
- શાકુંતલમ ફલોપ થયા બાદ સામંથા પર નવી આફત
- સુપરફલોપ 'લાઈગર'માં નુકસાનીનું વળતર નહિ મળે ત્યાં સુધી આ ફિલ્મ રિલીઝ નહીં કરે
મુંબઈ: સાઉથના લોકપ્રિય સ્ટાર વિજય દેવરકોંડા અને હોટ હિરોઈન સામંથા રુથ પ્રભુની 'કુશી' ફિલ્મ રીલીઝ પહેલાં જ વિવાદમાં સપડાઈ ગઈ છે. કેટલાય ડિસ્ટ્રિબ્યૂટર્સ દ્વારા આ ફિલ્મને રીલીઝ માટે નહીં સ્વીકારવાની જાહેરાત કરાઈ છે.
હૈદરાબાદમાં જ્યુબિલી હિલ્સ ખાતે કેટલાક ડિસ્ટ્રિબ્યૂટર્સ દ્વારા આ ફિલ્મ સામે દેખાવો કરવામાં આવ્યા હતા. વિજય દેવરકોંડાની આ પહેલાંની ફિલ્મ 'લાઈગર' સુપરફલોપ પુરવાર થઈ હતી. તેને ઊંચા ભાવે ખરીદનારા કેટલાય ડિસ્ટ્રિબ્યૂટર્સ બાદમાં પસ્તાયા હતા. તેમણે આ નુકસાનીનું વળતર ચૂકવવા માગણી કરી છે. જ્યાં સુધી આ વળતરના મુદ્દાનો ઉકેલ ન આવે ત્યાં સુધી તેઓ 'કુશી' ફિલ્મ ડિસ્ટ્રિબ્યૂટ નહિ કરે તેવી ચિમકી તેમણે આપી છે.
સામંથા માટે તો આ નવી આફત છે. તેની ફિલ્મ 'શાકુંતલમ' તાજેતરમાં ફલોપ ગઈ છે. તે પછી તેને હિટ ફિલ્મની તાતી જરુર છે. સાઉથના પ્રોડયૂસરો કહી રહ્યા છે કે સામંથાની કેરિયર હવે ખતમ થઈ ગઈ છે. આ સંજોગોમાં વિજય દેવરકોંડા જેવા સ્ટાર સાથેની 'કુશી' પણ વિવાદમાં સપડાતાં સામંથામાટે મોટી તકલીફ સર્જાઈ શકે છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/8XxEOrG
ConversionConversion EmoticonEmoticon