
- ઢોસાના તવા પર રીંગણાનો કે કાંદાનો કટકો રગડવાથી ઢોસા તવાને ચોંટતા નથી તેથી ઊતારવામાં સરળતા રહે છે.
- ઘીને લાંબો સમય સાચવી રાખવા તેમાં ગોળનો ગાંગડો મૂકી દેવો.
- ફૂદીનો ઘરમાં વધુ આવી ગયો હોય તો તેની પેસ્ટ બનાવી તેમાં લીંબુ નિચોવી રેફ્રિજરેટરમાં રાખવું. રંગ તેમજ સોડમ જેમની તેમ રહેશે.
- વાસણમાંની ચીકાશ (ગ્રીસ)દૂર કરવા સોડા વોટરનો ઉપયોગ કરવો. તેમાંનો ક્ષાર સાબુનું કામ કરીને ચીકાશ દૂર કરે છે.
- હોટ વોટર બેગ (ગરમ પાણીની કોથળી)માંના પાણીને વધુ સમય ગરમ રાખવા પાણીમાં ગિલ્સરિનના થોડા ટીપાં ભેળવી દેવા.
- ચાના કપ પરથી ડાઘા દૂર કરવા, કપને વિનેગારથી ભીનો કરવો, ભીનું કપડું મીઠાના દ્વાવણમાં ભીંજવી કપના ડાઘા પર રગડીને લૂછવું.
- પાણીમાં બે-ત્રણ એસ્પિરિનની ગોળી નાખી પરસેવાયુક્ત ડાઘાવાળા કપડાં બોળીને ધોવાથી પરસેવાના ડાઘા દૂર થાય છે.
- અઠવાડિયામાં એક વાર મીઠાના પાણીમાં ટૂથબ્રશ પલાળવાથી તે બેકટેરિયા રહિત થાય છે.
- ગ્લિસરીનમાં લીંબુ તથા ગુલાબજળ ભેળવી લગાડવાથી ત્વચા પરના ડાઘ-ધાબા દૂર થાય છે.
- દૂધમાં એલચી રાખીને ગરમીના દિવસોમાં રાખવાથી દૂધ જલદી બગડતું નથી.
- પાકી કેરી ખાધા બાદ એક કપ દૂધ પીવાથી જલદી પચી જાય છે.
- કોપરેલમાં કપૂરનો ભૂક્કો નાખી લાકડાનું ફર્નિચર લૂછવાથી ચકચકિત થાય છે.
- પૂરીના લોટમાં રવો ભેળવવાથી પૂરી ક્રિસ્પી થાય છે.
- સૂકા ફૂલના ગુલદસ્તા પરથી ધૂળ દૂર કરવા હેર ડ્રાયરનો ઉપયોગ કરવો.
- દૂધ જમાવતી વખતે એક ચમચી મિલક પાવડર નાખવાથી દહીં ઘટ્ટ જામે છે.
- દાળને ઉકાળતી વખતે જ તેમાં હીંગ નાખવાથી દાળ વધુ સ્વાદિષ્ટ થાય છે.
- પેટમાં ગેસને કારણે દુખાવો થાય તો નાભિ પાસે હીંગનો લેપ કરવાથી રાહત થાય છ.ે
- મીનાક્ષી તિવારી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/oyKA6JU
ConversionConversion EmoticonEmoticon