સોનારિકા ભદોરિયાને કંઈક અલગ ચારતરવો છે ચીલો


માતા પાર્વતી  તરીકે 'દેવો કે દેવ મહાદેવ' માં અપાર લોકપ્રિયતા મેળવી  અભિનેત્રી  સોનારિકા ભદોરિયાએ  દક્ષિણની  ફિલ્મોમાં પણ કામ કર્યું અને હવે તેની નજર વેબસીરિઝ પર છે.

નવા માધ્યમ પર જવાની જરૃરિયાત અંગેના એક પ્રશ્નના ઉત્તરમાં તેણે જણાવ્યું હતું કે 'આ પહેલાં તો મારી પાસે વેબ શોઝની ઘણી ઓફરો આવી હતી, પણ મને  કોઈપણ ઓફર આકર્ષી  નહીં શકી.  આ એક કારણ છે અને  બીજું  આ બાબત અંગે  વધુ વાતો કરી શકતી નથી.  શોઝમાં  ભારતીય કન્ટેન્ટ  અત્યારે ઘણું સારું હોય છે, પણ એમાંનું મોટાભાગનું  ગેંગસ્ટર્સ  અથવા  ગ્રામીણ ભારત આધારિત  હોય છે અને  મેં મારી જાતન એ સેટિંગમાં  જોઈ નથી. હવે હું જે શોમાં એન્ટ્રી કરવા જઈ રહી છું એ હળવા વિષય પર આધારિત છે અને દર્શકોએ  એ પ્રકારનું કંઈક અત્યાર પહેલાં જોયું નથી.

સમાન કન્ટેન્ટ  સાથે વેબ પણ એક સંતૃપ્તિ  બિંદુ સુધીપહોંચે  છે, જે અંગે  ભૂતકાળમાં ઘણાં  કલાકારોએ  અવાજ ઉઠાવ્યો હતો,  જેમાં  નવાઝુદ્દીન  સિદ્દીકીનો પણ સમાવેશ થાય છે, જેણે તાજેતરમાં જ જણાવ્યું હતું કે હવે હું વધુ ઓટીટી શોઝ કરવાનો નથી.  આવા જ એક પ્રશ્ન  સંદર્ભે નવાઝુદ્દીન  સિદ્દીકીની  લાગણીનો જ પડઘો પાડતાં સોનારિકાએ જણાવ્યું હતું કે ઓટીટી બોલ્ડ સીન્સ  અને ગંદી ભાષા તો તેનો એક હિસ્સો બની રહે છે. 'હું આ ટ્રેન્ડ  હિસ્સો બનવા નથી માગતી  અને હું આનાથી થોડું અલગ કરવાનો પ્રયાસ કરવા માગું છું,' એમ  ૨૯ વર્ષની  આ  અભિનેત્રી  કહે છે.  આ અભિનેત્રીનો  એક શો તાજેતરમાં  ફ્લોર પર  ગયો  છે. 

સોનારિકાને  આ ઈન્ડસ્ટ્રીમાં  એક દાયકો થવા આવ્યો છે, પણ તેને તો હજુય  એવું જ લાગે છે કે તે એક કલાકાર તરીકે હજુ હમણાં  જ ઈન્ડસ્ટ્રીમાં આવી  છે,  તેણે બધા માધ્યમોમાં  કામ સુધ્ધાં કર્યું   છે.  'પ્રામાણિકતાથી કહું તો મને જોઈએ એવું કામ હજુ સુધી મળ્યું નથી.  હા, મારી  જર્ની તો સંતોષકારક  જરૃર રહી છે. એક  અભિનેત્રી  તરીકે વિકસવાની સાથે ઘણું  ઘણું શીખવાનું  હોય  છે. આમ  છતાં મને જોઈએ  એવી તક  હજુ સુધી  મળી નથી, એ પણ એટલું જ  સાચું છું .

 હું અત્યારે  પર દરરરોજ  કામ કરતાં કરતાં મારી જાતને સુધારવાના પ્રયત્નો કરતી રહું છું.  એમ સોનારિકાએ જણાવ્યું હતું.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/EYmuTIn
Previous
Next Post »