સેવાલિયા પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ગંદકીનું સામ્રાજ્ય


- નદીમાં જંગલી વનસ્પતી ઉગી નીકળી, ગંદકીના ઢગ

- સ્નાન માટે આવતા શ્રદ્ધાળુઓમાં કચવાટ, રસ્તો નવો બનાવવા માંગ

સેવાલિયા : મહીસાગર નદીને શ્રદ્ધાળુઓ લોકમાતા તરીકે ઓળખાય છ,ે તેમજ શ્રદ્ધાળુ આ પવિત્ર મહીસાગર નદીમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે.  મહીસાગર નદીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ખાસ તેમજ ગંદકી હોવાના કારણે શ્રદ્ધાળુઓ સ્નાન કરતા ખચકાય છે તેમજ સ્નાન ક્યાં કરવું તે ગંભીર પ્રશ્ન ઉદભવે છે અને તેઓની લાગણી દુભાય છે. 

મહીસાગર નદીમાં જવાનો જે માર્ગ છે તે ખૂબ જ તૂટી ગયેલો હોવાના કારણે મહીસાગર નદીએ જતા શ્રદ્ધાળુઓ વૃદ્ધો મહિલાઓ બાળકો ત્યાં જતા આવતા પડી જાવાથી ઇજાઓ થવાનું જોખમ રહેલું છે આ મહીસાગર નદીમાં આસપાસના લગભગ ૨૦ જેટલા ગામોના શ્રદ્ધાળુઓ અહીં સ્નાન કરવા આવતા હોય છે તેમજ તાજેતરમાં ઉનાળુ વેકેટ હોવાના કારણે ગરમીમાં રાહત મેળવવા આસપાસના બાળકો તેમજ જુવાની આવો સ્નાન કરવા આવતા હોય છે પરંતુ ખૂબ જ ગંદકી અને ઘાસ જેવી વનસ્પતિ ઉગ ગયેલી હોવાના કારણે સ્નાન ક્યાં કરવું તે ગંભીર પ્રશ્ન ઉદભવે છે. તંત્ર દ્વારા નદીમાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવે અને રસ્તો બનાવવામાં આવે તેવી શ્રદ્ધાળુઓની માંગણી   છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/KBAIjuC
Previous
Next Post »