
- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્
- જાતિવાદના શાપે ભારતને હજુ પણ ભરડામાં લઈ રાખ્યું છે
- ધાર્મિક, જાતિય, ભાષાકીય જેવી સર્વોપરિતાઓ પણ જોવા મળી રહી છે
- ભારતમાં સદીઓ સુધી જાતિવાદ તથા જાતિભેદ પ્રવર્તતો હતો
ગયા સપ્તાહમાં અમેરિકાના ટેકસાસ રાજ્યના એક મોલમાં બનેલી ગોળીબારની ઘટનામાં ભારતની ૨૭ વર્ષની યુવતિ ઐશ્વર્યા થાટીકોન્ડાનું ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું. ગોળીબાર કરનારને ભૂતપૂર્વ સુરક્ષા ગાર્ડ મૌરિસિઓ ગારસિઆ તરીકે ઓળખી કઢાયો હતો.આ ઘટનામાં અન્ય સાત વ્યક્તિઓના પણ મોત થયા હતા. હત્યારો આમાંથી કોઈને પણ ઓળખતો નહતો અને તેમની સામે તેને કોઈ દૂશમનાવટ પણ નહોતી.
ગારસિઆના સોશ્યલ મીડિયા પેજિસ પર નજર નાખતા જણાયું હતું કે તે શ્વેત સર્વોપરિતાથી પીડાતો હતો. શ્વેત ચામડી સાથેની પ્રજા સર્વશ્રેષ્ઠ છે માટે કાળી, ઘઉંવર્ણી તથા પીળી ચામડી સાથેની પ્રજાને િ ધક્કારવી જોઈએ તેવુ તે માનતો હોવાનું તેના મીડિયા પેજિસ સૂચવતા હતા. અશ્વેત કરતા શ્વેત ચામડી સાથેની પ્રજા દરેક રીતે સર્વશ્રેષ્ઠ હોવાની માન્યતાને વૈજ્ઞાાનિક, ક્રાંતિકારી, બાયોલોજિકલ જેવી કોઈપણ થિઅરી ટેકો આપતી નથી. વિશ્વના શ્રેષ્ઠ એથ્લેટિસ અશ્વેતો છે. વિશ્વની સૌથી મોટી બેન્ક ચીનની માલિકીની છે. વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની આરબોની છે. રૂ, દૂધ તથા ફિલ્મોના ઉત્પાદનમાં ભારત અગ્રક્રમે છે.
નાઝીવાદનો ખાતમો
શ્વેત સર્વોપરિતા એ નવી માન્યતા નથી. નાઝીઓ શ્વેત જર્મનીઓને 'શ્રેષ્ઠ જાતિ' માનતા હતા અને અન્ય જાતિના લોકો જેમ કે સ્લેવ્સ, રોમા, જ્યુસ તથા અન્ય વંશિય જુથોને તેઓ નબળી જાતિના લોકો તરીકે જોતા હતા. ફાસીવાદીઓ અતિ રાષ્ટ્રવાદમાં માનતા હતા, પરંતુ સમય જતા તેમણે પણ જાતિભેદની વિચારધારા અપનાવી દીધી હતી અને યહુદી વિરોધી બની ગયા હતા. જો કે વિવિધ જાતિના બનેલા દળોના જુથ દ્વારા બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ફાસીવાદી તથા નાઝીવાદીઓનો ખાતમો બોલાઈ ગયો હતો.
વિશ્વમાં માત્ર શ્વેત સર્વોપરિતાની થિઅરી જ પ્રવર્તે છે એવું નથી પરંતુ ધાર્મિક, જાતિય, ભાષાકીય જેવી સર્વોપરિતાઓ પણ જોવા મળી રહી છે. સર્વોપરિતાના દરેક પ્રકાર ભારતમાં જોવા મળી રહ્યા છે. જ્યોતિબા ફુલે, નારાયણ ગુરુ, ઈ.વી.આર. પરિયાર રામાસ્વામી, બાબાસાહેબ આંબેડકર જેવા સુધારાવાદીના આગમન પહેલા ભારતમાં સદીઓ સુધી જાતિવાદ તથા જાતિભેદ પ્રવર્તતો હતો. જાતિવાદના શાપે ભારતને હજુપણ ભરડામાં લઈ રાખ્યું છે.
