ખેડા જિલ્લો કોરોનામુક્ત : નવા ઝીરો કેસ સહિત ઝીરો એક્ટીવ કેસ


- જિલ્લામાં શંકાસ્પદ લક્ષણો ધરાવતા 1014 લોકોના કોરોના સેમ્પલ લેવામાં આવ્યા

નડિયાદ : ખેડા જિલ્લામાં આજે કોરોનાના એકપણ નવા કેસ નોંધાયા નથી. સાથેસાથે એકપણ એક્ટીવ કેસ પણ હવે રહ્યા નથી. આ સાથે જિલ્લો જાણે કોરોના મુક્ત બન્યો છે.

 જો કે આજે પણ કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા ૧૦૧૪ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમના રીઝલ્ટ હજુ પેન્ડીંગ છે. સતત ચોથા દિવસે આજે એકપણ કોરોનાના નવા કેસ નોંધાયા નથી. જિલ્લામાં આજદિન સુધી કોરોનાના ૪૨૪૫ પોઝીટીવ કેસ નોંધાયા છે. આજે એકપણ દર્દી સારવાર હેેઠળ નથી. ઉપરાંત આજે રસીકરણના ૮૬ સેશન યોજાયા હતા.

 જેમાંથી સાંજે ૪ વાગ્યા સુધી ૨૬૯૯ લોકોએ રસી લીધી હતી. ઉપરાંત આજે ૪૨૯ લોકોને બુસ્ટર ડોઝ અપાયો હતો તે પૈકી ૩૫૩ સીનીયર સીટીઝન, ૨૪ હેલ્થકેર વર્કર અને ૫૨ ફ્રન્ટલાઇન વર્કરોને પ્રીકોશન ડોઝ અપાયો હતો. આ સાથે આજે ૧૫ થી ૧૮ વર્ષના ૩૪ બાળકોને રસી અપાઇ હતી. 

જેમાં નડિયાદ પંથકમાં ૧૩, મહેમદાવાદ તાલુકામાં ૧૧, મહુધા તાલુકામાં ૪,કઠલાલ અને ગળતેશ્વરમાં ૨-૨, ખેડા અને ઠાસરામાં ૧-૧ બાળકોએ રસી આપવામાં આવી હતી.




from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/JrHAG6B
Previous
Next Post »