કેજીએફ-થ્રીની સ્ક્રિપ્ટના ઠેકાણાં નથી એટલે ફિલ્મમાં વિલંબ થશેે


- ડાયરેક્ટ પ્રશાંત નીલે બીજી ફિલ્મો શરૂ કરી 

- અત્યારની સ્થિતિ જોતાં ૨૦૨૪માં પણ આ ફિલ્મનું શૂટિંગ શરૂ થાય તેવી કોઈ શક્યતા નથી

મુંબઈ: કેજીએફના બંને ભાગ સુપરહિટ પુરવાર થયા બાદ તેના ત્રીજા ભાગની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. 

જોકે, ફિલ્મ સાથે સંકળાયેલા વર્તુળોના જણાવ્યા અનુસાર આ ફિલ્મનું શૂટિંગ આવતાં વર્ષે પણ શરુ થવાની કોઈ શક્યતા નથી. 

માહિતગાર વર્તુળોના જણાવ્યા અનુસાર ત્રીજા ભાગની  સ્ટોરી જ હજુ લખાઈ નથી. ડાયરેક્ટ પ્રશાંત નીલ અને હિરો યશ બંને એ બાબતે સ્પષ્ટ છે કે જ્યાં સુધી કોઈ દમદાર સ્ક્રિપ્ટ તૈયાર ન થાય ત્યાં સુધી ફિલ્મ આગળ વધારવી નથી. આથી, સ્ક્રિપ્ટનું ફાઈનલ નહિ થાય ત્યાં સુધી આ ફિલ્મ ફ્લોર પર જશે જ નહીં. અત્યારની સ્થિતિ જોતાં એવું લાગે છે કે કમસેકમ ૨૦૨૪માં પણ આ ફિલ્મનું શૂટિંગ શરુ થાય તેવી શક્યતા નથી. 

પ્રશાંત નીલ હાલ પ્રભાસની 'સાલાર'ના અટકી પડેલા પ્રોજેક્ટને આગળ વધારવા માટે તત્પર છે. તે પછી તેઓ જુનિયર એનટીઆર સાથેની 'એનટીઆર ૩૧' ફિલ્મ શરુ કરી રહ્યા છે. આમ કેજીએફનો ત્રીજો ભાગ હાલ તેમની પ્રાયોરિટીમાં નથી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/95TgZj3
Previous
Next Post »