- તહેવાર બાદ દર્શન માટે યાત્રિકોનો ધસારો રહેતો હોવાથી ૨૦ માર્ચથી સમયમાં વધારો કરાયો
નડિયાદ
ડાકોરના ફાગણી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ડાકોર ટેમ્પલ કમીટી દ્વારા પૂનમ પછીની બીજ એટલે કે ૨૦મી માર્ચના દિવસના દર્શનનો સમય જાહેર કર્યો છે. ડાકોર ખાતે ઉજવાઇ રહેલ ત્રિદિવસીય ફાગણી પૂનમના લોકમેળા દરમ્યાન લાખો શ્રદ્ધાળુઓ પગપાળા અને વાહનો લઇને શ્રીજીના દર્શને આવતા હોય છે. ત્યારે પૂનમના આગળ અને પાછળના દિવસોમાં પણ મંદિરમાં દર્શનાર્થીઓનોે ઘસારો રહે છે. ત્યારે પણ ભક્તોની ભીડ ઉમટે છે.
આ બાબતોને ધ્યાને લઇ ભક્તો સરળતા અને સુગમતાથી દર્શન કરી શકે તે માટે મંદિર પ્રશાસન દ્વારા સંવત ૨૦૭૮ના ફાગણ વદ-૨ને તા.૨૦.૩.૨૦૨૨ને રવિવારના રોજ શ્રી રણછોડરાયજીના દર્શન નો સમય જાહેરકરવામાં આવ્યો છે. જે અંતર્ગત સવારના ૬.૩૦ વાગ્યે નીજ મંદિર ખુલી જશે અને ૬.૪૫ વાગે મંગળા આરતી થશે. ૬.૪૫ થી ૮.૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.૮.૩૦ થી ૯.૦૦ વાગ્યા દરમ્યાન ઠાકોરજી બાલભોગ, શ્રુંગારભોગ, ગોવાળભોગ ટેરામાં આરોગવા બિરાજશે. જેથી આ સમય દરમ્યાન દર્શન બંધ રહેશે. ત્યારબાદ ૯ વાગ્યે શણગાર આરતી બાદ ૧૨.૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશેે.
બપોરે ૧૨.૩૦થી ૧.૦૦ વાગ્યા દરમ્યાન ઠાકોરજી રાજભોગ આરોગવા બિરાજશે આથી આ સમય દરમ્યાન દર્શન બંધ રહેશે. ત્યારબાદ ૧ વાગ્યે રાજભોગ આરતી બાદ અનુકૂળતાએ શ્રીજી પોઢી જશે. ૩.૪૫ વાગ્યે નિજમંદિર ખુલીને ૪ વાગ્યે ઉત્થાપન આરતી થશે. ત્યારબાદ રાત સુધી શયનભોગ, સખડીભોગ આરોગી અનુકૂળતાએ ભગવાન પોઢી જશે. આ ઉપરાંત નિજ મંદિર બંધ રહેશે. તા.૧૭ થી ૨૦ માર્ચ, ૨૦૨૨ સુધી મંદિર પરિક્રમા બંધ રહેશે, બહારના રાજભોગ, ગાયપૂજા તેમજ તુલા,ધજા લઇને મંદિર પ્રવેશ બંધ રહેશે તેમ ડાકોર ટેમ્પલ કમીટીના મેનેજરે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/sVZRMyO
ConversionConversion EmoticonEmoticon