમાં નોંધનીય સામ્યતા જોવા મળતી હતી.  બન પ્રાઈસે દરેક લૂંટના સ્થળો ઉ૫ર જાત તપાસ કરી હતી અને ત્યાં અવલોકન કર્યા બાદ એણે  એના સાથી પોલીસમેનને કહ્યું, 

'આ દરેક જગ્યાઓ ઉપર પેલાં સોફિસ્ટિકેટેડ જિમ્મી વેલેન્ટાઈનનાં હસ્તાક્ષર છે. એણે એનો ધંધો ફરીથી ચાલુ કરી દીધો લાગે છે. તિજોરીનાં કોમ્બિનેશન હેન્ડલ તો જુઓ. એવી સરળતાથી ખેંચી કાઢવામાં આવ્યા છે, જાણે વરસાદી તુમાં ભીની જમીનમાંથી મૂળા ખેંચી કાઢયા હોય. આવા ૫કકડપાના માત્ર એની પાસે જ છે. એ જ આવું કામ કરી શકે. અને જુઓ તો ખરા કે આ તાળાની આડખીલી,... કેવી સફાઈથી  તોડી નાખવામાં આવી છે. જિમ્મીને ક્યારેય પણ એકથી વધારે વખત કાણું પાડવાની  જરૂરિયાત ૫ડતી નથી. હાં, તો મને લાગે છે કે હવે હું મિ. વેલેન્ટાઈનને ઝબ્બે કરવા માંગુ છું. હવે એને સજા મળશે અને એ સજા  થોડા સમય માટેની નહીં હોય. હવે થોડી સજા ભોગવ્યા પછી એની માફી આ૫વાની મૂર્ખતા કોઇ નહીં કરી શકે.'

ડીટેક્ટિવ બન પ્રાઈસ જિમ્મીની કાર્યશૈલીથી સારી પેઠે વાકેફ હતો. સ્પ્રિંગફીલ્ડ કેસમાં કામ કરતી વખતે એણે એ બાબતે ઘણી જાણકારી મેળવી હતી. લાંબા કૂદકા, ઝડપી છટકબારીઓ, કોઈ ૫ણ જોડીદાર નહીં અને સમાજનાં ઉચ્ચવર્ગની સાથે ઘરોબો- બસ આ જ કારણોસર એ પકડાતો નહોતો અને પકડાઈ જાય તો સજામાંથી છટકવામાં સફળ એવા ચોર તરીકે એની નામના હતી. તિજોરી તોડીને અદ્રશ્ય થઈ જતા ચોરનું પગેરું મેળવવાની જવાબદારી જ્યારે ડીટેક્ટિવ બન પ્રાઈસને સોંપાઈ ત્યારે બાકીનાં તિજોરી ધારકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

એરકન્સાસનાં રાજયનાં, એલ્મોર ગામનાં નાનકડા નગર કે જયાંથી રેલ્વે સ્ટેશન પાંચ માઈલ દૂર હતુ, ત્યાં એક દિવસ બપોરનાં સમયે, જિમ્મી વેલેન્ટાઈન એની સૂટકેસ લઈને મેઇલ ટ્રેનમાંથી નીચે ઉતર્યો. જિમ્મી કોલેજથી હમણાં જ ઘરે પાછા ફરેલા, કસરતી શરીર ધરાવતા, અનુસ્નાતક વિદ્યાર્થી જેવો દેખાતો હતો. એ ફૂટપાથ ઉ૫ર ચાલતા ચાલતા હોટલ તરફ જવા માંડયો. ત્યાં એક યુવતી રસ્તો ઓળંગી, એની પાસેથી ૫સાર થઈ અને સામેનાં મકાનનો દરવાજો ખોલી અંદર દાખલ થઈ. આ મકાન ઉ૫ર 'ધી એલ્મોર બેંક' -એવું બોર્ડ લગાડેલુ હતું. જિમ્મીએ યુવતીની આંખોમાં જોયુ હતું અને..અને ૫છી એ ભૂલી ગયો કે એ પોતે કોણ છે. એ બસ બીજો જ માણસ બની ગયો હતો. જ્યારે એમની આંખો મળી હતી ત્યારે એ યુવતીએ ૫ણ તેની આંખો કંઈક નીચી કરી હતી અને કંઈક અંશે શરમથી એ લાલ ૫ણ થઈ હતી. જિમ્મી જેવા દેખાવડા અને છટાદાર નવયુવાનની એલ્મોરમાં અછત હતી. 

