આણંદ જિલ્લામાં 20 હજારથી પણ વધારે બાળકો કુપોષિત


- જિલ્લામાં દર મહિને કુપોષિત કે લોહીની ઉણપ સાથે સરેરાશ 380 થી વધુ બાળકોનો જન્મ

આણંદ : રાજ્ય સરકાર દ્વારા કુપોષિત બાળ જન્મદરમાં ઘટાડો કરવા અને બાળકોને પુરતું પોષણ ઉપલબ્ધ કરાવવાની વાતો વચ્ચે આણંદ જિલ્લામાં હાલ દરે માસે સરેરાશ ૩૮૦થી વધુ બાળકો કુપોષિત કે લોહીની ઉણપ સાથે જન્મતા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

આણંદ જિલ્લામાં ૨૦ હજારથી પણ વધુ બાળકો કુપોષિત છે.જો કે વર્ષ ૨૦૧૯ દરમ્યાન જિલ્લાના લગભગ ૬૪૧૯ જેટલા કુપોષિત બાળકોને આવરી  લઈ શરૂ કરાયેલ અભિયાન અંતર્ગત આવા બાળકોની સતત દેખરેખ તેમજ માતા-પિતાને  પોષણયુક્ત આહાર અંગે જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. સાથે સાથે ડિસેમ્બર-૨૦૨૧ સુધીમાં ૧૧૮૨ એટલે કે ૧૮.૪૧ ટકા બાળકોને નોર્મલ કેટેગરીમાં તથા ૧૫૧૮ એટલે કે ૨૬.૬૫ ટકા બાળકોને મધ્યમ કેટેગરીમાં લાવીને જિલ્લામાંથી કુપોષણ દુર કરવા માટે આઈસીડીએસ વિભાગ દ્વારા પગલાં ભરવામાં આવ્યા છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/PZHGLuS
Previous
Next Post »