ડાકોરના માર્ગો આજથી 'જય રણછોડ...'ના નાદથી ગુંજી ઉઠશ


- મેડિકલ સેવા પુરી પાડવામાં પુરજોશમાં કાર્યરત થયા 

અમદાવાદના માર્ગો રવિવારે ડાકોર પગપાળા જતા પદયાત્રીઓની ચહલપહલ અને' જય રણછોડ' ના નાદથી ગુંજી ઉઠયા હતા. સેવા કેમ્પો પણ પદયાત્રીઓની સેવા કરવામાં , આગતા-સ્વાગતાની સાથે ચા-પાણી, નાસ્તા, જમણવાર, મેડિકલ સેવા પુરી પાડવામાં પુરજોશમાં કાર્યરત થયા હતા. અમદાવાદથી માંડીને ખાત્રજ ચોકડી તરફના રોડ પર આજે સવારથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ જોવા મળ્યા હતા. પૂર્વ અમદાવાદના માર્ગો  ડાકોરમાં કોણ છે, રાજા રણછોડ છે, જય રણછોડની ગુંજ સાથે ધાર્મિકપથમાં ફેરવાયા હતા. સોમવાર, મંગળવાર અને બુધવારે હજુ મોટી સંખ્યામાં ભક્તો આ માર્ગેથી પસાર થશે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/nPULHYh
Previous
Next Post »