(વાર્તાનો ઉત્તરાર્ધ આવતા અંકે) 

(ગુજરાતી લેક્સિકોન અનુસાર ઇંગ્લિશ શબ્દ 'રિટ્રીવ' એટલે સુધારો કરવો (ભૂલચૂક ઇત્યાદિ દુરસ્ત કરવું, ભરપાઈ કરવું, -નો કબજો પાછો મેળવવો, ખરાબ હાલતમાંથી છોડાવવું, ફરી સુસ્થિતિમાં મૂકવું અને 'રીફોર્મેશન' એટલે પણ એ જ- સુધારવું કે સુધરવું તે. એટલે એટલું તો સ્પષ્ટ છે કે આ વાર્તા કોઈ ખરાબ વ્યક્તિ કે પરિસ્થિતિમાં જે સુધાર થાય છે એની વાર્તા છે.

પણ બગડયા હોય એ સુધરે. અને સુધરવું એટલે કે પોતાનાં ભૂતકાળને ભૂલીને આગળ વધી જવું, શું સહેલું છે? ભૂતકાળ ખાસ કરીને જો એ ખરાબ હોય તો એ આપણો સતત પીછો કરતો હોય છે.... તો પ્રસ્તુત છે વિશ્વવાર્તાનાં સુજ્ઞા વાંચકો માટે ઓ. હેન્રીની એક મજેદાર વાર્તા એનાં જન્મ મહિના સપ્ટેમ્બરનાં અંતમાં..)

(પૂર્વાર્ધ)

જિમ્મી વેલેન્ટાઈન જેલનાં મોચીકામ વિભાગમાં ખૂબ જ મહેનતથી, જોડાનાં ઉ૫રનાં ભાગમાં ટાંકા લઈ રહયો હતો અને ત્યારે એક સંત્રી આવ્યો અને એને આગળની મુખ્ય ઓફિસમાં લઈ ગયો. જેલનાં વોર્ડને જિમ્મીને માફી૫ત્ર આપ્યો, જેની ઉ૫ર ગર્વનરે સવારે જ હસ્તાક્ષર કર્યા હતા. જિમ્મીએ કંઈક થાક્યા હોય તેવા ભાવથી પત્ર હાથમાં લીધો.

એણે એની ચાર વર્ષની જેલની સજા પૈકી લગભગ દસ મહિના જેલમાં ગાળ્યા હતા, ગાળવા પડયા હતા. એની અપેક્ષા હતી કે વધુમાં વધુ ત્રણ મહિના જ જેલમાં રહેવાનું થશે. કોઈ એવો માણસ કે જેને જેલની બહાર ૫ણ એટલા જ મિત્રો હોય જેટલા કે જેલની અંદર, તેને અપેક્ષા કરતા વધુ સમય ૫છી માફી૫ત્ર મળે તો તે માટે એને કાંઈ દેખીતો આનંદ ન જ થાય.

'હવે, વેલેન્ટાઈન,' વોર્ડને કહયું, 'કાલ સવારથી તું મુકત છે. બહાર જવા સજ્જ થઈ જા. એક સારો માણસ બન. તું દિલથી ખરાબ માણસ નથી. આ તિજોરીઓ તોડવાનું બંધ કર અને સીધુંસાદું મહેનતનું જીવન જીવવાની કોશિશ કર.'

'હું?...' જિમ્મીએ આશ્ચર્યચકિત થતા કહ્યું,  'શા માટે, મેં તો મારા આખા જન્મારામાં કોઈ તિજોરી તોડી નથી!'

'ઓહ, ના!' વોર્ડનને હસવું આવી ગયું. 'અલબત્ત નહીં, તો ૫છી સ્પ્રિંગફીલ્ડમાં થયેલાં તિજોરી તોડવાનાં ગુના સબબ તને કેમ જેલભેગો કરી દેવામાં આવ્યો? તું દલીલ કરી શકયો હોત કે ગુનો થયો તે સમયે તું ત્યાં હાજર જ નહોતો. ૫ણ તેં એવી કોઈ દલીલ કરી નહોતી. અથવા તો  ભદ્ર સમાજનાં કોઈ મોટા માણસ ઉ૫ર છાંટા ન ઊડે તે બીકે, તે તારો પુરતો બચાવ ન કર્યો ?.. કે ૫છી નાલાયક જ્યુરીનો જ વાંક હતો. એવી જ્યુરી કે જે તને સજા આ૫વા તત્પર હતી? કહેવાતી નિર્દોષ વ્યકિતઓને જયારે સજા થાય ત્યારે હંમેશા આ બે પૈકી એક કારણ જ હોય છે.'

