હિન્દુ સનાતન ધર્મની, વિશ્વે અજોડ એવી, ઉત્તમ ઉદારતા : વિભિન્ન દેવદેવી ઉપાસના


- સનાતન હિંદુ ધર્મની સંસ્કૃતિની ઉદારતા સર્વશ્રેષ્ઠ છે. તેથી જ આપણી સંસ્કૃતિ વિશ્વગુરુ બની હતી. હિંદુ ધર્મ સંસ્કૃતિને સર્વે માનવમાત્રમાં વિશ્વાસ છે.  એટલે જ માનવની વિવેક શક્તિ, વિચાર સ્વાતંત્ર્ય ઉચ્ચતર ભાવનાઓ, સંકલ્પો ઉપર કદિ પણ આપણી સંસ્કૃતિયે પ્રતિબંધ મુક્યા નથી.

હિં દુ સનાતન ધર્મ સંસ્કૃતિમાં, વિવિધ સંપ્રદાય, વિભિન્ન અનેક દેવ-દેવીઓની ઉપાસના જોઈ ઘણા ટીકા-ટીપ્પણ કરે છે. કારણ કે હિંદુ સનાતન ધર્મની મહાન ઉદારતાને તેઓ કદાચ સમજી શક્યા નહિ હોય.

આપણા પ્રાચીન તેજસ્વી ઋષિમુનિઓએ, માનવનો, વ્યક્તિગત.... સમષ્ટિગત આધ્યાત્મિક વિકાસ થાય, પોતાના અસલ સ્વરૂપ 'સતૃતત્ત્વનો' સાક્ષાત્કાર થાય, પરમસુખનો સ્પર્શ થાય, એવા સનાતન જ્ઞાાન... વિજ્ઞાાન... વિચાર... આચરણના ભંડાર શોધી 'સનાતન હિંદુ ધર્મ' તરીકે વિશ્વને ચરણે ભેટ ધરી છે.

સનાતન હિંદુ ધર્મની સંસ્કૃતિની ઉદારતા સર્વશ્રેષ્ઠ છે. તેથી જ આપણી સંસ્કૃતિ વિશ્વગુરુ બની હતી. હિંદુ ધર્મ સંસ્કૃતિને સર્વે માનવમાત્રમાં વિશ્વાસ છે. એટલે જ માનવની વિવેક શક્તિ, વિચાર સ્વાતંત્ર્ય ઉચ્ચતર ભાવનાઓ,, સંકલ્પો ઉપર કદિ પણ આપણી સંસ્કૃતિયે પ્રતિબંધ મુક્યા નથી.

ધર્મ શ્રધ્ધા, ભાવના, નિષ્ઠા... વિશ્વાસ બાબતે, વિશ્વમાં વધુમાં વધુ ''સ્વતંત્રતા'' હિંદુધર્મે આપી છે જે આજ પર્યત પણ છે.

આપણી મહાન હિન્દુ ધર્મ સંસ્કૃતિએ કદિપણ એવું કહ્યું નથી કે બધાં  માનવીએ અમે સૂચવીએ તેવાં, એક જ, સિદ્ધાંત... પૂજન... પ્રણાલિકા શ્રદ્ધા-નિષ્ઠા રાખવાં પડશે. અમારો ગ્રંથ જ સાચો, અમારો જ ધર્મ સાચો, અમારો જ ભગવાન સાચો... અમારોજ રસ્તો સાચોજ એવું કદિપણ ઝનૂન બતાવ્યું નથી કે લડાઈ-ઝઘડા કરી લોહીવહાવ્યાં નથી.

આ રીતે, હિંદુ સનાતન ધર્મમાં માનવ જીવનનું સમ્યગ દર્શન વ્યક્ત થયું છે. એ જ એની સર્વોચ્ચ વિશિષ્ટતા છે. તે ઝનૂન-ધર્માંધતાથી દૂર છે. સનાતન હિંદુ તત્વજ્ઞાાન પ્રમાણે માનવી શુદ્ધ આંતરિક શક્તિ કેળવી વિશાળ, સત્વપૂર્ણ, સત્યતેજ પૂર્ણ, સંતુષ્ટ, સંતુલિત બનતો જાય અને એની પવિત્રતા, આસપાસના વાયુમંડળોને પ્રકાશમાન અને સુખપૂર્ણ બનાવે. દરેક માનવી પોતાની શક્તિ-ભાવના અનુસાર સત્યનો સાક્ષાત્કાર કરે... તેને માટે પૂર્ણસ્વતંત્રતા છે.