સર્વોપરિતાવાદને પ્રોત્સાહન
સનાતન ધર્મમાં માનનારાઓ, આરએસએસ, ભાજપ તથા અસંખ્ય અન્ય સંગઠનોને કારણે ધાર્મિક સર્વોપરિતાને નવજીવન મળ્યું છે. નરેન્દ્ર મોદી સરકારની રચના પહેલા ભારતમાં મોટેભાગે બિનસાંપ્રદાયિકતા પ્રવર્તતી હતી. ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહલાર નેહરુ બ્રિટિશકાળમાં બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતા પરંતુ તેઓ દ્રઢપણે બિનસાંપ્રદાયિકતામાં માનતા હતા. દલિત સમાજમાં જન્મેલા ડો. બાબાસાહેબ આંબેડકરે દેશના બંધારણની રચના કરી હતી અને તેમાં ભારતને બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર જાહેર કરાયું હતું. બહુમતિ ધરાવતા હિન્દુઓના શકય પ્રભાવ સામેથી લઘુમતિઓ તથા તેમના હક્કોને આપણા બંધારણે રક્ષણ પૂરું પાડયું છે. આ રક્ષણને કારણે વિવિધ જાતિના લોકો દેશમાં શાસકો સામે સલામત રહી શકયા છે. શાસકો તરફથી કોઈપણ કથિત અન્યાયને જજો ફાવવા દેતા નથી. મોટાભાગના હિન્દુઓ ધાર્મિક વૈવિધ્યતાને માન આપે છે.
રાજકીય પક્ષો વચ્ચે હોડ
અનેક રાજકીય પક્ષો, જેમના નેતાઓ બિનસાંપ્રદાયિક હોવાનો દેખાવ કરતા હોય છે, તેઓ પોતે કોઈ ચોક્કસ ધર્મની સાથે છે તેવું દેખાડવા એકબીજા સામે હોડમાં ઊતરતા હોય છે. કર્ણાટક રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં આ ચિત્ર જોવા મળ્યું હતું. અહીં બજરંગ દળના મુદ્દાની વાત છે. બજરંગ દળના મુદ્દાને મારી મચડીને બજરંગ બલિ તરફ ઘસડી જવાયો હતો. રાજકીય લડતને હનુમાનના ભક્તો તથા અન્ય ધર્મમાં માનનારા વચ્ચેની લડતમાં ફેરવી દેવાનો ભાજપ દ્વારા પ્રયાસ કરાયો હતો. બીજા કોઈ તો ઠીક પરંતુ દેશના વડાપ્રધાન પણ પોતાના ચૂંટણી પ્રચારના પ્રારંભ અને અંતમાં બજરંગ બલિને લઈ આવ્યા હતા. હદ તો ત્યારે થઈ હતી જ્યારે મતદાન કરતા પહેલા મતદારોને જય બજરંગ બલિ બોલવા હાકલ કરાઈ હતી. ચૂંટણી કાયદાનો આ એક ખુલ્લો ભંગ હતો છતાં ચૂંટણી પંચે કોઈ પગલાં લીધા નહોતા.
કર્ણાટકની કુલ લોકસંખ્યામાં ૧૨.૯૨ ટકા મુસ્લિમ્સ અને ૧.૮૭ ટકા ખ્રિસ્તીઓ છે. (૨૦૧૧ના સેન્સસ પ્રમાણે). આમછતાં ચૂંટણીમાં ઉમેદવારી પૂરી પાડવામાં ભાજપ દ્વારા તેમને અવગણવામાં આવ્યા હતા.
કેન્દ્ર સરકારમાં પ્રધાન સત્યપાલ સિંઘ બાઘેલે ગણ્યાગાંઠયા મુસ્લિમો સહિષ્ણુ છે તેવું નિવેદન કરીને ભાજપના નેતાઓનો અસ્પષ્ટ મત પ્રદર્શિત કરી દીધો હતો. આ પણ કદાચ એક યુક્તિ છે. બંધારણના મૂળભૂત પાયા તથા તેની સાથે કઈ રીતે છેડછાડ કરી શકાય નહીં તેની લોકો વાતો કરતા રહેતા હોય છે. આ દેશનો મૂળભૂત પાયો ૧૧૯૨ પહેલા અખંડ ભારત હિન્દુ રાષ્ટ્ર જેવો છે.
હું જાણું છું ત્યાં સુધી, દેશના ચોક્કસ ધર્મના લોકો સામેના અન્યાયને ભાજપની કોઈ નેતાગીરીએ ક્યારેય વખોડયો નથી. ધાર્મિક સર્વોપરિતાવાદ હિંસક બન્યો છે. આ સર્વોપરિતાવાદને ચલાવી લેવો કે તેને ખતમ કરવો તે અંગે નિર્ણય કરવાની પ્રથમ તક કર્ણાટકના મતદાતાઓને મળી હતી અને ચૂંટણીના પરિણામો પરથી ભવિષ્યમાં શું છુપાયેલું છે તેની કડી મળી રહ્યાનું હું માનું છું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/PMBUSv9
ConversionConversion EmoticonEmoticon