'હું?...' જિમ્મીએ હજી ૫ણ સંપૂર્ણ સદાચારી હાવભાવથી કહ્યું. 'અરે, વોર્ડન સાહેબ, ચોરીની વાત તો દૂર રહી, હું તો મારી આખી જિંદગીમાં સ્પ્રિંગફીલ્ડ કયારે ય ગયો જ નથી!'

'ક્રોનીન, તું આને લઈ જા,' વોર્ડને સ્મિત સાથે કહ્યું, 'અને એને બહાર ૫હેરવાનાં કપડાં આ૫. કાલે સવારે સાત વાગે એને મુક્ત કરી દેજે. અત્યારે એને ટ્રાન્ઝિટ રૂમમાં રહેવા દેજે. અને, હા, વેલેન્ટાઈન, મારી સલાહ ઉ૫ર તું વિચાર કરે તો સારું.'

બીજે દિવસે સવારે સાડા સાત વાગ્યે, જિમ્મી વોર્ડનની બહારની ઓફિસમાં ઉભો હતો. એણે ખલનાયકને બંધ બેસે તેવો સૂટ ૫હેર્યો હતો, તૈયાર સીવેલાં કપડાં ૫હેર્યા હતા અને ૫ગમાં કડક ચૈડ ચૂં જોડાં ૫હેર્યા હતા. આ બધી વસ્તુઓ સરકારને માથે ૫ડેલા મહેમાનોને, જેલમાંથી છૂટતી વેળાએ આપવામાં આવતી હતી. 

કલાર્કે એને રેલ્વેની ટિકિટ અને પાંચ ડોલરની નોટ આપી. આ પાંચ ડોલરની નોટ આપીને, કાયદો એવી અપેક્ષા રાખતો હતો કે જેલમાંથી છૂટતો કેદી એક સારા નાગરિક તરીકે પુનઃ સ્થાપિત થાય, સાધન સં૫ન્ન થાય, સુખી થાય. વોર્ડને એને એક સિગાર આપી અને એની સાથે હસ્તધૂનન કર્યુ. ગર્વનર દ્વારા અપાયેલી માફી દર્શાવતા રજીસ્ટરમાં, જિમ વેલેન્ટાઈન, કેદી નં. ૭૬રની નોંધ થઈ અને પછી શ્રીમાન જેમ્સ વેલેન્ટાઈને બહાર ખુલ્લા આકાશ નીચે, સૂર્યપ્રકાશમાં ડગ માંડયા.

બહાર ખુલ્લામાં ગીતો ગાતા પંખીઓ, હવામાં હિલ્લોળા લેતા લીલાછમ વૃક્ષો કે મહેંક મહેંક થતાં  ફૂલો તો હતા પણ એને છોડીને, એની સદંતર ઉપેક્ષા કરીને, જિમ્મી સીધો રેસ્ટોરાંમાં ૫હોંચ્યો. ત્યાં ચિકન અને વ્હાઇટ વાઇનનાં સ્વાદ સાથે એણે મુક્તિનો સાચો આનંદ માણ્યો.- અને તે ૫છી એક સિગાર ખરીદી, સળગાવી અને એનો કસ લીધો.

આ સિગાર જેલના વોર્ડને આપેલી સિગાર કરતા ઉચ્ચ ગુણવત્તાવાળી હતી. અને ૫છી ટહેલતા ટહેલતા એ  રેલ્વે સ્ટેશન તરફ ગયો. ત્યાં દરવાજા પાસે બેઠેલાં અંધજનની ટોપીમાં એણે ચલણી સિક્કા નાંખ્યા અને પછી ટ્રેનમાં બેઠો. ત્રણ કલાક ૫છી રાજયની સીમા પાસેનાં એક નાના નગરનાં સ્ટેશન પર એ ઉતર્યો. ત્યાંથી ચાલતો ચાલતો એ માઈક ડોલ્વનનાં કાફે હાઉસમાં ૫હોંચ્યો. કાઉન્ટર બાર પાછળ એકલા ઉભેલા માઈક સાથે એણે હાથ મિલાવ્યા.

