દાદા પોતરાને રમાડવા જીવી ગયા !


- હું, શાણી અને શકરાભાઈ -પ્રિયદર્શી

- વિભાએ સ્પષ્ટ શબ્દોમાં સ્વાનુભવની વાત કહી: 'વિશાલ ! જ્યોતિષની પણ એક સાચ્ચી વિદ્યા છે. પણ અણઘડ જોશીઓએ તેને કમાણી માટે સાધન બનાવી દીધી છે

ફે ન્ટાએ દાદાની તબિયત સુધારા પર છે એવો રશ્મિને ફોન કરતાં જ રશ્મિના હૃદયમાં આનંદનું લખલખું પ્રસરી ગયું. સ્વામિનારાયણ ભગવાનના મનોમન જાપ કરવા લાગી છે. એણે નિર્ણય કર્યો કે દીકરાને લઇને સાસરે જઇશ ત્યારે સૌથી પહેલા દાદાની પાસે એને લઇ જઇશ. દીકરો તો દાદાજીના આશીર્વાદની પ્રસાદી છે.

રશ્મિ જો આનંદના ત (તુ) રંગ પર સવાર હતી તો વિશાલ પર કંઇ કંઇ મનસુબામાં રાચતો હતો. પરિવારમાં નવો પ્રકાશ આવ્યો. ઘર હવે કિલ્લોલતું અને એવા એવા આનંદના લીનમાં એ મુસ્તાક રહેતો એક સવારે એ સ્નાનાદિ પતાવીને ભગવાન સ્વામીનારાયણની છબી પાસે સોફામાં બેઠો હતો તેવામાં વીરેનનો અવાજ ગાજ્યો. 'એનો અવાજ ક્યારેય વિશાલને રણકતો લાગ્યો નહોતો. સૌમ્ય, મીઠો અવાજ તો વિભાનો જ. એને ગડ બેસી ગઈ હતી. બંનેને દાદાની સુધરેલી તબિયતના સમાચાર 'આકાશવાણી' મારફત પહોંચી જ ગયા હતા.'

'વધાઈ હો, વધાઈ હો !' કરતો વીરેન પગથિયાં ચડયો ત્યાં જ ફેન્ટાએ ઇશારતથી વિશાલ કેવા કોના ધ્યાનમાં બેઠો છે તે ઇશારતથી સમજાવી દીધું.

વિશાલ એમને જોતાં જ ખુશ ખુશ થઇ ગયો. પોતાના મનની મીરાત મિત્ર સિવાય કોને સમજાવે ? વીરેને એનો હાથ પકડી પ્રેમથી હલાવ્યો 'વેરી હેપ્પી' દાદાજીના આશીર્વાદનો પ્રસાદ પરિવારને પહોંચ્યો.

વિભાએ શુભાશિષ ઉચ્ચારતી હોય તેમ વિશાલને પ્રેમથી કહ્યું: 'દાદાજી હવે પોતરાને રમાડયા વિના નહિ જાય. એને સારુ જ એ જાઉં જાઉં કરતા રહી પડયા. હવે એ રહી પડયાના'

વિભા હોંશથી કહે: 'દાદાની હવે શતાબ્દી ઉજવવાની' વીરેન જરા મજાકમાં બોલ્યો:  'દાદાજીના સોય વરસ હવે પૂરા થશે'

વિભાને એ મજાક ના ગમી. દાદાજી શતાબ્દી પછી પણ પોતરાને રમાડયા વિના વિદાય નહિ લે.

વિભાની રિમાર્કથી વિશાલ ખુશ થઇ ગયો. દાદાજી હવે એને મનથી વહાલા વહાલા લાગવા માંડયા હતા.

વીરેને વાતવાતમાં પૂછ્યું: 'દાદાજીની તબિયત તપાસવા ડોક્ટરને કોણ લઇ આવ્યું હતું ?'

વિશાલ ઉત્સાહથી બોલી રહ્યો: 'મંજરીભાભી' મંજરીભાભી ! એ એમના કોઈ જાણીતા વૈદરાજને લઇ આવ્યાં. અને વિશાલ એના વખાણે ચડયો વિજયાશંકર વૈદરાજ તો બેનમૂન છે.

મરણ પથારીએ પડેલાનેય એમની ઔષધ અને જ્યોતિષ વિદ્યાથી સાજા કરી દે છે.

વીરેનને આવા બધાં વૈદા-જોશમાં શ્રદ્ધા નહોતી. એનાથી બોલ્યાવિના રહેવાયું નહિ. 'આવરદા હોય દઇને પાછો 

આવે છે.'

'તું તો નાસ્તિક છે નાસ્તિક. જ્યોતિષ પણ એક વિશ્વાસપાત્ર શાસ્ત્ર છે. વિભા તું શું કહે છે ? વિશાલે વીરેનની સામે વિભાને જ ધરી દીધી.'

