
- દારૂના કટિંગ ટાણે પોલીસે રેડ પાડી, 1.66 લાખનો દારૂ જપ્ત
- આણંદ એલસીબીએ બાતમીના આધારે ખેતરમાં દરોડો પાડયો અને દારૂનો જથ્થો હાથ લાગ્યો
આણંદ એલસીબી પોલીસની ટીમ ગતરોજ રાત્રીના સુમારે પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન આણંદ તાલુકાના વલાસણ ગામે રહેતો અને અગાઉ પ્રોહીબીશનના ગુનામાં ઝડપાયેલ અલ્પેશભાઈ બંસીલાલ પટેલ તથા વલાસણના જયેશભાઈ વિજયભાઈ તળપદાએ વિદેશી દારૂનો જથ્થો બહારથી મંગાવી વલાસણ ગામે આવેલ રાવજીભાઈની ખરી પાછળના ખેતરમાં ઉતાર્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી મોડી રાત્રીના સુમારે પોલીસની ટીમે બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો માર્યો હતો. જેમાં ઘટના સ્થળેથી ત્રણ શખ્સો રંગેહાથ ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે તપાસ કરતા સ્થળ પરથી વિદેશી દારૂની ૨૯ પેટી તથા બીયરના ૨૦ ટીન મળી આવ્યા હતા. જેની અંદાજિત કિં.રૂા.૧,૬૬,૪૦૦ જેટલી થવા જાય છે. પોલીસે ઝડપાયેલ શખ્સોના નામ ઠામ અંગે પૂછપરછ કરતા તે અલ્પેશભાઈ બંસીભાઈ પટેલ, વિજયભાઈ ગોરધનભાઈ તળપદા અને જયેશભાઈ વિજયભાઈ તળપદા (તમામ રહે.વલાસણ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેઓની અંગઝડતીમાંથી રોકડા રૂા.૫૫ હજાર તેમજ ત્રણ મોબાઈલ તથા એક મોટરસાયકલ મળી કુલ્લે રૂા.૨,૪૪,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે પકડાયેલ ત્રણેય શખ્સોની પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો અમીત ઉર્ફે પમો શનાભાઈ તળપદાએ મંગાવ્યો હોવાની અને ઉક્ત ત્રણેય શખ્સો આ વિદેશી દારૂનો જથ્થો લેવા આવ્યા હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે ચારેય શખ્સો વિરુધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી અમીત ઉર્ફે પમો તળપદાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/htaLIe4
ConversionConversion EmoticonEmoticon