- રાજ્યમાં યલો એલર્ટની આગાહી વચ્ચે
- બપોરના સમયે કાળઝાળ ગરમીથી જાહેર સ્થળો, માર્ગો પર રિતસરનો કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ આણંદ જિલ્લામાં ઉનાળાની ઋતુનો પ્રારંભ થઈ ગયો હોય તેવો અહેસાસ જિલ્લાવાસીઓને થઈ રહ્યો છે. જો કે ચાલુ વર્ષે ઉત્તરભારતમાં ફેબુ્રઆરી માસ સુધીમાં હીમવર્ષા થવાના પગલે સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આણંદ જિલ્લાના વાતાવરણમાં પણ અનેક ચઢાવ-ઉતાર જોવા મળ્યા હતા. ફેબુ્રઆરી માસના અંતિમ સપ્તાહ દરમ્યાન પણ અંશતઃ વાદળછાયા વાતાવરણ વચ્ચે આંશિક ઠંડીની અસર વર્તાઈ હતી. જો કે છેલ્લા એક સપ્તાહથી મહત્તમ તાપમાનનો પારો ઉંચે જતાં જિલ્લાવાસીઓ ઉનાળાની ગરમીની શરૂઆતનો અનુભવ કરી રહ્યા છે. તેમાંય છેલ્લા બે દિવસ દરમ્યાન જિલ્લામાં અંશતઃ વાદળછાયુ વાતાવરણ રહેતા તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. પરંતુ બપોરના સુમારે જિલ્લાવાસીઓ ઉનાળાની આકરી ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. ખાસ કરીને બપોરના સમયે તાપના કારણે માર્ગ ઉપર ટ્રાફિકની અવર-જવર ઓછી જોવા મળી રહી છે.
ઉનાળાના ગરમીની શરૂઆત થતા બપોરના સમયે લોકો મોટાભાગે ઘર તેમજ ઓફિસમાં જ રહેવાનું મુનાસિબ માની રહ્યા છે.
સોમવારના રોજ જિલ્લાનું મહત્તમ તાપમાન ૩૭.૫ ડિ.સે., લઘુત્તમ તાપમાન ૧૯.૦ ડિ.સે. અને સરેરાશ તાપમાન ૨૮.૩ ડિ.સે. નોંધાયું હતું. હવે આગામી દિવસોમાં ધીમે-ધીમે મહત્તમ તાપમાનનો પારો હજી ઉંચે જશે અને જિલ્લામાં ઉનાળો આકરો રહેશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/5kLq9Md
ConversionConversion EmoticonEmoticon