વિભાએ સ્પષ્ટ શબ્દોમાં સ્વાનુભવની વાત કહી: 'વિશાલ ! જ્યોતિષની પણ એક સાચ્ચી વિદ્યા છે. પણ અણઘડ જોશીઓએ તેને કમાણી માટે સાધન બનાવી દીધી છે. હું પોતે ભલે ડોક્ટર છું છતાં ડોક્ટરથી કારી ના લાગે અને દર્દીના સગા જ્યોતિષનો આધાર લેવા ચાહે તો હું તેની ટીકા કરતી નથી.'

વીરેન સ્પષ્ટ ખુલાસો કરી શક્યો નહિ. એણે કહ્યું: 'એ વિજયાશંકર વૈદ્ય કોણ છે ? મારે જોવા પડશે.'

વિશાલે શોટ (જીર્રા) માર્યો: 'એ કાંઈ તારા કારીગર નથી કે તારા બોલાવ્યે દોડતા આવે. એણે એના ઇજનેર તરીકેના વ્યવસાય પર ટકોર કરી.

ફેન્ટાએ કહ્યું: 'સાચું કહીએ તો આપણી મંજરીએ રંગ રાખ્યો. મને થોડોક ખ્યાલ હતો કે એને કોઈ જાણીતા વૈદનો થોડો પરિચય છે. મે એને દાદાની માંદગીની સહેજ વાત કરતાં જ એ એકદમ બોલી પડી: 'અરે હા, વિજયાશંકર વૈદ્યનો મને થોડો પરિચય છે.'''

અને મેં દાદાજીની કથળી ગયેલી તબિયતની વાત કરતાં જ એ બેબાકળી થઇ ગઈ. 'દાદાજીની તબિયત બગડી છે ? હું આજે જ વિજયશંકર ભાઈને મળવા એમના 

દવાખાને જઇને જાતે જ તેડી લાવીશ. મારે માટે એમને સારો ભાવ છે. અને મંજરી તાબડતોબ વૈદરાજનો હાથ પકડીને એમને દોરતી લઇ આવી.'

એ તો વૈદરાજને આપણે ઘેર તેડી લાવી અને એને કામ પત્યા પછી ઉભા રહીને ડખલ કરવું ઠીક ના લાગ્યું એટલે 'કામ હોય તો રોકાઉં' કહેતી જરા થોભી. દાદાની સામે નજર પણ નોંધી. અમારું તો એના શબ્દોમાં ધ્યાન જ ક્યાં હતું એનો આભાર માનવાનું યાદ ના આવ્યું. એ સહેજ થોભીને દાદાજીને વંદન કરીને ચાલી ગઈ.

વિશાલને જરાક ઠીક ના લાગ્યું. પણ વિભાથી રહેવાયું નહિ. 'આપણે એની સેવાની કદર કરવા માટે બે શબ્દોય ના કહ્યા.' વીરેને કટાક્ષ કર્યો: 'ગરજ સરી એટલે વૈદ વેરી'. દાદાની તબિયતમાં બીજે દિવસે સુધારો જણાયો એટલે સહુથી પહેલાં ફેન્ટાને ખટકો લાગ્યો. 'મારા શબ્દો પર મંજરી ઘરનાં કામકાજ પડતાં મૂકીને પણ વૈદરાજને બોલાવા તૈયાર થઈ ગઈ હતી. અને એ પાકટ વયના વૈદરાજનો હાથ પકડીને ધીમે ધીમે એમને દોડતી લઈ આવી.'

ફેન્ટાને હવે સંજોગો સુધરતાં જરા વસમું લાગ્યું. 'મંજરીની આપણે અવમાનના કરી. આપણા સ્વાર્થમાં એની હાજરીની કિંમત જ ના જણાઈ.'

ફેન્ટાએ જરા એનું દુઃખ વ્યક્ત કર્યું એટલે મોટાંબા કહે: 'કંઈ નહિ. મંજરી આપણા ઘરની જ હતી ને? એમાં એટલું દુઃખ શું લગાડવું.'

ફેન્ટાને મોટાંબાની આવી સ્વાર્થવૃત્તિ જરાય પસંદ ના પડી.

આમેય મોટાંબાની સ્વાર્થવૃત્તિનો કેટલીકવાર ફેન્ટાને અનુભવ થઈ ચૂક્યો હતો. એણે ખમી ખાધું.

દાદાની તબિયતમાં જરાક વધુ ચેતન દેખાવા માંડયું એટલે પેથાભાઈ હોંશમાં આવી ગયા.

થોડા દિવસમાં રશ્મિ બાળકને લઈને આવવાની હોય અને દાદા ઉતરતી તબિયતે ઝોલાં ખાતા હોય, કેવું આઘાત જેવું લાગે? એ આવા વિચારમાં હતા તેવામાં રાબેતા મુજબ કુલગુરુ પ્યારેલાલ આવી ગયા. એમણેય બધી વિગત જાણી લીધી.

એમણે ઘરનો અણગમતો માહોલ જોઈને કહ્યું. 'દાદાજી એમની ચોથી પેઢીના દીકરાને રમાડવા માટે જ રહી પડયા. હવે તો એ સેન્ચુરી મારશે. એમ કહીને એમણે ગંભીર માહોલમાં હળવાશ પાથરી દીધી.'



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/sFO0j1o
Previous
Next Post »