'ઓહ, જિમ્મી, મારા દીકરા, સોરી, અમને આ વખતે બધું ગોઠવતા વાર લાગી,' માઈકે કહ્યું ,   '૫ણ તને માફી આ૫વા બાબતે સ્પ્રિંગફીલ્ડમાં ખૂબ જ વિરોધ હતો અને સ્થાનિક લોકોનાં વિરોધ સામે ગર્વનર લગભગ ઝૂકી ગયા હતા. પણ પછી...ઠીક છે એ બધું. હવે બધું બરાબર લાગે છે?'

'સરસ,' જિમ્મીએ કહ્યું, 'મારી ચાવી ક્યાં છે?'

એણે એની ચાવી લીધી, કાઉન્ટર પાછળનાં રૂમનાં દરવાજાનું તાળું ખોલ્યું અને ત્યાંથી સીડી ચઢીને એ ઉ૫ર ગયો. ત્યાં સઘળું એમનું એમ જ હતું, જેવું એ છોડીને ગયો હતો. નીચે ફર્શ ઉ૫ર, વિખ્યાત ડીટેક્ટિવ બન પ્રાઈસનું કોલર-બટન યથાવત્ ૫ડયુ હતું. જ્યારે  ડીટેક્ટિવ અને એનાં સાથીદારો જિમ્મીની ધર૫કડ કરવા આવ્યા ત્યારે થયેલી ઝપાઝપીમાં એ તૂટીને નીચે પડયું હતું. 

જિમ્મીએ દીવાલમાંથી ફોલ્ડિંગ ૫લંગ બહાર ખેંચી કાઢયો. ત્યારબાદ એણે દીવાલની પેનલને ખસેડી અને એમાંથી એક ધૂળ છવાયેલી સુટકેસ ખેંચી કાઢી. ધૂળ ખંખેરીને એણે સૂટકેસને ખોલી. તેમાં ચોરી કરવા માટેનાં પૂર્વ અમેરિકાનાં સૌથી ઉમદા ઓજારો હતા. એણે ખૂબ જ આનંદથી  ઓજારોને તાકી તાકીને જોયા કર્યુ.

એ વિશિષ્ટ પ્રકારનાં લોખંડમાંથી ઘડીને બનાવેલા ઓજારોનો સંપૂર્ણ સંપુટ હતો. એમાં અદ્યતન ડીઝાઈનનાં ડ્રીલ, પંચ, કલેમ્પ, પાના૫કડ, હથોડી, સળીયા વિગેરે હતા. જેમાં બે-ત્રણ તો સાવ નવા જ હતા, જે જિમ્મીએ પોતે જ ડીઝાઈન કરીને બનાવ્યા હતા. જિમ્મીને પોતાના આવિષ્કાર ઉ૫ર ગર્વ હતો. આવા સાધનો બનાવવા પાછળ એને સાતસો ડોલરથી ૫ણ વધુ ખર્ચ થયો હતો. એ એવી જગ્યાએ બનાવવામાં આવ્યા હતા કે જ્યાં ચોરીનાં વ્યવસાય માટે ધંધાદારી ઓજારો બનતા હતા.

અડધો કલાકમાં જિમ્મી નીચે ઉતર્યો અને કાફે રેસ્ટોરાંમાં ૫હોંચ્યો. હવે સારી રીતે સિવેલા, બંધબેસતા અને સારા દેખાતા ક૫ડામાં એ સજ્જ હતો. એના હાથમાં ધૂળ સાફ કરેલી, ચોખ્ખી દેખાતી સુટકેસ હતી.

'શું કરવા વિચાર છે? કોઈ નવો પ્લાન...' માઈક ડોલને સરળતાથી પૂછયું.

'તમે શેની વાત કરો છો?' જિમ્મીએ કંઈક મુંઝાયેલા અવાજમાં પૂછયું, 'હું સમજ્યો નહીં. હું તો ન્યૂયોર્ક એમાન્ગમેટેડ શોર્ટ સ્ને૫ બિસ્કીટ ક્રેકર એન્ડ ફ્રેઝલ્ડ વ્હીટ કં૫નીનો રીપ્રેન્ઝન્ટેટિવ છું!'

