દાવત : જરા ચાખી તો જુઓ આ વાનગીઓ


સોયા ચણા મસાલા

સામગ્રી :

૧/૨ કપ કાબુલી ચણા, ૧/૪ કપ સોયા, ૧/૪ કપ ઝીણી સમારેલી ડુંગળી, ૧/૨ કપ ઝીણાં સમારેલાં ટામેટાં, ૧/૨ ચમચી હળદર, ૧/૨ લાલ મરચું, ૧/૨ ચમચી ધાણા પાઉડર, ૧ ચમચી આદું-લસણની પેસ્ટ, ૧/૪ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી તેલ, મીઠું સ્વાદાનુસાર.

રીત : 

કાબુલી ચણા સાત-આઠ કલાક પલાળી રાખો. પ્રેશર કુકરમાં ચણા અને સોયાને થોડું પાણી અને મીઠું નાખી બે-ત્રણ સીટી વગાડી લો. ચારણીમાં કાઢો જેથી બધું પાણી નીતરી જાય. નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરો. જીરું નાખો. આદું-લસણની પેસ્ટ નાખો. ડુંગળી નાખી સોનેરી થાય ત્યાંસુધી સાંતળો. તેમાં સમારેલાં ટામેટાં, લાલ મરચું, ગરમ મસાલો, મીઠું નાકી ચઢવા દો. બાફેલા ચણા અને સોયા નાખી ચઢવા દો. બરાબર મસાલાવાળા કરો. કોથમીરથી સજાવીને પીરસો.

સ્પાઈસી સ્પિનેચ ડમ્પલિંગ્સ

સામગ્રી :

 ૨ કપ ઝીણી સમારેલી પાલક, ૧/૪ કપ ચણનો લોટ, ૧ ચમચો લોટ, ૨ ચમચા દહીં, લીલાં મરચાં, ૧ ચમચી આદું, ૧/૪ ચમચી લાલ મરચું, ચપટી ખાંડ, મીઠું સ્વાદાનુસાર.

રીત : બધી સામગ્રીને એક વાસણમાં ભેગી કરી ગુંદો. ગોળ આકાર આપી સ્ટીમ કરો. વઘાર માટે તેલ ગરમ કરો. તેમાં જીરા-રાઈનો વઘાર કરો. બોલ્સ નાખી ૩-૪ મિનિટ ચઢવા દો. મનગમતી ચટણી સાથે ખાઓ.

 ચીઝ વેજ ઈન હોટ ગાર્લિંક સોસ

સામગ્રી :

૧૦૦ ગ્રામ ફ્લાવર, ૧ કેપ્સિકમ, ૧- ફ્રેંચ બીન્સ, ૧ ચમચી લસણ, ૧ ચમચી આદું, ૧ ચમચી લીલાં મરચાં, ૧/૨ કપ ટામેટાંની પ્યૂરી, ૨ ચમચી કોર્ન ફ્લોર, ૧/૨ ચમચી તેલ, ૧/૨ ચમચી વિનેગર.

 

તેલ ગરમ કરી આદું-લસણ સાંતળો. શાક, મીઠું અને લીલાં મરચાં નાખી ચઢવા દો. વિનેગર મિક્સ કરી પીરસો.

નૂડલ્સ નેસ્ટ

સામગ્રી :

૧ કપ સામાન્ય ચોખા, ૧ ચમચો તેલ, ૨ ચમચી લીલાં મરચાં સમારેલાં, ૧/૨ કપ કોબીજ, ૧/૨ કપ ગાજર, ૧/૨ કપ બીન્સ, ૧૨ કપ કેપ્સિકમ, ફ્લાવર, ગાજર, બીન્સ ઝીણી સમારેલી, ૧/૨ ચમચી વિનેગર, ૧/૪ ચમચી સોયા સોસ, મીઠું સ્વાદાનુસાર.

