- સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલનની ચિમકી
- સવારે 9 થી 10 અને સાંજે પાંચથી 7 વચ્ચે ટ્રેન દોડાવવા નોકરીયાત વર્ગ અને વિદ્યાર્થીઓ દ્વારા માંગણી
કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ વિવિધ કારખાના તેમજ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ સવારના ૯.૦૦ અને ૧૦.૦૦ તેમજ સાંજે ૫.૦૦, ૬.૦૦ તથા ૭.૦૦ વાગે ટ્રેનની વિશેષ જરૂરીયાત હોય છે. સાથે સાથે વિદ્યાર્થીઓને કોલેજ પૂર્ણ થયા બાદ બપોરના ૧.૦૦, ૨.૦૦ અને ૩.૦૦ કલાકે ટ્રેનની જરૂરીયાત હોય આ સમયગાળા દરમ્યાન ટ્રેન સેવા શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. હાલ સવાર અને સાંજના સુમારે ટ્રેન દોડતી હોય વિદ્યાર્થીઓ તેમજ અપડાઉન કરતા વ્યવસાયિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય રેલવે તંત્ર દ્વારા સત્વરે કોઈ પગલાં નહીં ભરવામાં આવે તો ખંભાત કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવા સાથે લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે.
આ અંગે વિદ્યાર્થી અગ્રણી પ્રિન્સ પટેલે જણાવ્યું હતું કે, અમારી ધીરજ ખુટી ગઈ છે. વીજળીથી દોડતી ટ્રેન ભલે ચાલુ ન કરો પણ જે ટ્રેન હતી તે ટ્રેન તો ચાલુ કરો. પહેલાના સમયપત્રક મુજબ બધી ટ્રેનો શરૂ કરી દેવી જોઈએ તેવુ તેઓએ અંતમાં ઉમેર્યું હતું.
રેલવે તંત્રની બેદરકારીના કારણે ખંભાતવાસીઓની મુશ્કેલી વધી
આ અંગે ખંભાતના અગ્રણી ખુશમનભાઈ પટેલે જણાવ્યું હતું કે, રેલ્વે વિભાગની બેદરકારીને કારણે કોરોના કાળ પછી ખંભાતીઓ વધુ મુશ્કેલીમાં મુકાયા છે. ઓછા પગારમાં નોકરી કરતા કર્મચારીઓ, કારખાનેદારોને એસ.ટી. બસનું ભાડુ પોસાતુ નથી ત્યારે ટ્રેન એકમાત્ર વિકલ્પ હોઈ તે સત્વરે ચાલુ કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/o2eFKiq
ConversionConversion EmoticonEmoticon