- ખેડા જિલ્લામાં 75 દિવસ બાદ કોરોનાનો એક પણ કેસ નહીં
નડિયાદ : ખેડા જિલ્લામાં આજે ૭૫ દિવસ બાદ ફરી વખત કોરોનાના એકપણ નવા કેસ નોંધાયા નથી. જિલ્લામાં ૬ એક્ટીવ કેસો સાથે આજે કોરોનાનો આંક ૪૨૪૫ સુધી પહોંચ્યો છે. ઉપરાંત આજે ઓમિક્રોનના એકપણ નવા કેસો નોંધાયા નથી. ગત્ ૨૦મી ડિસેમ્બરે કોરોનાનો આંક ઝીરો હતો. તે બાદ કોરોનાનો રાફડો ફાટયો હોય તેમ દિવસે દિવસે કોરોનાના કેસો વધી રહ્યા હતા જાણે જિલ્લામાં ત્રીજી લહેરના એંધાણ વર્તાતા હોય. પરંતુ આજે અઢી મહિના પછી ફરી વખત જિલ્લામાં કોરોનાના એકપણ નવા કેસ નોંધાયા નથી. આજે જિલ્લામાં ૬ એક્ટીવ કેસો છે, જે હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. જિલ્લાના આજદિન સુધીના કુલ ૪૨૪૫ કેસોમાંથી ૪૨૩૩ કોરોનાના દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થઇને ઘરે જતા રહ્યા છે. આજે જિલ્લામાં ૧૧૩૩ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમના રીઝલ્ટ હજુ પેન્ડીંગ છે. આ સાથે જિલ્લામાં આજદિન સુધી ૧,૭૧,૦૮૨ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી ૧,૬૫,૭૦૪ લોકોના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે.
જિલ્લામાં આજે ૧૨૩૭ લોકોએ રસી લીધી હતી. જ્યારે ૭૩૧ લોકોએ બુસ્ટર ડોઝ લીધો હતો. જ્યારે ૧૫થી ૧૮ વર્ષના ૨૧ બાળકોને રસી આપવામાં આવી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ZNQXvcD
ConversionConversion EmoticonEmoticon