Image Source: Twitter
- મુંબઈનાં બાંદ્રા કાર્ટર રોડ પર બનાવવામાં આવશે આ હોટલ
- આ પ્રોપર્ટી સલમાન ખાનની માતા સલમા ખાનના નામે છે
મુંબઈ, તા. 20 મે 2023, શનિવાર
સલીમ ખાન બોલીવુડનું એ નામ છે જેમણે એકથી ચઢતી એક ફિલ્મોની કહાની લખી છે. તેમનો દીકરો સલમાન ખાન બોલીવુડનો એ દિગ્ગજ એક્ટર છે જે વર્ષોથી કરોડો ફેન્સના દિલ પર રાજ કરી રહ્યો છે. સલમાનને ગાડીઓનો ખૂબ જ શોખ છે. તાજેતરમાં જ તેણે બુલેટપ્રૂફ કાર ખરીદી હતી તે ખૂબ જ ચર્ચામાં રહી હતી. માહિતી મળી રહી છે કે, હવે બોલીવુડના ભાઈજાન એટલે કે, સલમાન ખાન મુંબઈમાં એક 19 માળની હોટલ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છે જે દરિયા કિનારે બનાવાશે. સલમાનની આ હોટલ કુતુબ મિનારની ઉંચાઈ જેવી જ હશે.
બોલીવુડ સ્ટાર્સ મોટાભાગે લક્ઝરી એપાર્ટમેન્ટ અને બંગલા ખરીદે છે. પરંતુ હવે બોલીવુડના 'ભાઈજાન' સલમાન ખાન અને તેનો પરિવાર મુંબઈમાં એક લક્ઝુરિયસ હોટેલ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે જે દરિયા કિનારે હશે.
સલમાન ખાનની માતા સલમા ખાનના નામ પર છે પ્રોપર્ટી
અહેવાલ પ્રમાણે સલમાન ખાનનો પરિવાર બાંદ્રાના કાર્ટર રોડ પર 19 માળની બિલ્ડીંગ હોટેલ બનાવવા જઈ રહ્યો છે. આ સી ફિસિંગ એરિયો છે અને અહીંનો નજારો ખૂબ જ શાનદાર છે. જ્યારે ખાન્સે આ મિલકત ખરીદી ત્યારે તેને રહેણાંક મકાનમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. પરંતુ બાદમાં પ્લાનમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો હતો. આ પ્રોપર્ટી સલમાન ખાનની માતા સલમા ખાનના નામે છે.
કુતુબ મિનાર જેવી હશે હોટલની ઉંચાઈ
સલમાન ખાન અને તેના પરિવારની આ 19 માળની હોટલની ઊંચાઈ દેશની રાજધાની દિલ્હીમાં સ્થિત કુતુબ મિનાર કરતા થોડી ઓછી હશે. જણાવવામાં આવી રહ્યું છે કે 19 માળની હોટલ 69.9 મીટરની હશે, જ્યારે કુતુબ મિનારની ઊંચાઈ 73 મીટર છે.
આ આધુનિક સુવિધાઓથી હશે સજ્જ
બીએસીને સબમિટ કરાયેલા પ્રસ્તાવમાં આ બિલ્ડિંગમાં પહેલા માળે કેફે અને રેસ્ટોરન્ટ હશે. જ્યાં બીજા ફ્લોર પર બેસમેન્ટ, ત્રીજા ફ્લોર પર જીમ અને સ્વિમિંગ પૂલ, ચોથા ફ્લોરને સર્વિસ ફ્લોર તરીકે બનાવવામાં આવશે. બિલ્ડિંગના પાંચમા અને છઠ્ઠા ફ્લોરનો કન્વેન્શન સેન્ટર તરીકે ઉપયોગ કરવામાં આવશે. બિલ્ડિંગના પ્લાનમાં હોટલ માટે સાતમાથી 19મા માળ સુધીની જગ્યા રાખવામાં આવી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/pMZKzaY
ConversionConversion EmoticonEmoticon