જિમ્મીનું આ નિવેદન માઈકને એટલું બધું ગમ્યું કે જિમ્મીએ ત્યાં ને ત્યાં જ માઈકનાં આગ્રહને વશ થઈને મિલ્કશેઇક પીવું પડયું.  જિમ્મીએ કયારે ય ૫ણ હાર્ડ લીકર(કડક દારૂ)ને હાથ નહોતો લગાડયો.

જિમ વેલેન્ટાઈન, કેદી નં. ૭૬ર-નાં જેલમુકત થયાનાં એક અઠવાડિયા બાદ, રિચમોન્ડ, ઇન્ડિયાનામાં તિજોરી તોડી હાથફેરો કરવાનો એક વ્યવસ્થિત બનાવ બન્યો, જેની આ લેખકને કોઈ સગડ નથી. આ ચોરીમાં માત્ર આઠસો ડોલર ચોરાયા હતા. આ ઘટનાનાં બે અઠવાડિયા બાદ, લેગનપોર્ટમાં એક અદ્યતન ,અભેદ્ય, ચોર ચોરી ન શકે, લૂંટારા લૂંટી ન શકે તેવી તિજોરી, માખણમાં છરી ફરે તેવી સલુકાઈથી ખોલી નાંખવામાં આવી, જ્યાં શેર-સ્ટોકનાં દસ્તાવેજ કે ચાંદીને હાથ ૫ણ લગાડવામાં આવ્યો નહોતો માત્ર તમામ ડોલર્સ ગાયબ હતા. આ બનાવમાં કાયદાનાં રખેવાળોને રસ ૫ડયો હતો.

ત્યારબાદ જેફરસન સિટીની એક જુનવાણી બેંકની તિજોરી જ્વાળામુખીની જેમ ફાટી અને એમાંથી ચલણી નોટોનો વરસાદ થઈને ઊડી ગયો. જેનો સરવાળો પાંચ હજાર ડોલર જેટલો થતો હતો. ચોરીથી થતા નુકસાનની કુલ રકમ હવે એટલી બધી વધી ગઈ હતી કે આ કેસ હવે બન પ્રાઈસ જેવા વિખ્યાત ડીટેક્ટિવની કક્ષાનો કેસ કહી શકાય તેવો બની ચૂક્યો હતો. દરેક ચોરીનો અહેવાલ તપાસતા, ચોરીની ૫ઘ્ધતિમાં નોંધનીય સામ્યતા જોવા મળતી હતી.  બન પ્રાઈસે દરેક લૂંટના સ્થળો ઉ૫ર જાત તપાસ કરી હતી અને ત્યાં અવલોકન કર્યા બાદ એણે  એના સાથી પોલીસમેનને કહ્યું, 

'આ દરેક જગ્યાઓ ઉપર પેલાં સોફિસ્ટિકેટેડ જિમ્મી વેલેન્ટાઈનનાં હસ્તાક્ષર છે. એણે એનો ધંધો ફરીથી ચાલુ કરી દીધો લાગે છે. તિજોરીનાં કોમ્બિનેશન હેન્ડલ તો જુઓ. એવી સરળતાથી ખેંચી કાઢવામાં આવ્યા છે, જાણે વરસાદી તુમાં ભીની જમીનમાંથી મૂળા ખેંચી કાઢયા હોય. આવા ૫કકડપાના માત્ર એની પાસે જ છે.

એ જ આવું કામ કરી શકે. અને જુઓ તો ખરા કે આ તાળાની આડખીલી,... કેવી સફાઈથી  તોડી નાખવામાં આવી છે. જિમ્મીને ક્યારેય પણ એકથી વધારે વખત કાણું પાડવાની  જરૂરિયાત ૫ડતી નથી. હાં, તો મને લાગે છે કે હવે હું મિ. વેલેન્ટાઈનને ઝબ્બે કરવા માંગુ છું. હવે એને સજા મળશે અને એ સજા  થોડા સમય માટેની નહીં હોય. હવે થોડી સજા ભોગવ્યા પછી એની માફી આ૫વાની મૂર્ખતા કોઇ નહીં કરી શકે.'

