- નડિયાદ પોક્સો કોર્ટનો ચુકાદો
- સગીરાની એકલતાનો લાભ ઉઠાવી ભગાડી જઇ વિવિધ સમયે કરમસદ, અમદાવાદ અને ઉત્તરસંડામાં દુષ્કર્મ આચર્યું
આ કેસની હકીકત એવી છે કે આરોપી જય ઉર્ફે સોનુ ગણપતભાઇ તળપદા (રહે. નડિયાદ ઢેઢા વાડીયા, હરિઓમ નગર પાસે, ચકલાસી ભાગોલ) એ તા.૧૭-૬-૨૦૨૧ ની રાત્રે સગીરા બાથરૂમ જવા ઘરની બહાર નીકળી હતી ત્યારે સગીરાને તેની એકલતાનો લાભ ઉઠાવી તેણીને તેના ઘર આગળથી ભગાડી ગયો હતો. આ આરોપી (ઉ.વ.૧૪ વર્ષ ૬ માસ)એ સગીરાને કરમસદ રેલવે સ્ટેશન, અમદાવાદ તથા ઉત્તરસંડા લઈ જઈ તેની ઈચ્છા સંમતિ વિના તેના પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આ બનાવની ફરિયાદ ભોગ બનનારના પિતાએ નડિયાદ ટાઉન પોલીસમાં આપી હતી. જેથી પોલીસે આરોપી વિરુદ્ધ પુરાવા મળતા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ બનાવ બાદ ભોગ બનનાર સગીરા ખૂબ જ ડરી ગયેલા હોય ફરિયાદ સમયે ભોગ બનનાર પોલીસ સમક્ષ વિશેષમાં બોલી શકી ન હતી પરંતુ કોર્ટમાં ભોગ બનનારે હાજર થઈ પોતાની સાથે આરોપીએ જે દુષ્કર્મ આચર્યું તે તમામ હકીકત જજ સમક્ષ જણાવતા કેસની કાર્યવાહી દરમિયાન સરકારી વકીલ એ આરોપી વિરુદ્ધ ચાર્જ અલ્ટર કરવા માટેની અરજી આપતા કોર્ટે ગ્રાહ્ય રાખી હતી.આ કેસ સ્પે.જજ ડી.આર.ભટ્ટ ની કોર્ટમાં ચાલતા સરકારી વકીલ ધવલ બારોટે કોર્ટમાં ૧૫ જેટલા દસ્તાવેજો પુરાવાઓ રજૂ કર્યા હતા. તેમજ ૧૨ જેટલા સાક્ષીઓ તપાસ્યા હતા. જેમાં ફરિયાદી તથા ભોગ બનનારે પ્રોસિક્યુંશન કેસને સમર્થન આપ્યું હતું. દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને આજીવન કેદની સજા તેમજ દંડનો હુકમ કર્યો હતો.
આરોપીએ પોલીસ સાથે ઝપાઝપી કરી
સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારતા પોલીસ આરોપીને વાનમાં બેસાડી લઈ જતી હતી ત્યારે જય ઉર્ફે સોનું તળપદા એ પોલીસ સાથે ઝપાઝપી કરતા કોર્ટ સંકુલમાં સન્નાટો વ્યાપી ગયો હતો.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/4bwqrQK
ConversionConversion EmoticonEmoticon