ભૂમેલ ગામે મધરકેર સ્કૂલમાં આગ લાગતા દોડધામ મચી


- મંગળવારે રાત્રે પોણા દશે લાગેલી આગ રાત્રે 1 વાગ્યે કાબૂમાં આવી

- રિસેપ્શન, બેઝમેન્ટ અને પહેલા માળ સુધી આગ પ્રસરી ગઇ, જાનહાની ટળતા હાશકારો

નડિયાદ : નડિયાદ તાલુકાના ભૂમેલ ગામે મધરકેર સ્કૂલ આવેલી છે. આ શાળામાં આજે સવારે રિસેપ્શન એરિયામાં અચાનક ભભુકી ઉઠેલી આગમાં તમામ સામાન સળગી જતા ભારે નુકશાન થયું હતું. આ બનાવની જાણ થતાં નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે પાણીનો છંટકાવ કરી આગ બુઝાવવામાં આવી હતી.

નડિયાદ તાલુકાના ભૂમેલ ખાતે મધરકેર સ્કૂલ આવેલી છે. આ સ્કૂલના રિસેપ્શન એરિયામાં મંગળવાર સવારે અચાનક આગ લાગતા અફડા તફડી મચી જવા પામી હતી. 

આ આગના બનાવની જાણ થતાં જ નડિયાદ ફાયરબ્રિગ્રેડની ટીમ બે વોટર બ્રાઉઝર સાથે ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પરંતુ આ આગ એટલી પ્રચંડ હતી કે ફાયર બ્રિગેડ આવે તે પહેલાં સ્કૂલના રિસેપ્શન, બેઝમેન્ટ અને પહેલા માળે આગ પ્રસરી ગઈ હતી. 

આ આગના કારણે સ્કૂલમાં ભારે નુકસાન થયુ હતુ. આ આગની જ્વાળાથી સ્કૂલના મુખ્ય દરવાજાના તમામ કાચ તુટીગયા હતા એટલું જ નહીં બેજમેન્ટમાં રાખવામાં આવેલ દસ્તાવેજો અને નોટબુકો, પાઠય પુસ્તકો બળીને ખાખ થઈ ગયા હતા. નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે પાણીનો છંટકાવ કરી આગ બુઝાવતા વધારે નુકશાન થતું નિવારવામાં આવ્યું હતુ.

આગ મંગળવારે રાત્રે પોણા દશ વાગ્યે લાગી હતી જે રાત્રે ૧ વાગ્યે કાબૂમાં આવી હતી. ફાયરબ્રિગેડ દ્વારા ૨૪ હજાર લીટર પાણીનો મારો ચલાવ્યા બાદ આખરે આગ ઓલવાઇ હતી. પ્રાથમિક તારણ મુજબ આગ શોર્ટસર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળે છે. વેકેશનનો સમયગાળો હોવાથી મોટી જાનહાની ટળી હતી.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/SRwJ7tx
Previous
Next Post »