શાશ્વત સત્યનો સાક્ષાત્કાર કરવા નિરીક્ષણ કરો, અન્વેષણ કરો, પ્રયોગ કરો... પૂર્ણ સ્વતંત્રતા છે.

માનવીને પોતાની રુચિ... રસ... ભાવના... દર્શન... અનુસાર ગમે તે, ''સત્તપથથી'' મનબુદ્ધિથી સમાધાન કરવા સનાતન ધર્મ પ્રેરે છે. માનવજીવનને સાર્થક કરવા પ્રેમથી પ્રેરે છે.

એટલા માટે વિભિન્ન દેવ-દેવીઓની ઉપાસનાનો, વિભિન્ન માન્યતાઓનો, વિવિધ પૂજા, વિવિધ વિધિ-વિધાન, વિવિધ સ્વરૂપ મૂર્તિ, આદર્શ, ઈત્યાદિનો, સનાતન હિંદુ ધર્મમાં સમાવેશ જોવા મળે છે. એમાં કોઈ વિદ્રોહ નથી. તેની પાછળ સંકુચિતતા નહિ... પણ વિશાળતાનો આદર્શ છે કે 'પરમતત્વ સર્વે વ્યાપક છે. તેને જડતાથી એક વાડામાં બાંધવાં એતો 'અજ્ઞાાનતા' છે... ઝનૂન ને ધર્માંધતા છે. અનેક અલગ અલગ નદીઓ વહેતી વહેતી અંતે એક જ સાગરને મળે છે. એમ વિભિન્ન ઉપાસનાઓ અંતે એક જ ઈશ્વરને પ્રાપ્ત કરાવે છે. આવો ઉદારતાભર્યો સ્વીકાર આપણી સનાતન હિંદુ ધર્મ સંસ્કૃતિમાં છે. તેથી જ તે વિશ્વના ધર્મોની નાભિરૂપ રહી છે.'

''મહિમ્નસ્ત્રોત''માં જણાવ્યું છે કે :-

ત્રયી સાંખ્યંયોગ : પશુપતિમનં વૈષ્ણવમિતિ ।

પ્રભુન્નિ પ્રસ્થાને પરમિદમદ : પથ્યમિતિ ચ ।

રુચિનાં વૈચિત્ર્યવાંદ, ઋજુકુટિર નાનાપથજુષા ।

નૃણામેકો ગમ્યસ્ત્વમસિ પયસાર્ણવ ઈવ ।।

ઈશ્વર પ્રાપ્તિ અર્થે સરળ, જટિલ એવા વિવિધ પ્રકારના સાધન માર્ગ છે. વેદત્ર્ય એને પ્રતિપાદિત કરે છે. સાંખ્ય, ધ્યાન, કર્મ, યોગ, ઉપાસના, પશુપતિમત્ત... વૈષ્ણવમત ઈત્યાદિ વિભિન્ન મત - માર્ગ છે.

આપણને પ્રશ્ન થાય કે, ક્યા માર્ગને પસંદ કરવો ? ક્યાં 

પંથનો આધાર લેવો ? આ પ્રશ્ન મૂઝવણ દૂર કરવા સ્પષ્ટતા કરવામાં આવી છે કે - 

અસંખ્ય લોકોની ભિન્ન ભિન્ન પ્રકારની રુચિ, શક્તિ, અવસ્થા, યોગ્યતાને લઈને ઉપર કહ્યા તેવા વિભિન્નમાર્ગનો ઉદ્દભવ અને અસ્તિત્વ છે.

હા, એક બાબત સ્પષ્ટ છે કે વિભિન્ન માર્ગોનું અંતીમ ગંતવ્યસ્થાન તો એક જ ''પરબ્રહ્મ'' પ્રાપ્તિનું જ છે. ઓમ શાન્તિ: ।।

- લાભુભાઈ ર. પંડયા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/teQVLR1
Previous
Next Post »