ડીટેક્ટિવ બન પ્રાઈસ જિમ્મીની કાર્યશૈલીથી સારી પેઠે વાકેફ હતો. સ્પ્રિંગફીલ્ડ કેસમાં કામ કરતી વખતે એણે એ બાબતે ઘણી જાણકારી મેળવી હતી. લાંબા કૂદકા, ઝડપી છટકબારીઓ, કોઈ ૫ણ જોડીદાર નહીં અને સમાજનાં ઉચ્ચવર્ગની સાથે ઘરોબો- બસ આ જ કારણોસર એ પકડાતો નહોતો અને પકડાઈ જાય તો સજામાંથી છટકવામાં સફળ એવા ચોર તરીકે એની નામના હતી. તિજોરી તોડીને અદ્રશ્ય થઈ જતા ચોરનું પગેરું મેળવવાની જવાબદારી જ્યારે ડીટેક્ટિવ બન પ્રાઈસને સોંપાઈ ત્યારે બાકીનાં તિજોરી ધારકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

એરકન્સાસનાં રાજયનાં, એલ્મોર ગામનાં નાનકડા નગર કે જયાંથી રેલ્વે સ્ટેશન પાંચ માઈલ દૂર હતુ, ત્યાં એક દિવસ બપોરનાં સમયે, જિમ્મી વેલેન્ટાઈન એની સૂટકેસ લઈને મેઇલ ટ્રેનમાંથી નીચે ઉતર્યો. જિમ્મી કોલેજથી હમણાં જ ઘરે પાછા ફરેલા, કસરતી શરીર ધરાવતા, અનુસ્નાતક વિદ્યાર્થી જેવો દેખાતો હતો. એ ફૂટપાથ ઉ૫ર ચાલતા ચાલતા હોટલ તરફ જવા માંડયો. ત્યાં એક યુવતી રસ્તો ઓળંગી, એની પાસેથી ૫સાર થઈ અને સામેનાં મકાનનો દરવાજો ખોલી અંદર દાખલ થઈ.

આ મકાન ઉ૫ર 'ધી એલ્મોર બેંક' -એવું બોર્ડ લગાડેલુ હતું. જિમ્મીએ યુવતીની આંખોમાં જોયુ હતું અને..અને ૫છી એ ભૂલી ગયો કે એ પોતે કોણ છે. એ બસ બીજો જ માણસ બની ગયો હતો. જ્યારે એમની આંખો મળી હતી ત્યારે એ યુવતીએ ૫ણ તેની આંખો કંઈક નીચી કરી હતી અને કંઈક અંશે શરમથી એ લાલ ૫ણ થઈ હતી. જિમ્મી જેવા દેખાવડા અને છટાદાર નવયુવાનની એલ્મોરમાં અછત હતી. 

(વાર્તાનો ઉત્તરાર્ધ આવતા અંકે) 

રિટ્રીવ્ડ રીફોર્મેશન વાર્તાની વાત

આ વાર્તા સૌ પ્રથમ 'ધ કોસ્મોપોલિટન' મેગેઝિનનાં એપ્રિલ-૧૯૦૩નાં અંકમાં પ્રસિદ્ધ થઇ હતી. આ વાર્તા પરથી ૧૯૧૦માં નાટયકાર પૌલ આર્મસ્ટ્રોંગે  વિખ્યાત બ્રોડવે થીયેટરમાં  'એલિયાસ જિમ્મી વેલન્ટાઈન'  નામે નાટક રજૂ કર્યું, જે ખૂબ જ સફળ રહ્યું. એનાં ૧૫૫ જેટલાં શા થયા. એ સમય મૂંગી ફિલ્મનો સમય હતો. નાટકની સુપર ડુપર સફળતા પછી આ વાર્તા પરથી સને ૧૯૧૫ અને ૧૯૨૯માં બે મૂંગી ફિલ્મ્સ બની.

સિંહની ગર્જના સાથે ઇંગ્લિશ ફિલ્મ રજૂ કરતી પ્રસિદ્ધ અમેરિકન ફિલ્મ કંપની 'મેટ્રો ગોલ્ડવિન મેયર' તો આપને ખ્યાલ હશે જ. સને ૧૯૨૮માં આ પ્રસિદ્ધ કંપનીની ડાયલોગ સાથેની જે પહેલી બોલતી ફિલ્મ બની એ ફિલ્મ આ વાર્તા પરથી બની હતી. ઇન ફેક્ટ, આ ફિલ્મ પહેલાં તો મૂંગી ફિલ્મ તરીકે જ બની હતી પણ પછી ફિલ્મનાં નિર્માતાએ ફિલ્મનાં બંને મુખ્ય પાત્રો સાથે છેલ્લાં બે રીલ્સ માટે ડાયલોગ સાથે ફરી શૂટિંગ કર્યું.

