
- બે સારા કલાકારોને થિયેટર મળતું નથી
- આ ફિલ્મ થિયેટરને બદલે સીધી ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ થશે
મુંબઇ : મનોજ બાજપેયી અને નવાઝુદ્દિન સિદ્દિકી બંને ફરી એક ફિલ્મમાં સાથે આવવાના છે. જોકે, આ ફિલ્મ થિયેટરમાં રીલીઝ થવાની નથી. સીધા ઓટીટી પર જ તેની રજૂઆત કરવામાં આવશે.
ફિલ્મની કથા કે અન્ય કલાકારો અંગે હજુ કોઈ જાહેરાત કરાઈ નથી.
બંનેની આ નવી ફિલ્મની જાહેરાત બાદ જોકે, કેટલાય ચાહકોએ એવો વસવસો વ્યક્ત કર્યો હતો કે બે સારા કલાકારોની ફિલ્મ મોટા પડદે ન જોવા મળે તે અફસોસની વાત છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ નવાઝે પણ હિંદી સિનેમાના કોમર્શિઅલાઈઝેન તથા સ્ટારપાવર વિશે આકરી ટિપ્પણીઓ કરી હતી.
મનોજ બાજપાયી અને નવાઝુદ્દીન સિદ્દીકી બન્ને હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દમદાર એકટર્સ છે.તેમણે ગેન્સ ઓફ વાસેપુરમાં સાથે કામ કર્યુ હતું. જેમાં મનોજે નવાજના પિતાની ભૂમિકા નિભાવી હતી.
મનોજ અને નવાઝુદ્દીન બન્ને નેશનલ સ્કુલ ઓફ ડ્રામામાંથી તાલીમ લીધી છે. ફિલ્મ શૂલમાં મનોજે મુખ્ય ભૂમિકા ભજવી હતી, જ્યારે નવાઝે રેસ્ટોરન્ટમાં વેઇટરની ભૂમિકા ભજવી હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/SRFA5sY
ConversionConversion EmoticonEmoticon