- હું સારી એક્ટર બનવા પાર્ટીઓમાં જવાનું ટાળું છું. મારો કહેવાનો મતલબ એવો છે કે હું એક બહુ સંતુલિત જીવન જીવવાનો પ્રયાસ કરું છું. એ જોતા મને બહાર નીકળી મિત્રો સાથે રહેવામાં મળતા અનુભવો કેમેરા સામે મારું શ્રેષ્ઠ કૌવત દાખવવામાં જ નહિ, પણ એક સારી વ્યક્તિ બનવામાં પણ મદદરૂપ થાય છે
ફિ લ્મ ઇન્ડસ્ટ્રીમાં સાથે કામ કરતા અભિનેતા અને અભિનેત્રી વચ્ચે કાં તો લવઅફેર હોય છે અથવા ઉપરછલ્લી મૈત્રી હોય છે. એમની વચ્ચે ગાઢ દોસ્તી ભાગ્યે જ જોવા મળે છે. સિનિયર એક્ટરોની વાત કરીએ તો શાહરુખ ખાન અને જુહી ચાવલા વચ્ચે આવી ક્લોઝ ફ્રેન્ડશીપ પહેલાં પણ હતી અને આજે પણ છે. નવી પેઢીના એક્ટરોમાં આવી મિત્રતા અર્જુન કપૂર અને પરિણીતી ચોપરા વચ્ચે છે. એક જ ફિલ્મથી ડેબ્યુ કરનાર આ બંને કલાકારો એકબીજાને નજીકથી ઓળખે છે એનો પુરાવો આપતાં અર્જુન કપૂરે તાજેતરમાં એક પત્રકારને ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે પરિણીતી હિન્દી ફિલ્મો જોઈને મોટી થયેલી અને સિનેમાનું વળગણ ધરાવતી ટિપિકલ એક્ટર નથી અને છતાં જુદાં જુદાં પાત્રો ભજવવાની એની પાસે એક રસપ્રદ પેટર્ન છે. એનો પોતાનો પરિવાર, નજીકના મિત્રોનું એક જુદું ગુ્રપ અને એની પોતાની એક અલગ દુનિયા છે. બોલીવૂડથી દૂર થઈ પરિ એમની સાથે સમય વીતાવે છે. કદાચ આ અલગાવ અથવા એક અલગ જીવનને લીધે જ એ એક સારી એક્ટર છે.'
પરિણીતીને અર્જુનના આવા નિવેદનથી બહુ ખુશ થઈને કહે છે, 'અર્જુનની વાત ૧૦૦ ટકા સાચી છે. આ જ કારણસર એ આટલાં વરસોથી મારો ફ્રેન્ડ છે. એ મને બરાબર ઓળખે છે. હું મુંબઈમાં અને ખાસ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઉછરેલી વ્યક્તિઓ સાથે મારી તુલના કરુ છું ત્યારે થાય છે કે હું એમનાથી બહુ જુદી છું. એમનું કુટુંબ અને મિત્રો અહીંના છે જ્યારે મારું એવું નથી. હું એક જુદા બેકગ્રાઉન્ડમાંથી આવું છું. મારા તમામ મિત્રો પણ નૉન-ફિલ્મી છે અને એટલું જ નહિ, મારા રસના વિષયો, મારી હોબિઝ અને મારું પેશન પણ નોન-ફિલ્મી છે. તમને જાણીને નવાઈ લાગશે કે હું ફિલ્મો જોઈને મોટી નથી થઈ એટલે હું જ્યારે પણ એક્ટિંગમાંથી નવરી પડું છું ત્યારે એ બધુ કરું છું, જેને ફિલ્મો સાથે સંબંધ ન હોય. હું કાં તો પ્રવાસ કરું છું અથવા મારા ફેમિલી કે ફ્રેન્ડસ સાથે હોઉં છું. મારા મોટાભાગના ફ્રેન્ડસ આખી દુનિયામાં પથરાયેલા છે. મને થોડા દિવસનો બ્રેક મળે એટલે હું તરત એમની પાસે પહોંચી જાવ છું એટલે જ હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીની દરેક પાર્ટી કે ડિનરમાં હાજર નથી હોતી. મને લાગે છે કે મિત્રો સાથે રહીને મારે પોતાની જાતને રિચાર્જ કરતા રહેવી મહત્ત્વની છે જેથી એક ક્રિયેટીવ વ્યક્તિ તરીકે હું મારું બેસ્ટ (પરફોર્મન્સ) આપી શકું.'
નિશ્ચિત સમયગાળા પછી નિયમિત બ્રેકસ લેતા રહેવાની પોતાની જરૂરિયાત વિશે ખુલાસો કરતા મિસ ચોપરા કહે છે, 'એવું નથી કે હું સારી એક્ટર બનવા પાર્ટીઓમાં જવાનું ટાળું છું. મારો કહેવાનો મતલબ એવો છે કે હું એક બહુ બેલેન્ડસડ લાઈફ (સંતુલિત જીવન) જીવવાનો પ્રયાસ કરું છું. એ જોતા મને બહાર નીકળી મિત્રો સાથે રહેવામાં મળતા અનુભવો કેમેરા સામે મારું શ્રેષ્ઠ કૌવત દાખવવામાં જ નહિ, પણ એક સારી વ્યક્તિ બનવામાં પણ મદદરૂપ થાય છે. અમુક એક્ટરો ૨૪ઠ૭ કામ કરે છે અને એમને એ ફાવે પણ છે. દરેક વ્યક્તિની તાસિર જુદી હોવાની.'
લાંબા લોકડાઉનને લીધે ડિજિટલ પ્લેટફોર્મનું ચલણ શરૂ થતાં ફિલ્મમેકરો હવે વેબ સીરિઝ અને ફિલ્મોમાં જુદાં જુદાં જેનર પર હાથ અજમાવતા થયા છે. એને લીધે અભિનેત્રીઓને એકદમ હટ કે રોલ ઓફર થઈ રહ્યા છે. એ વિશે ખુશી વ્યક્ત કરતા પરિણીતી કહે છે, 'બોલીવૂડમાં પહેલા એકટ્રેસો માટે એક નિશ્ચિત ઢાંચો હતો. ઇન્ડસ્ટ્રીમાં સફળ થવા હીરોઈનોએ એ ઢાંચાને અનુસરવો પડતો, એ એમની મજબુરી હતી. મને લાગે છે કે એ ઢાંચાને હવે ફગાવી દેવાયો છે. હવે સર્જકો એવું નથી વિચારતા કે આવો સ્ટ્રોંગ રોલ કોઈ મેલ એક્ટર જ કરી શકે. ભૂમિકા અને કન્ટેન્ટની વાત આવે ત્યારે બોલીવૂડમાં મેલ કે ફિમેલ વચ્ચે ભેદ પાડવાનું બંધ થઈ ગયું છે. આજે દર્શકોને કન્ટેન્ટમાં વિવિધતા ખપે છે એટલે એક્ટ્રેસોને વૈવિધ્યસભર ભૂમિકાઓ મળતી થઈ ગઈ છે. હવે તેઓ ફિલ્મમાં માત્ર એક એકસેસસરી નથી રહી. એકટ્રેસો દમદાર રોલ કરીને આખી ફિલ્મને પોતાના ખભા પર ઉંચકતી થઈ ગઈ છે.'
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/vclAhH9
ConversionConversion EmoticonEmoticon