કોવિડ પ્રતિબંધો હળવા : થતાં સહેલાણીઓ માટે ખુલ્યાં વિદેશના દ્વાર


- ઇજિપ્ત, બહેરિન, લેબેનોન, ફ્રાન્સ, તુર્કી અને નોર્વે જેવા દેશો સહેલાણીઓને આવકારવા તૈયાર

કોવિડ-૧૯ મહામારી ધીમે ધીમે અંકુશમાં આવી રહી છે ત્યારે વિશ્વના એવા કેટલાંક દેશો છે જેઓ તેમના આંતરરાષ્ટ્રીય મહેમાનોને આવકાર તૈયાર થઈ રહ્યા છે. ઘણાં એવા દેશો છે જેઓ તેમની સરહદો ફરી ખોલવા પગલાં લઈ રહ્યા છે, પ્રવેશ- પ્રતિબંધોને હળવા બનાવી રહ્યા છે તો કેટલાંક દેશો તેમના આંતરરાષ્ટ્રીય સહેલાણીઓને આવકારવાં તેમના દ્વાર ખોલી રહ્યા છે. આવા દેશોમાં મુખ્યત્વે ઇજિપ્ત, બહેરિન, લેબેનોન, ફ્રાન્સ, તુર્કી અને નોર્વેનો સમાવેશ થાય છે. 

ઈજિપ્ત : કોવિશિલ્ડ અથવા એસ્ટ્રાઝેનેકા રસી લેનારા હવે આરટી-પીસીઆર ટેસ્ટ વિના ઇજિપ્તની મુલાકાતે જઈ શકે છે. જો કે આ દેશનો પ્રવાસ કરનારે માત્ર સ્વાસ્થ્ય ઘોષણા ફોર્મ ભરવાનું રહે છે. આ ફોર્મ ભરો એટલે તમે ગિઝાના શ્રેષ્ઠ પિરામીડો, ભૂમધ્ય સમુદ્ર અને લાલ સમુદ્ર ઉપરાંત વિખ્યાત ખાન અલ-ખલીલી બજારની પણ સહેલાઈથી મુલાકાતે જઈ શકો છો.

બહેરિન : પર્શિયન ગલ્ફના આ ટાપુ રાષ્ટ્રમાં પ્રવાસીઓએ પ્રવેશવા માટે પીસીઆર ટેસ્ટની કોઈ જરૂર નથી. આ કારણે સહેલાણીઓ બહેરિનની અનેક નયનરમ્ય સ્થળોની મુલાકાત લઈ શકે છે. આ ઉપરાંત વિશ્વના સૌથી મોટા અન્ડરવૉટર થીમ પાર્ક બહેરિન-એ-નુરાના જેવા સ્થળોની મઝા માણી શકે છે.

લેબેનોન :  સંપૂર્ણ રસીકરણ કરાવનારા સહેલાણીઓએ લેબેનોન જવા માટે પ્રિ-ડિપાર્ચર પીસીઆર ટેસ્ટની જરૂર નથી. આ માટે  આરોગ્ય મંત્રાલયની વેબસાઈટ પર સહેલાણીઓએ તેમનું વેક્સિનેશન સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહે છે. લેબેનોનનું આકર્ષક પેનોરમા, સમૃધ્ધ ઈતિહાસ અને સ્થાપત્યને માણવાની સાથે સ્વાદિષ્ઠ રસોઈ- ભોજન સાથે આ ટ્રીપ તમારા માટે યાદગાર બની રહેશે. આ ઉપરાંત બટારા જોર્જ વૉટરફોલ જોવાનું પણ ચુકવા જેવું નથી. આ ધોધ ૨૫૫ મીટર નીચે બાલા પોટમાં હોલ પડે છે, જે એક ગુફા છે.

ફ્રાન્સ : ૧૨ ફેબુ્રઆરીથી ફ્રાન્સે સંપૂર્ણ વેક્સિનેશન કરનારા સહેલાણીઓ માટે આરટી- પીસીઆર ટેસ્ટની જરૂરિયાતને રદ્દ કરવાનો નિર્ણય જાહેર કરી દીધો છે. વિશ્વના સૌથી રોમેન્ટિક સ્થળોમાંના એકની મુલાકાત લેતી વેળા નિ:શંકપણે એફિલ ટાવરની મુલાકાત તો અનિવાર્ય બની જાય છે. સીન નદીની નીચે ફરવા જવું, મોન્ટ - સેન્ટ - મિશેલ તથા પેરિસના જૂના ક્વાર્ટસની મુલાકાત પણ નોખી બની રહે છે.

તુર્કી : વિશ્વમાં ક્યાંય પણ વેક્સિનેટ થયેલાં સહેલાણીઓ અને પ્રવાસીઓને તુર્કી આરટી-પીસીઆર ટેસ્ટ વિના આવકારવા તૈયાર છે. સહેલાણીઓએ તેમના આગમન પૂર્વે-૭૨ કલાક પહેલા એક હેલ્થ-ફોર્મ ભરવાનું રહે છે. તુર્કી તો એશિયા, યુરોપ અને મધ્ય-પૂર્વના સાંસ્કૃતિક પ્રભાવોનું યોગ્ય મિશ્રણ ધરાવે છે અને તુર્કીના લેન્ડસ્કેપ્સમાં અવિસ્મરણીય કુદરતી અજાયબીઓ સાથે જોડાય છે.

નોર્વે : સહેલાણીઓ કે જેમણે તેમના આગમનના નવ મહિના રસી લીધી હોવી જોઈએ તેમને નોર્વેમાં દાખલ થવા માટે આરટી-પીસીઆર પરીક્ષણની જરૂર નથી. જો અંતિમ રસી સમયગાળો વટાવી ગઈ હોય તો તમારે બુસ્ટર શોટની જરૂર પડશે. નોર્વેમાં આર્કટિક સર્કલ જેવા અનેક સ્થળો જોવાલાયક છે.

- ભૂપેન્દ્ર પટેલ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/pz0NaWH
Previous
Next Post »