![]() |
| Image FB |
તા. 22 મે 2023, સોમવાર
આજ કાલ પઠાણ અને આરઆરઆર જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર 1 હજાર કરોડથી વધારેનો બિઝનેશ કરી રહી છે. આવી ફિલ્મોને બનાવવા પાછળ સેકડો લોકોની મહેનત હોય છે. શૂટિંગ માટે ભવ્ય સેટ તૈયાર કરવામાં આવે છે. અને ફિલ્મ સ્ટારોના કપડાં પણ મોંઘા ડિઝાઈનરો દ્વારા બનાવવામાં આવતા હોય છે. કેટલીક ફિલ્મોનું બજેટ 300 થી 400 કરોડ સુધીનું હોય છે. અને આવી ફિલ્મોના એકટર્સના કોસ્યુમ પાછળ પણ કરોડોના ખર્ચ થતા હોય છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યુ કે ફિલ્મોમાં જે અભિનેતા અભિનેત્રીઓએ જે કપડાં પહેરીને શૂટિંગ કર્યુ હોય તેનું શુ થાય છે.? આવો આજે તેના વિશે જાણીએ.
બોલીવુડ ફિલ્મોમાં પહેરેલા કપડાને પછી તેનુ શું થાય છે?
ભારતમા દરેક પ્રકારની ફિલ્મો બનતી હોય છે, જેમાથી કેટલીક ફિલ્મો દર્શકોને વધુ પસંદ આવતી હોય છે. જેમ તે દેવદાસ, જોધા અકબર , પદ્માવત અને પોન્નિયિન સેલ્વનનું નામ મોખરે છે. અને આવી મોટા બજેટ વાળી ફિલ્મોમાં સ્પેશિયલ કોસ્યુમ તૈયાર કરાવવામાં આવતા હોય છે. અને ઐતિહાસિક કપડાંઓની બોલી બોલવામા આવતી હોય છે. અને તે પણ કરોડોમાં તેની બોલી બોલાતી હોય છે. ફિલ્મ દેવદાસમાં માધુરી દીક્ષિતની 'હમપે યે કિસને રંગ ડાલા ' ગીતમાં પહેરેલા કોસ્યુમની નીલામી કરવામાં આવી હતી. મીડિયાના અહેવાલ પ્રમાણે માધુરીનો લહેંગો 2 થી 3 કરોડમાં વેચાયો હતો.
કપડાંને મિક્ષ કરીને ફરી બીજી ફિલ્મોમાં તેનો ઉપયોગ કરાય છે
આ ઉપરાંત ક્યારેક ક્યારેક ફિલ્મોમાં લીડ એક્ટર્સ દ્વારા પહેરવામાં આવેલા કપડાંને બીજી ફિલ્મોમાં સાઈડ એક્ટર્સને પહેરવા માટે આપવામાં આવતા હોય છે. તો કેટલીક વાર પ્રોડેક્શન હાઉસ દ્વારા કપડાંને મિક્ષ કરીને ફરી બીજી ફિલ્મોમાં તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
ઓછા બજેટની ફિલ્મોના કોસ્યુમ
મોટા બજેટવાળી ફિલ્મોમાં તો આ રીતે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, પરંતુ નાના બજેટવાળી ફિલ્મોમાં કોસ્યુમનો ખર્ચો બચાવવામાં આવે છે. અને તેને ભાડા પર લાવવામાં આવે છે. અને શૂટિંગ પુરૂ થઈ ગયા પછી તેને પરત આપી દેવામાં આવતા હોય છે. જો કે આવુ ટીવી સીરુયલ્સમાં વધારે જોવા મળે છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/a0cdDPW

ConversionConversion EmoticonEmoticon