એક પેનમાં એક ચમચી તેલ ગરમ કરો. ઝીણાં સમારેલાં શાક ચઢવા દો. મીઠું, વિનેગર અને સોયા સોસ નાખો. ઠંડું કરો. ચોખા રાત્રે પલાળી રાખો. સવારે પાણી સાથે પીસો. એક પેનમાં તેલ નાખ્યા વગર વાટેલાં મરચાં, મીઠું નાખી શેકો. થોડું ઠંડું થવા દો. એક ઓવન પ્રૂફ ડિશમાં મશીનથી સેવ બનાવી નેસ્ટ બનાવો. હવે વચ્ચે શાક નાખો. ૨૦૦ ડિગ્રી પર પાંચ મિનિટ સુધી બેક કરો.

 પનીર પાતરા ઈન ગ્રેવી

સામગ્રી :

 ૧૦૦ ગ્રામ પાલક, ૨૫ ગ્રામ પનીર (છીણેલું), ૨ ચમચા ચણાનો લોટ, ૧ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી આદું-લસણની પેસ્ટ, ૧/૨ ચમચી લાલ મરચું, ૧/૨ કપ ટામેટાંની પ્યૂરી, ૧/૨ કપ ડુંગળી, ૧ ચમચી તેલ. રીત : પાલકનાં પાનને બરાબર સાફ કરો. ચણાના લોટમાં મીઠું અને મરચું, પાણી નાખી પેસ્ટ તૈયાર કરો. પાલકનાં પાન ઉપર આ પેસ્ટ લગાવો. તેના ઉપર છીણેલું પનીર નાખી પાન રોલ કરો. ૧૦ મિનિટ સુધી સ્ટીમ કરો. એક પેનમાં તેલ ગરમ કરો. આદું-લસણ સાંતળો. ડુંગળી સાંતળો. ટામેટાં નાકી ચઢવા દો. મીઠું, મરચું, ગરમ મસાલો નાખો. એક  ડિશમાં પનીર પાતરા મૂકો. ઉપરથી ગ્રેવી નાખો.

સ્ટફ્ડ રાગી પેનકેક

સામગ્રી :

 ૧/૨ કપ રાગી પાઉડર, ૧/૪ કપ ચોખાનો લોટ, મીઠું સ્વાદાનુસાર.

સ્ટફિંગ : ૧/૨ કપ ડુંગળી, ૧/૨ કપ કોબીજ, ૧/૪ કપ ગાજર, ૧/૪ કપ ફણગાવેલા અનાજ, ૧/૨ ચમચી લસણ, ૧/૨ ચમચી લાલ મરચું, ૧ ચમચી લીંબુનો રસ, ૧/૨ ચમચી મીઠું, ૧ ચમચી તેલ.

રીત : થોડા પાણી સાથે રાગી, ચોખા અને મીઠું નાખી પેસ્ટ બનાવો. પેનમાં તેલ ગરમ કરો. લસણ, ડુંગળી સાંતળો. સ્ટફિંગનો સામાન નાખી ચઢવા દો. ઠંડું  થવા માટે રાખો. નોનસ્ટિક તવો ગરમ કરો. પેનકેક બનાવો. વચ્ચે સ્ટફિંગ મૂકી રોલ કરો. ગરમ ગરમ પીરસો.

 કાકડી પેન કેક

સામગ્રી : ૧/૨ કપ રવો, ૧/૨ કપ દહીં, ૧ છીણેલી કાકડી, ૧/૨ ચમચી લીલાં મરચાં, ૧/૪ કોબીજ, ૧/૪ કપ ટામેટાં, ૧/૪ ડુંગળી ઝીણી સમારેલી, ૧ ચમચી તેલ, ફ્લાવર, ટામેટાં, મીઠું સ્વાદાનુસાર.

 

રવો અને દહીંમાં થોડું મીઠું નાખી પેસ્ટ બનાવો. છીણેલી કાકડી, લીલાં મરચાં, કોબીજ, ટામેટાં અને ડુંગળી મિક્સ કરો. નોનસ્ટિક પેન પર પેનકેક બનાવો. ઉપર કાકડી, કોબીજ, ટામેટાં અને ડુંગળી નાખી બંને બાજુ ચઢવા દો. 

- હિમાની



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/PvqrWTY
Previous
Next Post »