![]() |
| Image instagram |
તા. 14 મે 2023, રવિવાર
છેલ્લા કેટલાક દિવસોથી પરિણીતિ અને રાઘવ ચઢ્ઢાની સગાઈ મીડિયામાં છવાયેલી છે. ગઈકાલ તા. 13 મે ના રોજ દિલ્હીના કપુરથલા હાઉસ ખાતે પરિણીતિ અને રાઘવ ચઢ્ઢાની સગાઈ ધામધુમથી સંપન્ન થઈ. આ ખાસ પ્રસંગ્રે રાજકીય આગેવાનો અને ફિલ્મી જગતના કેટલાક મોટા સ્ટાર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રિયંકા ચોપડા તેના બધા જ કામ પડતા મુકી લંડનથી દિલ્હી આવી પહોચી
નાની બહેનની સગાઈમાં આ પ્રસંગ્રે પ્રિયંકા ચોપડા તેના બધા જ કામ પડતા મુકી લંડનથી દિલ્હી આવી પહોચી હતી. પરિણીતિની સગાઈમાં તેણે લાઈમ ગ્રીન કલરની રફલ સાડી પહેરી હતી.
સાડીમાં પ્રિયંકાને જોતા તે બિલકુલ નવા અંદાજમાં દેખાઈ રહી હતી.
દેશી ગર્લ જેવા અંદાજમાં તેણે પરિણીતિની સગાઈમાં હાજરી આપી હતી. અને મોટા ભાગના લોકોની નજર તેના પર હતી. પરિણીતિની સગાઈમાં તેણે લાઈમ ગ્રીન કલરની રફલ સાડી પહેરલી તેને જોતા તે બિલકુલ નવા અંદાજમાં દેખાઈ રહી હતી. તેના ફેન્સ આવા અંદાજમાં જોઈ અંચબામા પડી ગયા હતા.
બહેનની સગાઈમાં તેણે પહેરેલી સાડીની કિંમત માત્ર 78 હજાર 700 રુપિયા છે
પ્રિયંકાના આવા અંદાજ જોઈ લોકો તેની વખાણ કરી થાકતા નથી. આવો જાણીએ કે પરિણીતિની સગાઈમાં તેણે જે લાઈમ ગ્રીન કલરની રફલ સાડી પહેરી હતી તેની કિંમત કેટલી છે. બહેનની સગાઈમાં તેણે પહેરેલી સાડીની કિંમત માત્ર 78 હજાર 700 રુપિયા છે.
આ નવા અંદાજમાં જોતા લોકો તેને દેશી ઠાઠ કહી કોમેન્ટ કરી રહ્યા હતા.
સાડીની કિંમત સાંભળીને નવાઈ લાગી હશે. પરંતુ તેના આ નવા અંદાજમાં જોતા લોકો તેને દેશી ઠાઠ કહી રહ્યા હતા. જો કે પ્રિયંકા લાઈમ લાઈટ સાડીમાં બિલકુલ અલગ જ લાગતી હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/SO1FewK

ConversionConversion EmoticonEmoticon