
- આ જ દિગ્દર્શક અલ્લૂ અર્જુનનો ફેવરિટ છે
મુંબઇ : સાઉથનો સુપરસ્ટાર પ્રભાસ વ્યસ્ત અભિનેતાઓમાંનો એક છે. તેની આગામી ફિલ્મ આદિપુરુષ રિલીઝ થવાની તૈયારીમાં છે. હવે સુપરસ્ટાર પ્રભાસને લઇને એક અપડેટ છે.
સોશયલ મીડિયાના પોર્ટલની માનીએ તો, દિગ્દર્શક ત્રિવિક્રમ શ્રીનિવાસ પાસે ઘણી રસપ્રદ વાર્તાઓ છે. જેમાંથી તે એક પુષ્પા સ્ટાર અલ્લૂ અર્જુન સાથે બનાવાનો છે. જ્યારે અન્ય એક વાર્તા માટે તેણે પ્રભાસનો સંપર્ક કર્યો છે. પ્રભાસને ત્રિવિક્રમની વાર્તા પસંદ પડી છે. રિપોર્ટના અનુસાર, ત્રિવિક્રમ હાલ મહેશ બાબુ સાથે ચાલી રહેલા પ્રોજેક્ટ એસએસએમબી ૨૮ સાથે વ્યસ્ત છે. દિગ્દર્શક પાસે થોડી વાર્તાઓના રસપ્રદ આઇડિયાઝ પણ છે. જેમાંથી એક અલ્લૂ ર્્જુન સાથે નક્કી થઇ ગઇ છે. જ્યારે બીજી માટે તે પ્રભાસ સાથે વાતચીત થઇ રહી છે. આ ફિલ્મમાં પ્રભાસ માટે અક અલગ જ સ્પેસ હશે.
જ ોબધુ સમૂસુથરું પાર પડશે તો પ્રભાસની ત્રિવિક્રમ સાથેની આ પ્રથમ ફિલ્મ હશે. આ એક બિગ બજેટ ફિલ્મ હશે જે પાન ઇન્ડિયા ફિલ્મ બનશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/P8rsRuo
ConversionConversion EmoticonEmoticon