- હોળી-ધૂળેટીનું વિજ્ઞાાન- આ સમગ્ર સૃષ્ટિ પાંચ ભૂતો (તત્ત્વોની) બનેલી છે, 'અગ્નિ' તત્ત્વ તેમાંનું એક છે. સમગ્ર સૃષ્ટિમાં રહેલા અગ્નિનું તત્ત્વનું હોળી રૂપે સમૂહમાં પૂજન થાય છે. ઘરમાં 'દીવા' કે ચૂલાના અગ્નિ રૂપમાં પૂજન થાય છે. માનવ જીવન માટે અગત્યનું તત્વ છે.
સ નાતન હિંદુ ધર્મ સંસ્કૃતિનાં પર્વો આપણી મહામૂલી મૂડી છે. માનવ જીવનના વિકાસમાં એમનો અનેરો ફાળો છે. સંસ્કારનું સીંચન કરી, નવ ઉન્મેષ પ્રગટાવી સૌને પ્રસન્ન અને સ્વસ્થ બનાવે છે.
કેટલાંક પર્વો બદલાતા સમયના કારણે, પહેલા જેવાં ધમાકેદાર રહ્યાં નથી. છતાંયે આપણે તે પર્વ ઉજવી, એની યાદ તાજી રાખવી એ આપણી ફરજ છે.
હોળી-ધૂળેટી પહેલા જેવાં જોરદાર રહ્યાં નથી, તેઓ રસપૂર્વક ઉજવી, પર્વોને માનવજીવનના વિકાસ ખાતર પણ, જીવંત રાખવાં પડશે. નગર-ગામડે મંદ ઉત્સાહને કારણે આ પર્વની ઉજવણી પણ મંદ પડવા માંડી છે. જાગૃતિપૂર્વક-રસપૂર્વક ઉજવી, તેની પાછળનાં માનવવિકાસનાં સ્ફૂરણ, તાજગીસભર જીવંત બનાવવા જેવાં છે.
હોળી-ધૂળેટીનાં ક્યાં સ્ફૂરણ- ઉન્મેષ માનવ જીવન વિકાસમાં જોડાયેલાં છે, તેનું ચિંતન કરતાં નીચે જેવાં સ્ફૂરણ જણાયા છે.
હોળી-ધૂળેટીનું વિજ્ઞાાન- આ સમગ્ર સૃષ્ટિ પાંચ ભૂતો (તત્ત્વોની) બનેલી છે, 'અગ્નિ' તત્ત્વ તેમાંનું એક છે. સમગ્ર સૃષ્ટિમાં રહેલા અગ્નિનું તત્ત્વનું હોળી રૂપે સમૂહમાં પૂજન થાય છે. ઘરમાં 'દીવા' કે ચૂલાના અગ્નિ રૂપમાં પૂજન થાય છે. માનવ જીવન માટે અગત્યનું તત્વ છે.
હોળી વખતે પ્રગટતા અગ્નિથી વાતાવરણમાંના જંતુઓ નાશ પામે છે. પ્રગટેલી જવાળાની ગરમી શરીરમાં શક્તિનો નવસંચાર કરે છે. તદ્દન નાનાં બાળકોને હોળી આસપાસ ફેરવવાનું કારણ તેમની તંદુરસ્તી સારી રહે તે છે. આપણા સામાજિક જીવનમાં ઘણાખરા સંસ્કાર, અગ્નિની સાક્ષીએ કરવામાં આવે છે. અગ્નિમાં રહેલ 'સ્વાહા' શક્તિ આત્મસમર્પણની પ્રેરણા આપે છે. 'સ્વધા' શક્તિ આત્મધારણાનું સૂચન કરે છે. માણસે તેજસ્વી બની વિશ્વની સેવા કરવી જોઈએ તેવો સંદેશ અગ્નિ તત્ત્વનો છે.
- હોળી-ધૂળેટી-મનોવિજ્ઞાાન : મનોવૈજ્ઞાાનિકો કહે છે કે ભારતીય તહેવારો- ઉત્સવોની પારંપારિક ઉજવણીમાં મનોવિજ્ઞાાન પણ રહેલું છે.
માનવીનાં તન-મન-હૃદયી ગતિવિધિ ઉપર હોળીધૂળેટીની હકારાત્મક અસર થાય છે. આનંદમાં ઉત્સાહમાં વધારો થતાં ચિંતાઓ દૂર થાય છે. સંઘર્ષો સામે ઝઝૂમવાની શક્તિ મળે છે. સમગ્ર સમાજમાં નવચેતનાનો સંચાર થાય છે. નગર-ગામડામાં, આબાલવૃદ્ધ સૌ કોઈ ચેતના તરવરાટ અનુભવે છે. જીવન જીવવા હકારાત્મક બળ મળે છે.
ધર્મ આસ્થા દૃઢ થાય : હોળી પ્રસંગની ભક્ત પ્રહ્લાદની કથા યાદ કરીએ છીએ. ભગવાને તેનું રક્ષણ કર્યું. તેમ ઇશ્વર સૌનું રક્ષણ કરે છે. એ વિચાર દૃઢ થાય છે. માનસિક શાંતિ વધે છે. નિર્ભયતા પ્રાપ્ત થાય છે. પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા દૃઢ થાય છે.
- ઐક્ય-પ્રેમભાવ-સામાજિક સંવાદીપણું :- હોળી-ધૂળેટીની ઉજવણીમાં દેશભરના, તમામ સમાજના વર્ગો, ભેદભાવ વિના ભેગામળી એક બીજા સાથે હળી મળીને લ્હાવો લે છે. એક્તા, અખંડિતતા, પરોપકાર અને ભાઇચારાની ભાવના કેળવાય છે.
- ઉત્સાહ- ઉમંગ- પ્રસન્નતા : વસંતોત્સવના આરંભે આવતું હોળી-ધૂળેટી પર્વ રંગ-રાગ-રસ-હર્ષ-હેતુ-પ્રીતનું પર્વ બની જાય છે. તન-મનથી આપણે તૈયાર હોઈએ તો ઉત્સાહ-ઉમંગ- પ્રસન્નતાનો પ્રસાદ લઈ શકીએ છીએ.
- નૃત્ય-સંગીત-કલા-સ્ફૂરણ : હોળી-ધૂળેટી પર્વની ઉજવણીમાં લોકગીતો- લોકસંગીત- લોકનૃત્ય સહજ રીતે રજૂ થતાં હોય છે. સહજ રીતે પ્રગટતાં હોય છે. વિવિધ કલા સ્ફૂરણથી હોળી-ધૂળેટી પર્વ હેતલ-કોમળ- વત્સલતાનું, હાકારાત્મક- નિરાંડબરી- નિર્દભીપણાનું, સ્ફૂર્તિ-ઉત્સાહ, ચૈતન્યનું સ્નેહ, સૌહાદ- આત્મીયતાનું ત્રિવેણીસંગમ બની જાય છે.
- લાભુભાઈ ર.પંડયા
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/mGNgzOs
ConversionConversion EmoticonEmoticon