
- પરિણામે ફિલ્મના પ્રચારનું કામ 15 દિવસ બંધ રાખવામાં આવ્યું
મુંબઇ : અદા શર્માની હાલ રિલીઝ થયેલી ફિલ્મ ધ કેરલ સ્ટોરી બોક્સ ઓફિસ પર નાણાં છલકાવી રહી છે. ફિલ્મનું દિગ્દર્શન સુદીપ્તો સેનનું છે. આ ફિલ્મ યુવતીઓના ધર્મ પરિવર્તન કરીને તેમને આતંકી સંગઠન સાથે જોડવાની હકીકત દર્શાવે છે. હવે આ ફિલ્મના દિગ્દર્શક સુદીપ્તો સેનને તબિયત બગડતા ંતેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ ફિલ્મનો પ્રચાર ૧૫ દિવસ સુધી બંધ રાખવામાં આવ્યો છે. કહેવાય છે કે, સુદીપ્તોની તબિયત અચાનક જ બગડી ગઇ છે, આ પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં ાવ્યા છે. ફિલ્મને લઇને ચાલી રહેલા વિવાદ અને વધુ પડતી વ્યસ્તતાને કારણે તેઓ આ માનસિક તાણમાં આવી જતાં તેમની તબિયત અચાનક જ બગડી ગઇ.
રિપોર્ટના અનુસાર, સુદીપ્તો પોતાની ફિલ્મને પ્રમોટ કરવા માટે ઘણા સમયથી સફર કરી રહ્યા હતા. તેવામાં વધુ પડતી તાણના કારણે તે બીમાર પડી ગયા છે. હવે ધ કેરલ સ્ટોરીનું પ્રમોશન થોડા દિવસો માટે રોકવામાં આવ્યું છે.
કહેવાય છે કે, સુદીપ્તો સાજા થયા પછી ૧૦ શહેરોમાં ધ કેરલ સ્ટોરીને પ્રમોટ કરવાની યોજના બનાવી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/DKgu1h4
ConversionConversion EmoticonEmoticon