બાલાસિનોર
યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં મિકોલાઇટસ ઓબલાટસમાં ફસાઇ ગયેલા બાલાસિનોરનો યુવાન હેમખેમ ઘરે પરત ફર્યો હતો. ત્યારે પરિવારજનોમાં ખુશીની લહેર પ્રસરી હતી. અનેક મુસીબતો અને જીવના જોખમો વેઠી વતન પરત આવેલા સૌરભ પ્રજાપતિએ આપવિતી રજૂ કરતા કહ્યું હતુ કે તા.૨૪મી ફેબુ્રઆરીથી યુદ્ધ શરુ થયા બાદ તબીબી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓમાં માનસિક યુદ્ધ શરુ થઇ ગયુ હતું.
સૌરભે વધુમાં જણાવ્યું કે હું મહિસાગર જિલ્લાના બાલાસિનોર નો રહેવાસી છું. હું મિકોલાઇટસ ઓબલાસ્ટ યુક્રેનમાં એમ.બી.બી.એસનો ત્રણ વર્ષથી અભ્યાસ કરતો હતો. અચાનક તા ૨૪ ફેબુ્રઆરીના રોજ રશિયન એરફોર્સનો હુમલો થતાં એરપોર્ટનો રનવે નસ્ટ થઇ ગયો હતો.જેથી અમારે ત્યાથી બહાર નિકળવુ મુશ્કેલીભર્યુ બની ગયુ હતું.એક તરફ સતત ગોળીઓના અવાજ આવતા હતાં. જીવ બચાવવા બન્કરમાં રહેવાની ફરજ પડી હતી. લોકોએ પૈસા ઉપાડી લીધા હોવાથી એટીએમમાંથી કેસ વિડ્રોલ પણ થઈ શકતા ન હતી.
મને અલ્સરસની બિમાર થતાં મેડિસીનની જરૂર હતી અને જમવાની બહુ તકલીફ પડી હતી. મારે જ્યુસ અને અન્ય વસ્તુ લેવી પડી હતી. તેવા કપરા સમયમાં અમારા સિટીમાથી અમને કાઢવામાં આવ્યા હતા. ૧ માર્ચ ઇમરજન્સી એડ્વાઈસરીના હેતુ સર પાંચ બસ કરવામાં આવી હતી પણ અમારી બસ માં મેકેનિકલ ઈસ્યુ હોવાને કારણે અમે ૬૬ વિદ્યાર્થીઓ બસમાં જઇ શક્યા ન હતાં. અમને જણાવાયું હતું કે ૯ તારીખ સુધી તમારે ચાલતા જવુ પડશે. અમારી આજુબાજુ બોમ્બ બલ્સ્ટ ચાલુ હતા જેથી અમારે ૧૦ કિલોમીટર વધુ ચાલવુ પડયુ હતું.આખરે અમે મોલધોવા બોર્ડર પહોચ્યા જ્યા અમને અન્ય સ્ટુડન્ટ દ્વારા ે ખુબ મદદ મળી હતી અને અમારો નંબર આવતા અમે રોમાનિયા બોર્ડર પહોંચ્યા હતા. આ રીતે અનેક મુશ્કેલીઓનો સામનો કરીને અમે હેમખેમ ઘરે પરત ફરી શક્યા હતાં.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/sKze3Tl
ConversionConversion EmoticonEmoticon