રાહુલ દેવ : કભી ગુનહગાર કભી પુલીસ


- 'મારા સદ્ગત પિતા હરિ દેવ પણ પોલીસ જ હતા. તેમણે બેવાર શૌર્ય પુરસ્કાર જીત્યા હતા. મેં તેમને ભાગ્યે જ તેમને ઘરે નિહાળ્યા છે. તેથી મારે પોલીસ નહોતું બનવું'

- રાહુલ દેવ કહે છે, 'સિનેમા બદલાઈ રહ્યું છે અને હું આ બદલાવથી ખુશ છું. હું જ્યારે જૂની ફિલ્મો જોઉઁ છું ત્યારે તેમાંથી કેટલીક ફિલ્મો તો રમુજી લાગે છે. આમ, આજ રીતે સિનેમા બદલાઈ રહ્યું છે અને આપણે કેટલીક મહાન વાર્તાઓ પર ધ્યાન આપવાની જરૂર છે'

રાહુલ દેવે બોલીવૂડ અને દક્ષિણ ભારતની ફિલ્મોમાં ખતરનાક ખલનાયકની ભૂમિકા ભજવી છે અને 'ધ એમ્પાયર' નામની વેબ સીરિઝમાં પોઝિટિવ ભૂમિકા ભજવી રાહુલ દેવે બધાને આંચકો આપ્યો છે. આ વેબ સીરિઝમાં તેમણે વઝીર ખાનની ભૂમિકા ભજવી છે, જે આ સીરિઝની એક હાઈલાઈટ્સ છે. આ ઉપરાંત તેમણે 'રાત બાકી હૈ' નામની ઓટીટી ફિલ્મમાં રાજેશ અહલાવટ નામના એક પોલીસ અધિકારીને પડદા પર જીવંત કર્યો છે.

'મારા સદ્ગત પિતા હરિ દેવ પણ પોલીસ જ હતા. તેમણે બેવાર શૌર્ય પુરસ્કાર જીત્યા હતા. મેં તેમને ભાગ્યે જ તેમને ઘરે નિહાળ્યા છે. તેથી મારે પોલીસ નહોતું બનવું. મારા બંને ભાઈઓ (મુકુલ દેવ) અને હું  સારું ભણેલા છીએ, પણ અમે આઈપીએસ કે આઈએએસ નહોતા બનવા માગતા. અમારા પિતાએ પણ અમને પોલીસ બનવા કહ્યું ન હતું. તેથી હું મારા પુત્ર (સિધ્ધાંત)ને પણ તેમ કહેતો નથી. એ પોતાનો માર્ગ પોતાની રીતે પસંદ કરશે,' એમ રાહુલ દેવે જણાવ્યું. તેણે કલ્પના લાઝમીની ફિલ્મ 'કૌન?' અને કુશાન નંદીની '૮૮ એન્ટોપ હિલ' જેવી ઓફબિટ ફિલ્મમાં પોલીસની ભૂમિકા ભજવી છે.

લાર્જર ધેન લાઈફ કેનવાસ પર ફિલ્મો બનાવનારા ફિલ્મનિર્માતા મુકુલ આનંદે રાહુલને 'દશ' નામની ફિલ્મમાં સંજય દત્ત, સલમાન ખાન અને વિનોદ ખન્ના સાથે કાસ્ટ કર્યો, પરંતુ મુકુલ દેવનું નિધન થયું અને આથી ફિલ્મ અટકી પડી. સની દેઓલ અભિનીત 'ચેમ્પિયન' (૨૦૦૦) ફિલ્મમાં દિલ્હીની મોડેલ હીરોઈન બની હતી.

'મુકુલે મને સારી એક્ટિંગ કરી શકાય એ માટે કેટલાંક એક્ટિંગ કોર્સિસ કરાવ્યાં હતાં. મેં મારું કામ શ્રેષ્ઠતાથી કર્યું છે. પેન્ટલ સા'બે પણ મને કેટલીક યુક્તિ શીખવી. તેમણે મને ઘણી મદદ કરી છે,' એમ રાહુલ દેવે જણાવ્યું. હિન્દી ફિલ્મોદ્યોગમાં વિલન તરીકે કામ કર્યા પછી રાહુલ દક્ષિણમાં ગયો  ત્યાં પણ તેણે નેગેટિવ રોલ્સ જ કર્યા. મહેશ બાબુની ફિલ્મ 'ટક્કરી ડોન્ગા' માં પણ નેગેટિવ ભૂમિકા ભજવી. 'બિપાશા બસુ અને લિસા રે તેમાં હીરોઈનો હતી અને તેઓ બરાબર હિન્દી પણ બોલી શકતી ન હતી અને મહેશ બાબુ અને મારા માટે એ મોટી રમૂજ હતી,' એમ તેણે કહ્યું હતું.

તેમની સાથે છેલ્લાં બે વર્ષ સતત કામ કર્યું તેનો રાહુલ  દેવને  ઘણો આનંદ છે. 'હું બહુ ભાગ્યશાળી છું, મેં ઘણું કામ પણ કર્યું. મારી કેટલીક ફિલ્મોની રિલિઝ બાકી છે. આમ છતાં આજના દિવસોમાં મેં ફિલ્મો અંગે કોઈ માહિતી જાહેર નહીં કરવી એવા કરારથી બંધાયેલો છું. આમ છતાં વિક્રમ ભટ્ટ સાથે પણ હું એક ફિલ્મ કરી રહ્યો છું,' એમ તેણે જણાવ્યું હતું.

રાહુલ દેવે 'લવ, સ્કેન્ડલ અને ડોક્ટર્સ'માં ડીન અને 'હુ ઈઝ યોર ડેડ્ડી'માં નિવૃત્ત સૈનિક બન્યો તે પહેલાં તેણે 'તોરબાઝ'માં ફરી વિલનની ભૂમિકા ભજવી હતી. રાહુલ દેવ કહે છે, 'સિનેમા બદલાઈ રહ્યું છે અને હું આ બદલાવથી ખુશ છું. હું જ્યારે જૂની ફિલ્મો જોઉઁ છું ત્યારે તેમાંથી કેટલીક ફિલ્મો તો રમુજી લાગે છે. આમ, આજ રીતે સિનેમા બદલાઈ રહ્યું છે અને આપણે કેટલીક મહાન વાર્તાઓ પર ધ્યાન આપવાની જરૂર છે,' એમ રાહુલે જણાવ્યું હતું. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/yTKqmoP
Previous
Next Post »