મુંબઈના ટ્રાફિકથી બચવા 'બીગ બી'એ અપનાવ્યો આ અનોખો રસ્તો, સોશિયલ મીડિયા કરી જોરદાર પોસ્ટ


અમિતાભ બચ્ચન 80 વર્ષની વયે પણ તેના કામમાં સક્રિય જોવા મળે છે. તેમની આ વાત યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે. હાલમાં જ કંઈક એવું બન્યું કે લોકો તેના કામ પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી રહ્યા છે. ટ્રાફિક જામમાં ફસાયેલા બિગ બીએ અજાણ્યા બાઇક સવાર પાસેથી લિફ્ટ લીધી હતી. આ પછી, બિગ બીએ પોસ્ટ કરી કહ્યું- પીળી ટી-શર્ટવાળા મિત્રનો આભાર.

અમિતાભ બચ્ચને તે વ્યક્તિનો પોસ્ટ શેર કરી માન્યો આભાર 

અમિતાભ બચ્ચને ફોટો શેર કર્યો અને લખ્યું, "રાઈડ માટે મિત્રનો આભાર. હું તને ઓળખતો નથી પરંતુ તેં મને ટ્રાફિકથી બચાવી, મને મારા કાર્યસ્થળ પર ઝડપથી સમયસર પહોંચાડ્યો." કેપ, શોર્ટ્સ અને પીળી ટી-શર્ટવાળા બાઈક માલિકનો આભાર. બિગ બીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.

ઘણા બધા સેલ્બ્સે આ પોસ્ટ પરી કરી કોમેન્ટ 

આ પોસ્ટ પર ઘણા બધા સેલ્બ્સે પણ કોમેન્ટ કરી છે. અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નંદાએ હસતા ઇમોજી સાથે રેડ હાર્ટ ઇમોજી પોસ્ટ કર્યું હતું. સંજય દત્તની પત્ની માન્યતા દત્તે તાળીનું ઈમોજી બનાવ્યું છે. ટીવીના લક્ષ્મણ સુનીલ લહેરીએ લખ્યું છે, આરામ કરતા સમય વધુ કીમતી છે, સાહેબ તમને સલામ. કેટલાક લોકો અમિતાભ બચ્ચનને ઘરે લાવનાર વ્યક્તિને નસીબદાર પણ કહી રહ્યા છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/PGOzwMi
Previous
Next Post »