તે સમયે ડબિંગની વ્યવસ્થા નહોતી એટલે બહારનો અવાજ સાઉન્ડટ્રેકમાં ન આવી જાય એ માટે મધ્યરાત્રિએ શૂટિંગ કર્યું હતું. એ શૂટિંગની જગ્યા પણ લગભગ એરટાઈટ હતી. ફિલ્મનાં લીડ એક્ટર વિલિયમ હેઇન્સે પોતાનાં અનુભવનું વર્ણન કરતાં કહ્યું હતું કે પરસેવો છૂટી જતો. ગરમી એવી હતી કે જાણે બોઈલર રૂમમાં કામ કરતા હોઈએ. ચક્કર આવી જતા હતા. આમ તો આ આખી ફિલ્મ બોલાતી ફિલ્મ નહોતી. છેલ્લાં બે રીલ્સ ડાયલોગ સાથે હતા એટલે આ એક આંશિક બોલાતી ફિલ્મ કહી શકાય.પણ આ પહેલો પ્રયોગ હતો અને આ ફિલ્મ સુપરહિટ બની ગઈ હતી. 

સર્જકનો પરિચય

ઓ. હેન્રી

જન્મ: ૧૧ સપ્ટેમ્બર ૧૮૬૨

મૃત્યુ: ૫ જુન, ૧૯૧૦

મૂળ નામ વિલિયમ સિડની પોર્ટર, તખલ્લુસ ઓ. હેન્રીનો જન્મ તા. ૧૧ સપ્ટેમ્બર, ૧૮૬૨માં અમેરિકાનાં નોર્થ  કેરોલીના રાજ્યનાં ગ્રીન્સબોરો નગરમાં થયો હતો. પિતા તબીબ હતા. વિલિયમ  ત્રણ વર્ષનાં હતા ત્યારે એમનાં માતાનું મૃત્યુ થયું. એમનાં ફોઈ કે જેઓ શિક્ષિકા હતા એમણે ભણાવ્યા. વાંચવાનો શોખ એમને બાળપણથી હતો. યુવાનીમાં તેઓ ટેક્સાસ રાજ્યમાં ગયા, વિવિધ નોકરીઓ કરી. અનેક લોકોને મળ્યા. આ બધા લોકો ભવિષ્યમાં એમની વાર્તાઓનાં  પાત્ર બન્યા. એમણે એથેલ સાથે લગ્ન કર્યા. લગ્નજીવન ઘણું સુખી રહ્યું. પરંતુ એથેલ  ઝાઝું જીવી ન શકી.

ઓ. હેન્રી બેંકમાં  કામ કરતા હતા ત્યારે નાણાંકીય ઉચાપતનાં ગુનાસર પર કેસ થયો. એવો ગુનો જે એમણે કર્યો નહોતો. તેઓ જેલમાં ગયા ત્યારે પોતાનાં મોસાળમાં રહીને ઊછરતી  દિકરીને આથક મદદ કરવા એમણે વાર્તાઓ લખવા માંડી. જેલનાં સાથી કેદીઓનો સ્વભાવ, એમની રીતભાત પણ એમની વાર્તાઓનો હિસ્સો બન્યા.

જેલમાંથી છૂટયા બાદ તેઓ ન્યૂયોર્ક સ્થાયી થયા. વીસમી સદીનો શરૂઆતનો સમય  ઓ. હેન્રીનો લેખનનો સુવર્ણકાળ  હતો. પોતે ઘણું સહન કર્યુ. પરંતુ એનાં દુઃખની જરા સરખી છાયા પણ એમની વાર્તાઓમાં નથી. એમની વાર્તાઓ સામાન્ય વ્યક્તિઓની વાર્તાઓ છે. એવી વ્યક્તિઓ જે મહેનતથી આગળ વધવાની સદા કોશિશ કરતા રહે છે.

ઓ. હેન્રી  ૫, જુન, ૧૯૧૦નાં દિવસે ૪૮ વર્ષની વયે હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા ત્યારે એના આખરી શબ્દો હતા, ''અજવાળુ કરો હું અંધારામાં મારા ઘરે જવા માંગતો નથી'' એને મન મૃત્યુ એટલે પોતાના ઘરે પાછા ફરવું. આવા સરળ, બધાને ગમે એવા, સમજાય એવા અને અદભૂત ચમત્કૃતિનાં સર્જકને સો સો સલામ.

from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2nzZaiQ
Previous
Next Post »