
- સ્ક્રિપ્ટ બાબતે રણબીર અને અનુરાગ વચ્ચે ડખો
- કિશોરની પર્સનલ લાઈફ પર વધુ ફોક્સ કરવાનું રણબીરનૂં સૂચન અનુરાગે ફગાવી દીધું
મુંબઇ: બોલીવૂડના લિજન્ડરી સિંગર કિશોર કુમારની બાયોપિકમાં કિશોર કુમારની ભૂમિકા માટે હવે રણબીર કપૂરને બદલે રણવીર સિંહ ફાઈનલ થાય તેવી શક્યતા ચર્ચાઈ રહી છે.
દિગ્દર્શક અનુરાગ બસુ આ ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતે શરુ થઈ શકે છે. કેટલાંય વર્ષોથી એવું નક્કી મનાતું હતું કે રણબીર કપૂર જ કિશોર કુમારનો મુખ્ય રોલ ભજવશે. જોકે, એક ચર્ચા અનુસાર રણબીર કપૂરે આ ફિલ્મની સ્ટોરીમાં કિશોર કુમારની અંગત જિંદગીની ઘટનાો પર વધુ ફોક્સ કરવા સૂચવ્યું હતું જોકે, અનુરાગ બસુએ તે માટે ઈનકાર કરી દીધો હતો. તે પછી રણબીરને આ પ્રોજેક્ટમાં ખાસ રસ રહ્યો નથી.
આથી, હવે સર્જકોેએ રણવીરને આ ફિલ્મ ઓફર કરી હોવાનું કહેવાય છે. જોકે, મુશ્કેલી એ છે કે હાલ કમર્શિઅલી રણવીર સિંહ નિષ્ફળ જઈ રહ્યો છે. તેની આગામી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની ' સફળ થાય તો ફિલ્મના ફાઈનાન્સિઅર રણવીરના નામ માટે સંમત થઈ શકે છે.
દરમિયાન, કદાચ સંજય લીલા ભણશાળી 'બૈજુ બાવરા' માટ ેપણ રણવીરને ફાઈનલ કરી શકે છે. જોકે, સંજય લીલા ભણશાળીને પણ ફાઈનાન્સનો પ્રોબ્લેમ નડી રહ્યો છે. જો, આ સમસ્યાનો અંત આવે તો રણવીર 'બૈજૂ બાવરા'ને પ્રાથમિકતા આપે તેવી શક્યતા છે.
થોડા સમય પહેલા સમાચાર હતા કે ફરહાન અખ્તરની 'ડોન'ના ત્રીજા ભાગમાં ડોનની મુખ્ય ભૂમિકા પણ રણવીરને ઓફર થઈ છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/n8M4Hqv
ConversionConversion EmoticonEmoticon