- બાઇક પર આવેલા ત્રણ લૂંટારૂ વટવાની ખાનગી કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા યુવાનને લૂંટી પલાયન
મહેમદાવાદ તાલુકાના વરસોલા ગામ નજીક ગત્ રોજ મોડી સાંજે કેટલાક અજાણ્યા શખ્સોએ બાઇક પર આવીને રૂપિયા ભરેલી ભેગ ઝૂટંવી ભાગી ગયા હતા. આ બનાવ અંગે દેવકીવણસોલના યુવકે મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
દેવકીવણસોલ તાબેના ગોકળપુરા સીમમાં વાંઠવાડી રોડ પર કીરીટસિંહ તખતસિંહ ચૌહાણ રહે છે. જે વટવામાં કોઇ કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. નોકરી પરથી સાંજે પાંચ વાગ્યે આવ્યા બાદ તેઓ વરસોલા ચોકડી પર આવેલ કાકાના પ્રોવિઝન સ્ટોર પર બેસે છે. ગત્ રોજ નિયમ મુજબ સાંજે ઓફિસથી આવીને સાતેક વાગ્યે તેઓ તેમના કાકાની દુકાને ગયા હતા. જ્યાં કાકાના દિકરા જુવાનસિંહને દુકાનમાં માલ ગોઠવવામાં મદદ કરી આશરે સાડા આઠેક વાગ્યે તેઓ મોટર સાયકલ લઇને ઘરે પરત આવવા નીકળ્યા હતા. તેમની સાથે એક વિમલના થેલામાં સામાન હતો અને એક કાળી બેગમાં એક લાખ રૂપિયા રોકડા મૂકેલ હતા. જવાનસિંહ બાઇક ચલાવતા હતા અને પાછળ કિરીટસિંહ બેઠા હતા. રસ્તામાં મેક્સ કંપની આગળ કિરીટસિંહને પેશાબ લાગતા તેમને બાઇક ઉભુ રખાવ્યું હતુ. તે જ સમયે પાછળથી એક પલ્સર બાઇક પર ત્રણ માણસો આવ્યા હતા અને જવાનસિંહ અને કિરીટસિંહની આંખમાં કોઇ પાવડર નાંખી કિરીટસીંહે ખભા પર ભરવેલ બેગ ઝૂંટવવાનો પ્રયત્ન કર્યો હતો. કિરીટસિંહ અને જવાનસિંહની આંખમાં બળતરા ચાલુ થઇ હતી પરંતુ આ અજાણ્યા લૂંટારુઓ સાથે ઝપાઝપી પણ ચાલુ હતી.
બે માણસો કીરીટસિંહ સાથે બેગ ઝૂંટવવાનો પ્રયત્ન કરતા હતા તે દરમ્યાન ત્રીજો માણસ આવ્યો અને બેગની પટ્ટી કાપી બેગ ઝૂંટવી લઇ બે માણસો બાઇક લઇને ભાગી ગયા હતા. જ્યારે ત્રીજા ઇસમને અમે પકડી રાખ્યો હતો. આ ઘટના દરમ્યાન બૂમાબૂમ થતા આસપાસના લોકો આવી ચઢ્યા હતા. જેમને આ ત્રીજા માણસને સોંપી દીધો હતો. જેમને આ અજાણ્યા ઇસમની ઓળખ પૂછતા તે અખીલેશ નાથુભાઇ મીણા, રહે. કેસરીયાજી,રાજસ્થાનનો હોવાનું જાણવા મળ્યુ ંહતું. જવાનસિંહ અને કિરીટસિંહને ૧૦૮ વાન બોલાવી ઝપાઝપી દરમ્યાન ઝાડી ઝાંખરામાં ઉતરી જવાથી શરીરે ઇજાઓ પહોંચેલી ઇજાઓની સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે કિરીટસિહે મહેમદાવાદ પોલીસ મથકે અખિલેશ મીણા અને બીજા બે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. જ્યારે પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા હોય તો એ દ્વારા આ લૂંટારુઓની ભાળ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Qujg4cV
ConversionConversion EmoticonEmoticon